Lok Sabha Election પૂર્વે રાહુલ ગાંધીએ PM મોદી વિરુદ્ધ શરૂ કરી Caste પોલિટિક્સ
લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ને હવે નજીક આવી છે તે પહેલા નેતાઓ પોતાના વિવાદિત નિવેદન (Controversial Statements) થી રાજનીતિ કરતા જોવા મળી રહ્યા છે. આ કડીમાં હવે રાહુલ ગાંધી (Rahul Gandhi) નું નામ પણ સામેલ થઇ ગયું છે. કોંગ્રેસ નેતા (Congress Leader) રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની જાતિ પર જોરદાર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે PM મોદી OBC કેટેગરીમાં જન્મ્યા નથી. તેમનો જન્મ ગુજરાતની તેલી જ્ઞાતિમાં થયો હતો. આ સમુદાયને વર્ષ 2000 માં ભાજપ દ્વારા OBC નો ટેગ આપવામાં આવ્યો હતો. તેમનો જન્મ સામાન્ય જાતિ (General Category) માં થયો હતો.
PM મોદી દુનિયા સમક્ષ ખોટું બોલી રહ્યા છે : રાહુલ ગાંધી
ઓડિશામાં 'ભારત જોડો ન્યાય યાત્રા' દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર (BJP Government) ની ટીકા કરતા કહ્યું કે તેઓ (PM મોદી) ક્યારેય જાતિ ગણતરી કરવા દેશે નહીં કારણ કે તેઓ OBCમાં જન્મ્યા નથી. જીહા, રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી OBC જાતિમાં જન્મ્યા નથી, તેઓ સામાન્ય જાતિમાં જન્મ્યા છે. પરંતુ વડાપ્રધાન મોદી (PM Modi) નો જન્મ OBC જાતિમાં થયો હોવાનું કહીને ભાજપ (BJP) લોકોને મૂર્ખ બનાવે છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું, 'લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. મોદીજી OBC માં જન્મ્યા નથી. તે તેલી સમુદાયમાંથી આવે છે. ભાજપે વર્ષ 2000માં તેમની જાતિને OBC બનાવી હતી. એટલે કે PM મોદી OBC નથી જન્મ્યા, તેઓ સામાન્ય જાતિમાં જન્મ્યા છે. તે દુનિયા સમક્ષ ખોટું બોલી રહ્યા છે કે તેમનો જન્મ OBC માં થયો હતો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે હું જાણું છું કારણ કે PM મોદી ક્યારેય ગરીબો, ખેડૂતો અને પછાત વર્ગના લોકોનો હાથ પકડતા નથી. તેઓ માત્ર અદાણીનો હાથ પકડે છે.
PM મોદી ખેડૂતો કે મજૂરોનો નહીં પણ અદાણીનો હાથ પકડે છે : રાહુલ ગાંધી
રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું કે, તેઓ કરોડોના સૂટ પહેરે છે અને પોતાને ગરીબ અને ફકીર કહે છે. તેઓ સવારે નવો ડ્રેસ, સાંજે નવો ડ્રેસ અને દરરોજ નવો ડ્રેસ પહેરે છે અને પોતાને OBC ગણાવે છે. તે કોઈ ખેડૂત કે મજૂરનો હાથ પકડતા નથી. તેમણે માત્ર અદાણીનો હાથ પકડ્યો છે. તેથી, તેઓ તેમના સમગ્ર જીવનમાં જાતિ આધારિત સર્વેક્ષણો કરવા દેશે નહીં. જાતિ ગણતરીનું કામ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી કરશે. ગાંધીએ આગળ કહ્યું કે, આજે દેશમાં ભયંકર સામાજિક અન્યાય થઈ રહ્યો છે. તમે GST ભરો અને અદાણી જેવા લોકો તેનો આનંદ માણે. કારણ કે અદાણી ખાણો ખરીદે છે, રસ્તાઓ અને પુલો માટે ટેન્ડર લે છે અને મીડિયાને નિયંત્રિત કરે છે. ત્યારે એ જ મીડિયા અમને પૂછે છે કે તમે જાતિ ગણતરીની વાત કેમ કરો છો?
લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને લાગ્યા ઝટકા
લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ સતત તૂટતી જોવા મળી રહી છે. એક પછી એક તેમના નેતાઓ તેમનો સાથ છોડી રહ્યા છે. તાજતેરમાં મિલિંદ દેવરા પછી બાબા સિદ્દીકી (Baba Siddique) પાર્ટી છોડનારા બીજા મોટા કોંગ્રેસી નેતા બન્યા છે. થોડા દિવસો પહેલા એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે મુંબઈના બાંદ્રા ઈસ્ટના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકી (Baba Siddique) અજિત પવારની આગેવાની હેઠળના NCP જૂથમાં સામેલ થઈ શકે છે. જોકે, તેઓ આ પ્રમાણે કરશે કે કેમ આવતા સમયમાં તે સ્પષ્ટ થઇ જશે. હાલમાં કોંગ્રેસ પાર્ટી માટે ખરાબ દિવસો આવતા જોવા મળી રહ્યા છે. જોવાનું રહેશે કે કોંગ્રેસ પાર્ટી પોતાની સામે આવેલી આ મુસિબતથી કેવી રીતે બહાર આવે છે.
આ પણ વાંચો - PM Modi એ મનમોહન સિંહના વખાણ કર્યા, બ્લેક પેપર પર કર્યો કટાક્ષ…
આ પણ વાંચો : ‘ભાજપ 4 લોકસભા સીટો ઓફર કરે છે, અમે 12 માટે તૈયારી કરી રહ્યા છીએ…’ : RLD
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