Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajasthan: ‘જોઈએ હવે તેમને રામ બચાવે છે કે હિંદુ ધર્મ’, BJP કાર્યકર્તાને મળ્યો ધમકીભર્યો પત્ર

Rajasthan: રાજસ્થાન (Rajasthan)ના કોટામાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાના ઘરની બહાર કોઈ ધમકી ભર્યો પત્ર નાખી ગયું છે. મળતી વિગતો પ્રમામે કાર્યકર્તાના ઘરની બહાર ‘સર તન સે જુદા’ ની ધમકી વાળો પત્ર મળતી અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહીં છે. કોટાના...
rajasthan  ‘જોઈએ હવે તેમને રામ બચાવે છે કે હિંદુ ધર્મ’  bjp કાર્યકર્તાને મળ્યો ધમકીભર્યો પત્ર
Advertisement

Rajasthan: રાજસ્થાન (Rajasthan)ના કોટામાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાના ઘરની બહાર કોઈ ધમકી ભર્યો પત્ર નાખી ગયું છે. મળતી વિગતો પ્રમામે કાર્યકર્તાના ઘરની બહાર ‘સર તન સે જુદા’ ની ધમકી વાળો પત્ર મળતી અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહીં છે. કોટાના ઉદ્યોગ નગર વિસ્તારમાં ભાજપના કાર્યકર્તા અને તેના પરિવારના જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમને જણાવી દઈએ કે, આ મામલે પીડિતે ઉદ્યોગ નગર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધવી છે.

Advertisement

હવે તમારો અવાજ બંધ કરવામાં આવશેઃ ધમકી ભર્યો પત્ર

વધુ વિગતે વાત કરવામાં આવે તો મનોજ કુમારે જણાવ્યું કે, જ્યારે તેઓ ઘરની બહાર નિકળ્યા ત્યારે ઘરના બહાર આ લેટર લગાવેલો હતો. આ પત્રમાં લખ્યું હતું કે, ગુસ્તાખ-એ-રસૂલ માટે એક જ સજા છે, ‘સર તન સે જૂદા, સર તન સે જૂદા.’ વધુમાં આપત્રમાં લખ્યું હતું કે, તમે હિંદુઓ માટે ખૂબ અવાજ ઉઠાવો છો, હવે તમારો અવાજ બંધ કરવામાં આવશે. અમે અલ્લાહના બંદા છીએ, અને તમને છોડીશું નહીં. આ પત્ર મળ્યા બાદથી પીડિત પરિવારમાં ભયનો માહોલ છે. આ મામલાની જાણકારી મળ્યા બાદ ભાજપના અધિકારીઓ પણ પીડિતાના ઘરે પહોંચ્યા અને પોતાની નારાજગી વ્યક્ત કરી.

Advertisement

Advertisement

ભાજપના જિલ્લાધ્યક્ષે કડક કાર્યવાહીની કરી માંગ

નોંધનીય છે કે, ભાજપ કાર્યકર્તાના ઘરેથી ધમકી ભર્યો પત્ર મળતાની સાથે ભાજપ જિલ્લાધ્યક્ષ રાકેશ જૈન સહિત અન્ય અધિકારીઓ પણ પોલીસ મથકે આવી ગયા અને આરોપી સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ કરતા પ્રદર્શન પણ કર્યું હતું. આ મામલે જિલ્લા અધ્યક્ષે કહ્યું કે, કેટલાક અસામાજિક તત્વોએ શહેરમાં શાંતિ ભંગ કરવા માટે આવી હરકત કરી છે. જોકે, પોલીસે આ બાબતે કાર્યવાહી હાથ ધરી લીધી છે. નોંધનીય છે કે, આ Rajasthan રાજ્યમાં ચૂંટણીના માહોલને બગાડવાનું એક કાવતરૂ હોઈ શકે છે.

ઘણા સમયથી ચાલી રહ્યો હતો આ વિવાદ

પીડિત યુવક મનોજે જણાવ્યું કે, ‘જાન્યુઆરીમાં અયોધ્યામાં શ્રી રામના અભિષેક વખતે ઝંડા લગાવવાને લઈને કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. વિસ્તારમાં ભગવો ધ્વજ લહેરાવતી વખતે કેટલાક લોકોએ મંદિર પાસે બકરી બાંધી હતી. આ દરમિયાન તેમની વચ્ચે ઝઘડો થયો હતો. મનોજ એમ પણ કહે છે કે તે સમયે તેને મારી નાખવાની અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેના વિશે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આજે બનેલી ઘટનાને જાન્યુઆરી મહિનામાં બનેલી ઘટના સાથે પણ જોડવામાં આવી રહી છે.’

આ પણ વાંચો: Misa Bharti એ PM મોદી પર આપેલું વિવાદાસ્પદ નિવેદન પાછું ખેંચ્યું, જાણો હવે શું કરી સ્પષ્ટતા

આ પણ વાંચો: Bengaluru Cafe Blast કેસમાં NIA ને મોટી સફળતા, બંને મુખ્ય આરોપીઓની ધરપકડ

આ પણ વાંચો: Jammu-Kashmir ના ઉધમપુરમાં PM મોદીની રેલી, કહ્યું- ‘હવે ચૂંટણીમાં આતંકવાદ, પથ્થરબાજી જેવા મુદ્દા નથી…’

Tags :
Advertisement

.

×