Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Yogi Cabinet: યોગી સરકારના મંત્રી મંડળની સંખ્યા વધી, ઓમ પ્રકાશ રાજભર સહિત 4 મંત્રીઓ જોડાયા

Yogi Cabinet: ઉત્તર પ્રદેશમાં હવે યોગી આદિત્યનાથ સરકારના મંત્રીમંડળની સંખ્યા વધીને 56 થઈ ગઈ છે. આજે મંગળવારે રાજભવનમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીને નેતા ઓમ પ્રકાશ રાજભર, રાષ્ટ્રીય લોકદળના નેતા અનિલ કુમાર, ભારતીય જનતા પાર્ટીના નેતા દારા સિંહ...
yogi cabinet  યોગી સરકારના મંત્રી મંડળની સંખ્યા વધી  ઓમ પ્રકાશ રાજભર સહિત 4 મંત્રીઓ જોડાયા

Yogi Cabinet: ઉત્તર પ્રદેશમાં હવે યોગી આદિત્યનાથ સરકારના મંત્રીમંડળની સંખ્યા વધીને 56 થઈ ગઈ છે. આજે મંગળવારે રાજભવનમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીને નેતા ઓમ પ્રકાશ રાજભર, રાષ્ટ્રીય લોકદળના નેતા અનિલ કુમાર, ભારતીય જનતા પાર્ટીના નેતા દારા સિંહ ચૌહાણ અને સુનિલ કુમાર શર્માને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. નોંધનીય છે કે, યોગી સરકારના કેબિનેટની કુલ સંખ્યા 56 થઈ ગઈ છે. કેબિનેટમાં હવે બિનઅનામત વર્ગના ચહેરાઓની સંખ્યા વધીને 24 અને OBC ચહેરાઓની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. SC-STની ભાગીદારી વધીને 10 થઈ.

Advertisement

મુખ્યમંત્રી યોગી સહિત ઉપ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા

ઉલ્લેખનીય છે કે, શપથ વિધિ (Yogi Cabinet) દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને ડેપ્યૂટી મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક પર ઉપસ્થિત કહ્યાં હતા. નોંધનીય છે કે, કેબિનેટ વિસ્તરણ પહેલા, SBSP રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે કહ્યું, 'આ એક મોટી જવાબદારી છે. રાજ્યમાં ગરીબો, દલિતો, પછાત વર્ગો અને લઘુમતીઓ માટેની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ છે.

Advertisement

આ અંગે અનિલ કુમારે આવ્યું નિવેદન

આરએલડીના ધારાસભ્ય અનિલ કુમારે કહ્યું, 'હું પાર્ટી અધ્યક્ષ જયંત ચૌધરી, પીએમ મોદી, સીએમ યોગી આદિત્યનાથનો આભાર માનું છું. મને જે પણ જવાબદારીઓ આપવામાં આવશે તે હું નિભાવીશ. આ દરમિયાન ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, આજે કેબિનેટ વિસ્તરણ થવા જઈ રહ્યું છે. જેઓ આજે મંત્રી બનવા જઈ રહ્યા છે તેમને મારી શુભકામનાઓ. સ્વતંત્ર દેવ સિંહે કહ્યું કે નવા મંત્રીઓને મારી શુભેચ્છાઓ. જ્યારે પણ સપા-બસપા સત્તામાં આવ્યા છે, તેમણે લોકોને લૂંટ્યા છે. ભાજપ સત્તામાં આવે ત્યારે ગરીબોની સેવા કરે છે. કાયદાનું શાસન, સુરક્ષા, રોકાણકારો અને વધુ સારા રસ્તા અને હવાઈ જોડાણ છે.

આ પણ વાંચો: Rahul gandhi: રાહુલ ગાંધીનું વડાપ્રધાન પર નિશાન, કહ્યું – PM ઈચ્છે છે કે તમે ‘જ્ય શ્રીરામ બોલો ઔર ભૂખે મર જાઓ’

આ પણ વાંચો: PM Modi : PM મોદીએ અભિનેત્રી વૈજયંતિમાલા સાથેની મુલાકાતની તસવીરો કરી શેર

Advertisement
Tags :
Advertisement

.