Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi With Nazim: જાણો કોણ છે આ નાઝીમ? જેણે વડાપ્રધાન સાથે સેલ્ફી લીધી

PM Modi With Nazim: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મું કાશ્મીરના પ્રવાસ દરમિયાન બખ્શી સ્ટેડિયમમાં વિકસિત ભારતના લાભાર્થિઓ સાથે વાત કરી હતીં. જ્યારે તેઓ નાઝીમ નામના લાભાર્થી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે નાઝીમે પીએમ મોદી સાથે સેલ્ફી લેવાની દિલની ઈચ્છા...
pm modi with nazim  જાણો કોણ છે આ નાઝીમ  જેણે વડાપ્રધાન સાથે સેલ્ફી લીધી
Advertisement

PM Modi With Nazim: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મું કાશ્મીરના પ્રવાસ દરમિયાન બખ્શી સ્ટેડિયમમાં વિકસિત ભારતના લાભાર્થિઓ સાથે વાત કરી હતીં. જ્યારે તેઓ નાઝીમ નામના લાભાર્થી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે નાઝીમે પીએમ મોદી સાથે સેલ્ફી લેવાની દિલની ઈચ્છા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ આ યુવકની ઈચ્છા પૂરી કરી અને આ સેલ્ફી પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી.

નરેન્દ્ર મોદીએ નાઝીમ સાથે કરી હતી વાત

જ્યારે નાઝીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લેવાની વાત કરી તો વડાપ્રધાને રહ્યું કે, ‘હા જરૂર, હું SPG ટીમને કહીશ કે તમને મારી પાસે લઈ આવે. ચોક્કસ સાથે સેલ્ફી લેશે.’ આ ફોટોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરતા વડાપ્રધામ મોદીએ લખ્યું કે, ‘ મારા મિત્ર નાઝીમ સાથે યાદગાર સેલ્ફી, હું તેના સારા કામથી પ્રભાવિત છું. જાહેર બેઠકમાં તેમણે સેલ્ફી લેવાની વાત કરી હતી, તેનાથી મને ખુબ જ ખુશી મળી હતી. તેમના ભવિષ્યના કાર્યો માટે મારી ખુબ શુભેચ્છાઓ છે.’ વડાપ્રધાને આ દરમિયાન નાઝીમને પૂછ્યું હતું કે, તેને જ્યારે ભણતા હતા ત્યારે તમારૂ સપનું શું હતું? તેના જવાબમાં નાઝીમે કહ્યું કે, ‘જ્યારે હું 10 મું ભણતો હતો ત્યારે મારા પરિવારજનો કહેતા હતા કે, ડોક્ટર બનો, એન્જિનિયર બનો પરંતુ મે ઘરવાળાની એક પણ વાત માની નહોતી.

Advertisement

Advertisement

નાઝીમ કાશ્મીરમાં મધમાખી ઉછેર કરે છે

વિકસિત ભારતના લાભાર્થી નાઝીમે પીએમ મોદીથી વાત કરતા કહ્યું કે, ‘હું મધમાખી ઉછેર કરીને મધ નિકાળવાનું કામ કરૂં છે. મે અત્યાર સુધીમાં 5 હજાર કિલો મધ વેચ્યું છે. મેં વિચાર્યું કે આનો લાભ હું એકલો જ નહીં લઈશ, મારી સાથે અન્ય યુવાનોને પણ સામેલ કરીશ. ધીમે ધીમે લગભગ 100 લોકો મારી સાથે જોડાયા. અમને 2023માં FPO મળ્યો અને તે પછી કોઈ ચિંતા નથી. અમે પણ દેશ સાથે આગળ વધ્યા છીએ.”

આજે નાઝીમ 200 બોક્સમાં મધમાખી ઉછેર કરે છે

વાસ્તવમાં નાઝીમ નઝીર કાશ્મીરના પુલવામાનો રહેવાસી છે. તે મધમાખી ઉછેર કરે છે. પીએમ મોદી સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે આજે કાશ્મીરી મધની કિંમત એક હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. નાઝિમનો પરિવાર ઇચ્છતો હતો કે તે ડોક્ટર કે એન્જિનિયર બને પરંતુ તેણે મધમાખી ઉછેર કરવાનું શરૂ કર્યું. નાઝીમે માત્ર બે બોક્સથી મધમાખી ઉછેરની શરૂઆત કરી હતી અને આજે તે 200 બોક્સમાં કરી રહ્યો છે.

આ પણ વાંચો: PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જમ્મી કાશ્મીર ભાષણમાં કરેલી ખાસ 10 વાતો

આ પણ વાંચો: PM Modi In Srinagar : ‘370 ના નામે કેટલાક રાજકીય પરિવારો લાભ લઈ રહ્યા હતા, કોંગ્રેસે તેમને ગેરમાર્ગે દોર્યા…’

આ પણ વાંચો: PM એ કાશ્મીર પહોંચતા જ શંકરાચાર્ય હિલને સલામ કરી, લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા…

Tags :
Advertisement

.

×