Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rahul Gandhi : ગુજરાતમાં BJP ઉમેદવારની જીત પર રાહુલ ગાંધીનું રિએક્શન, જાણો શું કહ્યું...

લોકસભા ચૂંટણીના મતદાન પહેલા જ ભાજપે ગુજરાતની સુરત લોકસભા બેઠક જીતી લીધી છે. અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા બાદ સોમવારે આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. જે બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul...
rahul gandhi   ગુજરાતમાં bjp ઉમેદવારની જીત પર રાહુલ ગાંધીનું રિએક્શન  જાણો શું કહ્યું

લોકસભા ચૂંટણીના મતદાન પહેલા જ ભાજપે ગુજરાતની સુરત લોકસભા બેઠક જીતી લીધી છે. અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા બાદ સોમવારે આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. જે બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ PM મોદી પર નિશાન સાધ્યું હતું.

Advertisement

PM મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ટ્વિટર પર લખ્યું, 'તાનાશાહનો અસલી 'ચહેરો' ફરી એકવાર દેશની સામે છે. લોકોનો તેમનો નેતા પસંદ કરવાનો અધિકાર છીનવી લેવો એ બાબા સાહેબ આંબેડકરના બંધારણને નષ્ટ કરવા તરફનું બીજું પગલું છે.

Advertisement

'આ દેશ બચાવવાની ચૂંટણી છે'

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ આગળ લખ્યું, 'હું ફરી એકવાર કહી રહ્યો છું - આ માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી, આ દેશને બચાવવા માટેની ચૂંટણી છે, બંધારણની રક્ષા માટેની ચૂંટણી છે.'

ભાજપના મુકેશ દલાલનો વિજય થયો હતો...

સોમવારે સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ કમ ચૂંટણી અધિકારી સૌરભ પારધીએ મુકેશ દલાલને ચૂંટણીનું પ્રમાણપત્ર આપ્યા બાદ જણાવ્યું હતું કે, 'હું જાહેર કરું છું કે ભાજપના ઉમેદવાર મુકેશ કુમાર ચંદ્રકાંત દલાલને સુરત સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે .' ગુજરાતની તમામ 26 બેઠકો માટે 7 મી મેના રોજ મતદાનની દરખાસ્ત છે, પરંતુ સુરત બેઠકના પરિણામ પહેલા જ આવી ગયા હોવાથી હવે તે દિવસે 25 બેઠકો પર મતદાન થશે.

Advertisement

આ પણ વાંચો : જેના વધારે બાળકો છે…PM મોદીની આ વાત પર કોંગ્રેસ કેમ ભડક્યું!

આ પણ વાંચો : સિંગાપુર બાદ હોંગકોંગમાં પણ MDH અને EVEREST ના કેટલાક મસાલાના પર પ્રતિબંધ

આ પણ વાંચો : Virar Alibaug Corridor નું કામ ટૂંક સમયમાં થશે શરુ, 5 કલાકની મુસાફરી દોઢ કલાકમાં થશે પૂર્ણ…

Tags :
Advertisement

.