ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Congress: 2024 માં કોંગ્રેસને અલવિદા કહેનારા દિગ્ગજ નેતાઓની યાદી, મોટાભાગના BJP માં જોડાયા

Congress: કોંગ્રેસ માટે લોકસભાની ચૂંટણી ભારે કપરી રહેવાની છે.ઘણા દિગ્ગજ નેતાઓ અત્યાર સુધીમાં કોંગ્રેસને અલવિદા કહીં દીધું છે. જેથી કોંગ્રેસ પાર્ટીનું નમતુ જોવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, કોંગ્રેસમાંથી માત્ર નાના નેતાઓ કે, કાર્યકર્તાઓ જ નથી ગયા પરંતુ દિગ્ગજ...
09:58 PM Apr 04, 2024 IST | VIMAL PRAJAPATI
Congress

Congress: કોંગ્રેસ માટે લોકસભાની ચૂંટણી ભારે કપરી રહેવાની છે.ઘણા દિગ્ગજ નેતાઓ અત્યાર સુધીમાં કોંગ્રેસને અલવિદા કહીં દીધું છે. જેથી કોંગ્રેસ પાર્ટીનું નમતુ જોવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, કોંગ્રેસમાંથી માત્ર નાના નેતાઓ કે, કાર્યકર્તાઓ જ નથી ગયા પરંતુ દિગ્ગજ નેતાઓની યાદી પણ અહીં લાંબી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસ પર અત્યારે તેમના જ નેતાઓને વિશ્વાસ નથી રહ્યો છે. જો કે, આ બાબતે ભાજપ બાજી મારી રહ્યું છે. કારણ કે, ભારતીય જનતા પાર્ટી પ્રતિદિન મજબૂત થઈ રહીં છે. તો ચાલો જાણીએ કોંગ્રેસને છોડીને દેનારા નેતાઓ વિશે...

સંજય સિંહ

નોંધનીય છે કે, કોંગ્રેસ (Congress) અત્યારે પડીભાંગી તેમ કહો તો પણ ચાલે કારણ કે, અમેઠીના સાંસદ અને ધારાસભ્ય રહી ચૂકેલા સંજય સિંહે પણ કોંગ્રેસને અલવિદા કહીંને બીજેપીનો સાથે આપ્યો છે.

અશોક ચવ્હાણ

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના મોટા શહેરોમાંના એક, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના ભૂતપૂર્વ મહારાષ્ટ્ર અધ્યક્ષ અને સાંસદ અશોક ચવ્હાણે વર્ષ 2024 માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાયા. અશોક ચવ્હાણ પણ કોંગ્રેસની કાર્યશૈલીથી નારાજ હતા.

નવીન જિંદલ

જાણીતા ઉદ્યોગપતિ અને કોંગ્રેસના નેતા તરીકે પોતાની નામના ખુબ જ હતી એવા નવીન જિંદલે પણ કોંગ્રેસને બાયબાય કહીં દીધું છે. નોંધનીય છે કે, નવીન જિંદાલ કોંગ્રેસની ટિકિટ પર કુરુક્ષેત્રથી સાંસદ રહી ચુક્યા છે અને ભાજપે પણ નવીન જિંદાલને 2024ની લોકસભા ચૂંટણીમાં કુરુક્ષેત્રથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

રવનીત બિટ્ટુ

તમને જણાવી દઈએ કે, પંજાબની લુધિયાણા સીટના કોંગ્રેસના સાંસદ રવનીત સિંહ બિટ્ટુ વર્ષ 2024માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ સાથે બીજેપીએ લોકસભા ચૂંટણીમાં રવનીત સિંહ બિટ્ટુને લુધિયાણાથી ઉમેદવાર બનાવ્યા છે. રવનીત સિંહ બિટ્ટુ પંજાબના રાજકારણમાં એક મોટું નામ છે અને તે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા બિઅંત સિંહના પૌત્ર છે.'

સુષ્મિતા દેવ

આસામથી સાંસદ રહી ચૂકેલા અને લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા સુષ્મિતા દેવ કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. સુષ્મિતા દેવ હાલમાં રાજ્યસભાના સાંસદ છે. તેઓ કોંગ્રેસમાં રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.

ગુલામ નબી આઝાદ

કોંગ્રેસ (Congress) ના વરિષ્ઠ નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રમાં અને કોંગ્રેસ પાર્ટી સંગઠનમાં ઘણી મહત્વની જવાબદારીઓ નિભાવી ચૂકેલા ગુલામ નબી આઝાદ પાર્ટીમાં પાર્ટી નેતૃત્વ અને નિર્ણય લેવાની શૈલી પર સવાલો ઉઠાવી રહ્યા હતા અને આ અંગે તેમણે કોંગ્રેસના અન્ય 22 નેતાઓ સાથે મુદ્દો ઉઠાવ્યો હતો. નોંધનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આ તેમણે આ અંગે પત્ર પણ લખ્યો હતો. પાર્ટીમાં તેમની માંગણીઓ લાગુ કરવા માટે લાંબા સમય સુધી રાહ જોયા પછી, ગુલામ નબી આઝાદે આખરે એક લાંબો પત્ર લખીને કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને પોતાની નવી પાર્ટી બનાવી. ગુલામ નબી આઝાદે વર્ષ 2022માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને આ વર્ષે તેમની નવી પાર્ટીની રચના કરી હતી.

આરપીએન સિંહ

આરપીએન સિંહે પણ કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહીં છે. તેમની વાત કરવામાં આવે તો તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા, કેન્દ્રીય મંત્રી રહેલા અને કોંગ્રેસની અંદર સંગઠનમાં ઝારખંડની જવાબદારી સંભાળી ચૂકેલા આરપીએન સિંહે યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી દીધી હતી. નોંધનીય છે કે, તેઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. આરપીએન સિંહ પણ પાર્ટીની કાર્યશૈલીથી નારાજ હતા. ભાજપે આરપીએન સિંહને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે.

