Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rahul Gandhi બન્યા અકસ્માતનો શિકાર, સોશિયલ મીડિયા પર ચૂંટણી રેલીનો Video Viral...

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) આ દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. આ ક્રમમાં, સોમવારે રાહુલ ગાંધી (Rahul Gandhi) રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ લાલુ પ્રસાદની પુત્રી અને પાટલીપુત્ર લોકસભા...
rahul gandhi બન્યા અકસ્માતનો શિકાર  સોશિયલ મીડિયા પર ચૂંટણી રેલીનો video viral
Advertisement

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) આ દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. આ ક્રમમાં, સોમવારે રાહુલ ગાંધી (Rahul Gandhi) રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ લાલુ પ્રસાદની પુત્રી અને પાટલીપુત્ર લોકસભા સીટના ઉમેદવાર મીસા ભારતીના પ્રચાર માટે બિહારની રાજધાની પટનાની બહાર પાલીગંજ પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi) સ્ટેજ પર જ મોટા અકસ્માતનો શિકાર બનતા બચી ગયા હતા. સોશિયલ મીડિયા પર ચૂંટણી રેલીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે જે પ્લેટફોર્મ પર રાહુલ ગાંધી (Rahul Gandhi) અને અન્ય નેતાઓ ઉભા છે એકાએક તૂટે છે. જો કે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી અને રાહુલ સહિત તમામ તૂટેલા સ્ટેજ પરથી નીચે આવી જાય છે.

Advertisement

મીસા ભરતીએ રાહુલ ગાંધીની સંભાળ્યો...

આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે મીસા ભારતી રાહુલ ગાંધી (Rahul Gandhi)ને સ્ટેજ પર તેમની સીટ તરફ લઈ જઈ રહી હતી, જ્યારે અસ્થાયી સ્ટેજનો એક ભાગ નમ્યો, રાહુલ સંતુલન કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. પછી મીસા ભારતીએ તરત જ રાહુલ ગાંધીનો હાથ પકડી લીધો, જેનાથી તેમને તેમનું સંતુલન જાળવવામાં મદદ મળી અને તેમણે હસીને તેમની મદદ કરવા દોડી ગયેલા સુરક્ષાકર્મીઓને કહ્યું કે કોંગ્રેસ નેતા ઠીક છે. જોકે આ ઘટના બાદ થોડો સમય અરાજકતા સર્જાઈ હતી, પરંતુ સ્ટેજ પરના દરેક વ્યક્તિ બરાબર છે. આ ઘટના બાદ રાહુલ ગાંધીએ તેમના સુરક્ષાકર્મીઓને કહ્યું કે તેઓ સંપૂર્ણપણે ઠીક છે. INDI એલાયન્સના ઉમેદવારો માટે વોટ માંગવા રાહુલ ગાંધી સોમવારે બિહાર પહોંચ્યા હતા.

Advertisement

'ખબર નથી 4 જૂન પછી શું પતન થશે?'

બિહારમાં એક જાહેર સભા પહેલા જ રાહુલ ગાંધીના મંચ પર વિપક્ષના નેતાઓએ આકરી ટીકા કરી છે. જ્યારે BJP સાંસદ રામ કૃપાલ યાદવને બિહારના પાલીગંજમાં રાહુલ ગાંધીની રેલી સ્થળ પર સ્ટેજ ધરાશાયી થવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, 'મંચ તૂટી ગયો? આ તો માત્ર શરૂઆત છે… આપણે નથી જાણતા કે 4 જૂન પછી શું પતન થશે? હવે રાહુલ ગાંધીની રેલીનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડર હોવા છતાં પણ રાહુલ ગાંધી અને મીસા ભારતી બંને શાંત રહ્યા અને તેમની મદદ માટે આવેલા સુરક્ષા કર્મચારીઓને જોઈને હસ્યા. અન્ય નેતાઓએ જનતાને કહ્યું કે રાહુલ ગાંધી એકદમ ઠીક છે. આ ઘટના પછી, રાહુલ ગાંધીએ રેલી ચાલુ રાખી, અને ત્યાં હાજર ભીડને સંબોધિત કરી અને ભારતીની ઉમેદવારી માટેના તેમના સમર્થનની પુનઃ પુષ્ટિ કરી.

આ પણ વાંચો : Karnataka : Prajwal Revanna ભારત પરત ફરશે, 31 મેના રોજ SIT સમક્ષ હાજર થશે… Video

આ પણ વાંચો : BJP ઉમેદવારનો ચોંકાવનારો દાવો, બંગાળમાં એડિશનલ SP EVM બદલતા રંગે હાથ ઝડપાયા… Video

આ પણ વાંચો : Swati Maliwal Assault Case : બિભવ કુમારના વકીલે કોર્ટ સમક્ષ દલીલમાં કૌરવો અને દ્રોપદીનો કર્યો ઉલ્લેખ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Pakistan : છેલ્લા 48 કલાકમાં 57 હુમલા, BLA અને TTP એ 100 થી વધુ લોકોના મોતનો દાવો કર્યો

featured-img
Top News

Rashifal 17 માર્ચ 2025 : સોમવારે ચિત્રા નક્ષત્રમાં ધ્રુવ યોગ રચાતા આ રાશિના લોકોને સંપત્તિની દ્રષ્ટિએ જબરદસ્ત લાભ થશે

featured-img
સ્પોર્ટ્સ

Shocking News : ક્રિકેટના ઈતિહાસનો ચોંકાવનારો રેકોર્ડ! 1 બોલ પર બન્યા હતા 286 રન

featured-img
અમદાવાદ

Ahmedabad: એરપોર્ટ પાસે આવેલી તંદુર પેલેસ હોટલના રૂમમાંથી મળી યુવતીની લાશ

featured-img
રાષ્ટ્રીય

એશિયાની સૌથી લાંબી Hyperloop નું રેલવે મંત્રીએ કર્યું નિરીક્ષણ,જુઓ video

featured-img
રાષ્ટ્રીય

શું તમને મોતનો ડર લાગે છે? PM મોદીએ આપ્યો મજેદાર જવાબ

×

Live Tv

Trending News

.

×