PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જમ્મી કાશ્મીર ભાષણમાં કરેલી ખાસ 10 વાતો
PM Modi Jammu Kashmir: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા છે. અહીં તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે, જમ્મુ કાશ્મીર મારે પરિવારે છે. તેને મેં ક્યારેય પણ અલગ માન્યું જ નહીં. ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ બખ્શી સ્ટેડિયમમાં હજારો લોકોને સંબોધન કરતા પોતાના વાણી છટાથી લોકોના દિલ જીતી લીધા હતાં. તેમણે કહ્યું કે, આજે કાશ્મીર નવું લાગી રહ્યું છે, જેની આપણે વર્ષોથી રાહ જોઈ રહ્યાં હતાં. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, આત્યારે લોકોને પોતાના ખોવાયેલા અધિકારો પણ પાછા મળી રહ્યાં છે. ઉલ્લેખની છે કે, પીએમ મોદીએ આ દરમિયાન કોંગ્રેસ અને તેના સાથીઓને વાક્ પ્રહાર કરતા કહ્યું કે, આ લોકોએ વર્ષો સુધી ભારતના લોકોને 370ની કલમને લઈને ભ્રમમાં રાખ્યા હતાં.
પરિવારવાદની રાજનીતિ સૌથી વધારે ચાલી હતીઃ પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યુ હતું કે, ભારતમાં આઝાદી પછી પરિવારવાદની રાજનીતિ સૌથી વધારે ચાલી છે, જેનો સૌથી મોટો ભોગ જમ્મું કાશ્મીર બન્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, આ લોકો કહી રહ્યા છે કે, મોદીનો કોઈ પરિવાર નથી, પરંતુ દેશના લોકો તેમને સારો એવો જવાબ આપી રહ્યાં છે. આ અંગે વાત કરવામાં આવે તો દેશના ખુણે ખુણેથી લોકો કહીં રહ્યા છે કે, ‘મેં હું મોદી કા પરિવાર’. આવી અનેક વાતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતીં.
#WATCH | Srinagar, J&K: Prime Minister Narendra Modi says "J&K has been a huge victim of 'Parivarvad' and corruption. The previous governments here had left no stone unturned to destroy our J&K Bank, by filling the bank with their relatives and nephews, these 'Parivarvadis' have… pic.twitter.com/6PJVAlcI3Y
— ANI (@ANI) March 7, 2024
તો ચાલો પીએમ મોદીએ કરેલી 10 વાતો જાણીએ....
01. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરના લોકોને હવે પોતાના અધિકારો મળી રહ્યાં છે. અહીં, જ્યારે કલમ 370 સમાપ્ત થઈ ત્યારે પાકિસ્તાનના વિસ્થાપિત લોકો અને વાલ્મિકી પરિવારોને હવે તેમના અધિકારો મળી રહ્યા છે.
02. પરિવારવાદી પાર્ટીઓએ જમ્મુ કાશ્મીરના લોકોને દશકો સુધી પોતાના અધિકારોથી વંચિત રાખ્યા હતાં. આજે દરેક વર્ગને પોતાના ઉચિત અધિકારો મળી રહ્યાં છે. આજે દરેક કાયદો દેશની સાથે અહીં પણ લાગું પડી રહ્યો છે.
03. જમ્મું કાશ્મીર માત્ર એક વિસ્તાર નથી પરંતુ દેશનું માથું છે. દેશનું માથું ઊંચું હોવું જોઈએ. તે માટે અહીંનો વિકાસ કરવો ખુબ જ જરૂરી છે.
04. જમ્મુ કાશ્મીર બેંકમાં પણ કેટલાક લોકો પોતાના પરિવારના લોકોથી ભરવામાં આવ્યા અને તે ડુબતા ગયાં. ગરીબોના પૈસા પણ ડૂબી ગયા હતાં. અત્યારે તો ડૂબતા નથી પરંતુ જમા થઈ રહ્યાં છે અને આ અમે કરેલા સુધારાની અસર છે.
05. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રમઝાન થોડા દિવસોમાં શરૂ થઈ રહ્યો છે. દરેક લોકોને અમન અને ઈબાદતના પર્વની સૌથી પહેલા શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
06. પ્રધાનમંત્રીએ શંકરાચાર્યને યાદ કરતા કહ્યું કે, આ ધરતી તેમની છે. કાલે મહાશિવરાત્રિ પણ છે તો તેની પણ સૌ લોકોને શુભેચ્છાઓ આપી હતી.
07. પ્રધાનમંત્રી મોદીએ પોતાની જમ્મુ કાશ્મીર યાત્રા દરમિયાન 6400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું
08. પીએમ મોદીએ કહ્યું કે, આજે જમ્મુ કાશ્મીર કહીં રહ્યું છે કે, અમે મોદીનો પરિવાર છીએ. મેં પણ જમ્મું કાશ્મીરને હંમેશા પોતાનો પરિવાર માન્યો છે. પરિવારના લોકો હંમેશા દિલની પાસે હોય છે.
09. વડાપ્રધાને કહ્યું કે, આજે અહીં પરિવારવાદી લોકોની દુકાનો બંધ થઈ ગઈ છે. તેમનો ફેલાયો ભ્રમ પણ ખતમ થઈ ગયો છે.
10. પીએમ મોદીએ કહ્યું કે, આ સમય હવે નવો છે. આ જ કાશ્મીર માટે શ્યામા પ્રસાદ મુખર્જીએ બલિદાન આપ્યું હતું. આજે આ નવું કાશ્મીર છે, જેની લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યાં હતાં.