સુરેશ પચૌરી

50 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા મધ્યપ્રદેશના મોટા ચહેરાઓમાંથી એક સુરેશ પચૌરી માર્ચ 2024માં ભાજપમાં જોડાયા હતા. સુરેશ પચૌરી કોંગ્રેસની ટિકિટ પર ચાર વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા અને કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસ સાથેના તેમના જોડાણ દરમિયાન, સુરેશ પચૌરીએ એક વખત લોકસભાની ચૂંટણી અને એક વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ બંને વખત તેઓ હારી ગયા હતા.

અર્જુન મોઢવાડિયા

ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા કે, જેમણે ગુજરાતમાં કોગ્રેસને મજબૂત રાખવા માટે મહત્વો ફાળો આપ્યો છે તેવા અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને અલવિદા કહીં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નોંધનીય છે કે, અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામના અભિષેક અંગે કોંગ્રેસના સ્ટેન્ડ પર જાહેરમાં સવાલ ઉઠાવનાર ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ માર્ચ 2024માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાયા હતા. અર્જુન મોઢવાડિયા 40 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા.

મિલિંદ દેવરા

મનમોહન સિંહ સરકારમાં કેન્દ્રમાં મંત્રી રહેલા મિલિંદ દેવરા જાન્યુઆરી 2024માં કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાયા હતા. શિવસેનાએ બાદમાં તેમને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા અને મિલિંદ દેવરા રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા. મિલિંદ દેવરા પણ એવા કોંગ્રેસના નેતાઓમાં સામેલ હતા જેઓ પાર્ટીની કાર્યશૈલીથી નારાજ હતા.

બોક્સર બિજેન્દર સિંહ

બોક્સર બિજેન્દર સિંહ બોક્સિંગમાં ભારતના પ્રથમ ઓલિમ્પિક મેડલ વિજેતા છે. તેમને પોતાના રાજનીતિની શરૂઆત કોંગ્રેસ પાર્ટીથી કરી હતીં. 2019 ની લોકસભા ચૂંટણીમાં તેમને કોંગ્રેસે ટિકિટ પણ આપી હતીં. જોકે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે પણ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. અત્યારે તેઓ બીજેપીમાં જોડાઈ ગયાં છે. વિજેન્દર સિંહે કોંગ્રેસની ટિકિટ પર દક્ષિણ દિલ્હીથી છેલ્લી લોકસભા ચૂંટણી લડી હતી અને આ વખતે પણ તેમનું નામ મથુરાથી ચૂંટણી લડવા માટેના સંભવિત ઉમેદવારોમાં હતું.

રાજેશ મિશ્રા

વારાણસીથી કોંગ્રેસના સાંસદ રહેલા રાજેશ મિશ્રા માર્ચ 2024માં ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસને અત્યારે એક પછી એક ફટકા પડી રહ્યાં છે.

બાબા સિદ્ધિકી

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રહેલા બાબા સિદ્દીકી ફેબ્રુઆરી 2024માં કોંગ્રેસ છોડીને અજિત પવારની NCPમાં જોડાયા હતા. નોંધનીય છે કે, કોંગ્રેસમાં તેમણે ઘણા વર્ષો સુધી સેવા આપી હતી. જોકે, અત્યારે તેમણે કોંગ્રેસથી નારાજ થઈને અજીત પવારની એનસીપી પાર્ટી જોઈન કરી લીધી છે.

વિભાકર શાસ્ત્રી

લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રી ફેબ્રુઆરી 2024માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. અત્યારે ભારતીય જનતા પાર્ટી વધુને વધુ મજબૂત થઈ રહીં છે. કારણ કે, કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે.

આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીના નજીકના ગણાતા અને સચિન પાયલટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવાની હિમાયત કરનારા આચાર્ય પ્રમોદ કૃષ્ણમને કોંગ્રેસે પક્ષ વિરોધી નિવેદનો કરવા બદલ સસ્પેન્ડ કરી દીધા હતા. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ પણ ભગવાન રામના અભિષેકમાં કોંગ્રેસ પાર્ટીના સ્ટેન્ડથી નારાજ હતા અને તેનો વિરોધ કર્યો હતો.

રોહન ગુપ્તા

કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના વડા રહેલા રોહન ગુપ્તાએ તાજેતરમાં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ (Congress)એ રોહન ગુપ્તાને ગુજરાત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેમના પિતાની તબિયતને ટાંકીને રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. આ પછી પાર્ટીના નેતાઓ દ્વારા તેમની સામે કેટલીક પ્રતિક્રિયાઓ આવી હતી અને તેથી તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને અપીલ કરી હતી. ઉમેદવારી પત્રો લખીને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું.

આ પણ વાંચો: PM Modi in Bihar: PM મોદીનો ચૂંટણી પ્રચાર, કહ્યું – 2024 ની ચૂંટણી ભારત અને તેના ભવિષ્ય માટે નિર્ણાયક

આ પણ વાંચો: Congress : માત્ર 2 દિવસમા 3 દિગ્ગજે અલવિદા કહેતા કોંગ્રેસને ઝટકો

આ પણ વાંચો: PM Jamui Rally : PM એ જમુઈ રેલીમાં કોંગ્રેસ-RJD પર કર્યા પ્રહારો, ચિરાગને નાનો ભાઈ કહ્યો…

Tags :
2024 Lok Sabha ElectionAcharya Pramod Krishnamarjun modhvadiaBihar Lok Sabha Electionsbjp joineBoxer Vijender SinghBoxer Vijender Singh join BJPCongress Indianational newsTop National NewsVimal Prajapati
Next Article