ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ram Navami 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેલિકોપ્ટરમાં બેસીને નિહાળ્યું રામ લલ્લાનું ‘સૂર્ય તિલક’

Ram Navami 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી આસામના નલવાડીમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધોય છે. તેમની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહ્યા હતાં. નોંધનીય છે કે, રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મંત્રીએ બધાને રામનવમી (Ram Navami)ની શુભેચ્છાઓ પણ પાઠવી હતી....
02:26 PM Apr 17, 2024 IST | VIMAL PRAJAPATI
Ram Navami 2024

Ram Navami 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી આસામના નલવાડીમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધોય છે. તેમની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહ્યા હતાં. નોંધનીય છે કે, રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મંત્રીએ બધાને રામનવમી (Ram Navami)ની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ ખાસ અવસર પર તેમણે ફોનની ફ્લેશ લાઈટ ચાલુ કરીને લોકોને રામ લલ્લાના સૂર્ય તિલક સાથે જોડાવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે ભગવાન રામના જન્મદિવસની ઉજવણી કરવા માટે સૂર્ય ભગવાન સ્વયં કિરણના રૂપમાં અવતરે છે ત્યારે સમગ્ર દેશમાં એક નવું વાતાવરણ છે અને આ ભગવાન શ્રી રામનો જન્મદિવસ 500 વર્ષ પછી આવ્યો છે, જ્યારે તેમને ઉજવણી કરવાની હતી. તેનો જન્મદિવસ તેના ઘરે નસીબદાર હતો.

જે રામનવમીનો ઐતિહાસિક અવસર છેઃ વડાપ્રધાન મોદી

રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘જે રામનવમ નો ઐતિહાસિક અવસર છે. 500 વર્ષ રાહ જોયા બાદ પ્રભૂ શ્રી રામ પોતાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થયા છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘નલબારી સભા પછી, મને અયોધ્યામાં રામલલાના સૂર્ય તિલકની અદ્ભુત અને અનોખી ક્ષણના સાક્ષી બનવાનો લહાવો મળ્યો. શ્રી રામ જન્મભૂમિની આ બહુપ્રતિક્ષિત ક્ષણ દરેક માટે આનંદની ક્ષણ છે. આ સૂર્ય તિલક વિકસિત ભારતના દરેક સંકલ્પને પોતાની દૈવી ઉર્જાથી આ રીતે પ્રકાશિત કરશે.’

પીએમ મોદીએ ટ્વીટ કરીને પોતાના લાગણીઓ વ્યક્ત કરી

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેલિકોપ્ટરમાં બેસીને રામ લલ્લાના સૂર્ય તિલકની પળને નિહાળી હતી. જે બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને પોતાના લાગણીઓ પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજને રામનવમીનો ઐતિહાસિક અવસર છે. 500 વર્ષ રાહ જોયા બાદ પ્રભૂ શ્રી રામ પોતાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થયા છે. નોંધનીય છે કે, આજે અયોધ્યામાં રામનવમીને લઈને આનંદ ઉલ્લાસની દિવસ છે. અયોધ્યામાં રામ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ સાથે સૂર્ય તિલકની ક્ષણને લાખો લોકોએ અયોધ્યામાં નિહાળી છે.

આ પણ વાંચો: Surya Tilak: રામ લલ્લાને સૂર્યનું તિલક, લાખોની સંખ્યામાં રામભક્તો રહ્યા ઉપસ્થિત

આ પણ વાંચો: RAM NAVAMI : રામનગરીમાં આજે રામનામનો રણકાર, રામભક્તો માટે આ પાંચ મિનિટ રહેશે ખૂબ જ ખાસ

આ પણ વાંચો: Election 2024: ચૂંટણીના આ નિયમ વિશે જાણો છો? મતદાર અસલી છે કે નકલી તે માત્ર બે રૂપિયામાં જાણી શકાશે

Tags :
Dry Day on Ram Navaminational newspm modiRam NavamiRam Navami 2024ram navami celebrationRam Navami in ayodhyaRamlala Surya TilakRamNavamiRamNavami 2024RamNavamiNewsSURYA TILAKToday National NewsTop National NewsVimal Prajapati
Next Article