Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

 Indore  માં મળી રહી છે મોદીની ગેરંટીવાળી 5 ફ્લેવરની સ્પેશયલ ચા

Indore : ચૂંટણીની મોસમ ચાલી રહી છે અને આવી સ્થિતિમાં રાજકીય પક્ષો પ્રજાને રીઝવવા અવનવા અખતરા કરતા રહે છે. જનતાનું ધ્યાન આકર્ષિત કરવા માટે નેતાઓ અને તેમના સમર્થકો કંઇક અલગ કરે છે. લોકસભા ચૂંટણીમાં આ વખતે ફરી એકવાર ‘મોદી કી...
05:04 PM Apr 06, 2024 IST | Vipul Pandya
modi tea stall

Indore : ચૂંટણીની મોસમ ચાલી રહી છે અને આવી સ્થિતિમાં રાજકીય પક્ષો પ્રજાને રીઝવવા અવનવા અખતરા કરતા રહે છે. જનતાનું ધ્યાન આકર્ષિત કરવા માટે નેતાઓ અને તેમના સમર્થકો કંઇક અલગ કરે છે. લોકસભા ચૂંટણીમાં આ વખતે ફરી એકવાર ‘મોદી કી ચાય’ ચર્ચામાં છે. બીજેપીના વરિષ્ઠ નેતા અને ઈન્દોર ( Indore) મ્યુનિસિપલ કોર્પોરેશનના MIC સભ્ય મનીષ શર્માએ મોદીની ગેરંટી સાથે ચાનો સ્ટોલ લગાવ્યો છે, જે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યો છે.

લોકો પણ આ ચા ની ચૂસકી લેવાનું ચૂકતા નથી

સ્ટોલ પર પાંચ પ્રકારની ફ્લેવરવાળી ચા બનાવવામાં આવી છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને પછી મફતમાં ચા મળતી હોય તો કહેવું? બીજેપી નેતા મનીષ શર્માએ કહ્યું કે આ ટી સ્ટોલ ઈન્દોરની અલગ-અલગ વિધાનસભા બેઠકમાં લગાવવામાં આવશે. આ ઉપરાંત જ્યાં પણ ભાજપના મોટા કાર્યક્રમો હશે, ત્યાં પણ આ સ્ટોલ લગાવવામાં આવશે. આ ચા લોકો માટે પાંચ ફ્લેવરમાં ઉપલબ્ધ છે. લોકો પણ આ ચા ની ચૂસકી લેવાનું ચૂકતા નથી. આકર્ષણનું કેન્દ્ર બનેલા આ ટી સ્ટોલ પર લોકોની ભીડ જામે છે અને ચાની મજા માણી રહ્યા છે.

આ 5 સ્વાદવાળી ચાના નામ છે

1. અબ કી બાર 400 પાર (સ્પેશિયલ ટી)

2. ધન્યવાદ મોદી (ઉત્તમ ચા)

3. ભાજપ હે મેરી જાન (સુપર ટી)

4. મોદી હૈ તો મુમકીન હૈ ( કડક ચા)

5. આત્મનિર્ભર ભારત (ટિમટીમ ચાય)

સ્ટોલનું નામ રખાયુ "મોદી કી ગેરંટી"

પાંચ ફ્લેવર્સ સાથેના આ ટી સ્ટોલને “મોદી કી ગેરંટી” નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અબ કી બાર 400 પાર, ફ્રી ટી રથ, પાંચ સ્પેશ્યલ ટી જેવા સૂત્રો લખવામાં આવ્યા છે. આ નામ મોદી સરકારના કામની ગેરંટી અને યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે રાખવામાં આવ્યા છે.પાંચ પ્રકારના ફ્લેવર અંગે મનીષ શર્માએ કહ્યું કે લોકોને આ ચા ભાજપની યોજનાઓ, આયુષ્માન ભારત, પીએમ સન્માન નિધિ, પીએમ આવાસ યોજના અને ભાજપ દ્વારા કરવામાં આવેલા અન્ય જન કલ્યાણના કાર્યોના નામે પીરસવામાં આવી રહી છે. આ સ્ટોલ દ્વારા બીજેપી માત્ર પોતાનો પ્રચાર જ નથી કરી રહી પણ ચાની ચૂસકી લેતા લોકોને વિવિધ પ્રકારની માહિતી પણ આપી રહી છે. તમને જણાવી દઈએ કે આજે આ સ્ટોલ ઈન્દોરના ભાજપ કાર્યાલયની બહાર લગાવવામાં આવ્યો હતો.

ભાજપના નેતાઓએ પણ બનાવી ચા

આ ટી સ્ટોલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જેનો લાભ ભાજપના અનેક નેતાઓ લઈ રહ્યા છે. મંત્રી તુલસી સિલાવત પણ સ્ટોલ પર પહોંચ્યા, ચા બનાવી અને મોદીની ગેરંટી વિશે વાત કરી. આ ઉપરાંત લોકસભાના ઉમેદવાર શંકર લાલવાણી, ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવ અને ઈન્દોર સિટી પ્રેસિડેન્ટ ગૌરવ રણદિવેએ પણ ચા તૈયાર કરી અને લોકોને પીરસી. તમને જણાવી દઈએ કે ટી સ્ટોલ પર અબ કી પાર 400 પાર, મફત ચાનો રથ, મોદીની ગેરંટી અને પાંચ સ્પેશિયલ ચા જેવા નારા લખેલા છે. તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના ઉમેદવાર શંકર લાલવાણીની તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી છે.

આ પણ વાંચો------- PM Modi in Saharanpur: ભાજપ માટે રાજનીતિ નહીં રાષ્ટ્રનીતિ પ્રથમ – વડાપ્રધાન મોદી

Tags :
BJPbjp tea stallElectionflavors teaindoreindore newsloksabha election 2024Madhya PradeshModi's guaranteNationalspecial teaTea Stall
Next Article