Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat BJP : 27 ફેબ્રુઆરીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

Gujarat BJP : લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે ગુજરાત ભાજપ (Gujarat BJP) દ્વારા આજથી તમામ લોકસભા બેઠમાં સેન્સ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. સેન્સ મેળવ્યા બાદ 27 તારીખે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગુજરાત ભાજપ (Gujarat BJP)ની પાર્લામેન્ટરી બોર્ડની...
12:56 PM Feb 26, 2024 IST | Vipul Pandya
GUJARAT BJP

Gujarat BJP : લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે ગુજરાત ભાજપ (Gujarat BJP) દ્વારા આજથી તમામ લોકસભા બેઠમાં સેન્સ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. સેન્સ મેળવ્યા બાદ 27 તારીખે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગુજરાત ભાજપ (Gujarat BJP)ની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં લોકસભા બેઠક દીઠ ઉમેદવારોનું મેથન થશે. 28મીએ દિલ્હીમાં રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં ઉમેદવારોના નામની યાદી પર અંતિમ મહોર મારવામાં આવશે.

ભાજપ લોકસભા સીટ વાઇઝ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપ દ્વારા આજથી તમામ લોકસભા બેઠક પર સેન્સ પ્રક્રિયા શરુ કરી દેવાઇ છે. ભાજપ લોકસભા સીટ વાઇઝ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ છે. લોકસભા બેઠકના ભાજપ પ્રભારી અને સહ પ્રભારી બે દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. ઉફરાંત ક્લસ્ટર ઇન્ચાર્જ, પ્રભારી, સહપ્રભારીઓને પણ સેન્સ લેવા સૂચના અપાઇ છે. ભાજપના કાર્યાલયો પર કાર્યકરો અને સ્થાનિક નેતાઓનો મત જાણશે. ઉમેદવારોને પણ સાંભળવામાં આવશે. સવારથી જ વિવિધ લોકસભા બેઠક પર મોટી સંખ્યામાં કાર્યકરો અને ઉમેદવારો પહોંચી રહ્યા છે. સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરો, વિવિધ મોરચાના આગેવાનો  પણ પોતાનો મદ રજૂ કરી રહ્યા છે.

27મી એ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બેઠક

સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુજરાત ભાજપની 27મી એ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બેઠક મળશે જેમાં લોકસભા બેઠક દીઠ આવેલા ઉમેદવારોના નામ પર મંથન થશે. આ મંથન બાદ 28 તારીખ દિલ્હીમાં રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બેઠક મળશે જેમાં વિવિધ રાજ્યોમાંથી લોકસભા બેઠક દીઠ આવેલા નામો પર ચર્ચા થશે અને ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવશે.

આ પણ વાંચો----BSP : PM MODI સાથે લંચ કરનારા સાંસદ BJP માં જોડાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BJPGujaratGujarat BJPloksabha electionloksabha election 2024loksabha seatParliamentary boardSense process
Next Article