Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ranchi કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું, ભાજપના આ નેતા વિશે આપ્યું હતું વિવાદિત નિવેદન...

રાંચી (Ranchi) સ્થિત સાંસદ-ધારાસભ્ય કોર્ટે ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ તેમની કથિત વાંધાજનક ટિપ્પણીના કેસમાં મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. તેમને આ કેસણી સુનાવણીની તારીખે 4 જૂન પછી હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે....
ranchi કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું  ભાજપના આ નેતા વિશે આપ્યું હતું વિવાદિત નિવેદન

રાંચી (Ranchi) સ્થિત સાંસદ-ધારાસભ્ય કોર્ટે ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ તેમની કથિત વાંધાજનક ટિપ્પણીના કેસમાં મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. તેમને આ કેસણી સુનાવણીની તારીખે 4 જૂન પછી હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કોર્ટે આ મામલે પહેલેથી જ સજ્ઞાન લઇ લીધું હતું, પરંતુ રાહુલ ગાંધીએ તેને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. તેમણે આ કેસને રદ કરવાની માંગ કરી હતી.

Advertisement

રાહુલે શું કહ્યું?

ફેબ્રુઆરી 2024 માં સુનાવણી બાદ હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી. આ પછી હવે સાંસદ-ધારાસભ્ય કોર્ટે તેમને ફરીથી નવેસરથી સમન્સ જારી કર્યા છે. આ મામલો વર્ષ 2018 માં કોંગ્રેસના સંમેલનમાં તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ રાહુલ ગાંધીની ટિપ્પણી સાથે સંબંધિત છે, જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસમાં કોઈ કાતિલ રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે નહીં. કોંગ્રેસીઓ એક ખૂનીને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સ્વીકારી શકતા નથી. ભાજપમાં જ આ શક્ય છે.

રાહુલ ગાંધી સામે કેસ દાખલ...

આ ટિપ્પણીને અપમાનજનક ગણાવીને ભાજપના નેતા નવીન ઝા તરફથી રાંચી (Ranchi)ની સિવિલ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ પહેલા નવીન ઝાએ કાનૂની નોટિસ આપીને રાહુલ ગાંધીને અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ માફી માંગવા કહ્યું હતું. જ્યારે તેને માફી ન મળી તો તેણે રાંચી (Ranchi) સિવિલ કોર્ટમાં ફરિયાદ કરી, જેના પર કોર્ટે સંજ્ઞાન લીધું.

Advertisement

આ પણ વાંચો : Akhilesh Rally Stampede : રેલીમાં ભીડ થઈ બેકાબુ, કાર્યકર્તાઓએ એકબીજા પર ફેંકી ખુરશીઓ

આ પણ વાંચો : બિહારના સારણમાં ચૂંટણી બાદ હિંસા, ગોળીબારમાં 1 નું મોત, 2 લોકો ઈજાગ્રસ્ત

Advertisement

આ પણ વાંચો : Pune Road Accident : પુણેના ચકચારી હિટ એન્ડ રન કેસમાં આરોપી સગીરના પિતાની પોલીસે કરી ધરપકડ

Tags :
Advertisement

.