Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MP : રાહુલ ગાંધી પર શિવરાજનો કટાક્ષ, કહ્યું- 'ફ્યુલ હેલિકોપ્ટરનું નહીં, પરંતુ કોંગ્રેસનું સમાપ્ત થયું છે'

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો હાઇપર એક્ટિવ મોડમાં પ્રચારમાં વ્યસ્ત છે. આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. આ દરમિયાન મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શહડોલ પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરમાં ઈંધણ...
mp   રાહુલ ગાંધી પર શિવરાજનો કટાક્ષ  કહ્યું   ફ્યુલ હેલિકોપ્ટરનું નહીં  પરંતુ કોંગ્રેસનું સમાપ્ત થયું છે

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો હાઇપર એક્ટિવ મોડમાં પ્રચારમાં વ્યસ્ત છે. આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. આ દરમિયાન મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શહડોલ પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરમાં ઈંધણ ખતમ થઈ જતા તેની આકરી ટીકા કરી હતી. શિવરાજ સિંહ ચૌહાણે કટાક્ષ કરતા કહ્યું કે, હેલિકોપ્ટરનું ફ્યુલ નહીં પણ કોંગ્રેસ પાર્ટીનું ફ્યુલ ખતમ થઇ ગયું છે. વાસ્તવમાં રાહુલ ગાંધી સોમવારે MP ના પ્રવાસે હતા. અહીં તેમણે મંડલા અને શહડોલમાં બે રેલીઓને સંબોધિત કરી. તે સોમવારે જ શહડોલથી રવાના થવાનો હતો, પરંતુ તેના હેલિકોપ્ટરમાં ફ્યુલ ખતમ થઈ ગયું હતું. બાદમાં ઈંધણની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે તેનું હેલિકોપ્ટર ઉપડી શક્યું ન હતું. જેના કારણે રાહુલને શહડોલમાં જ રાત વિતાવવી પડી હતી.

Advertisement

પૂર્વ સાંસદ CM શિવરાજ સિંહ ચૌહાણે આ અંગે ઝાટકણી કાઢી હતી. એક રેલીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે તેઓ સવારથી વિવિધ કાર્યક્રમો કરીને ચવલપાણી પહોંચ્યા હતા. મને રસ્તામાં કહેવામાં આવ્યું કે તોફાન છે, ચવલપાણીમાં ન જાવ. મેં કહ્યું કે ગમે તેટલું વાવાઝોડું આવે, હું મારા લોકોને ચોક્કસ મળીશ. અમે લોકોને પ્રેમ કરીએ છીએ, તેથી જ તોફાન અને વાવાઝોડામાં પણ આવીએ છીએ. તેમણે કહ્યું કે બીજી તરફ, રાહુલ ગાંધી જી શહડોલ આવ્યા હતા, જ્યારે તેમનું હેલિકોપ્ટર ત્યાં ઉડ્યું ન હતું, ત્યારે તેમણે કહ્યું કે તેમાં ફ્યુલ સમાપ્ત થઈ ગયું છે. ચોપરનું ફ્યુલ નહીં, કોંગ્રેસનું જ ખતમ થઈ ગયું છે.

Advertisement

રાહુલ ગાંધી આજે રવાના થશે...

પહેલા ઈંધણ ખતમ થવાને કારણે અને પછી ખરાબ હવામાનને કારણે રાહુલ ગાંધી શહડોલમાં જ રોકાયા હતા. મધ્ય પ્રદેશ (MP) કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારી પણ તેમની સાથે હતા. જીતુ પટવારીએ જણાવ્યું કે તેને જબલપુર જવાનું હતું અને ત્યાંથી દિલ્હી જવા રવાના થવાનું હતું. રાહુલ હવે મંગળવારે જબલપુર જવા રવાના થશે. આ પહેલા રાહુલ ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે ભોજન લેતા જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતા તેણે લખ્યું, થોડો હેલિકોપ્ટરનો મૂડ બદલાયો, થોડો અમારો, પછી આજે સાંજે, શહડોલના નામે.

MP માં 4 તબક્કામાં ચૂંટણી યોજાશે...

મધ્યપ્રદેશમાં લોકસભાની 29 બેઠકો માટે ચાર તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 6 બેઠકો પર મતદાન થશે. ત્યાર બાદ 26મી એપ્રિલે 7 બેઠકો પર, 7 મી મેના રોજ 8 બેઠકો અને 13 મી મેના રોજ 8 બેઠકો પર મતદાન થશે. પરિણામ 4 જૂને આવશે. 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીં 29 માંથી 28 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસ માત્ર છિંદવાડા બેઠક પરથી જ જીતી શકી હતી.

Advertisement

આ પણ વાંચો : Shahdol: રાહુલ ગાંધીના હેલિકોપ્ટરમાં ફ્યુલ ખૂટ્યું, ટેકઓફ ન થતા રાત રોકાવું પડ્યું

આ પણ વાંચો : સદીઓ પછી અયોધ્યામાં ઉજવાશે ભવ્ય Rama Navami, લાખોની સંખ્યામાં ભક્તો આવશે

આ પણ વાંચો : Terrorist Attack: શ્રીનગરમાં થયો આતંકવાદી હુમલો, ભારતીય સુરક્ષા દળોએ કાર્યવાહી હાથ ધરી

Tags :
Advertisement

.