UP ના એક પોલીંગ બૂથ પર 8 વખત મતદાન કરનારની ધરપકડ, સમગ્ર પોલીંગ પાર્ટી પણ સસ્પેન્ડ... Video
ઉત્તર પ્રદેશ (UP) પોલીસે રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોના સંબંધમાં એક યુવકની ધરપકડ કરી હતી, જેમાં તેને એક મતદાન મથક પર BJP ના ઉમેદવારની તરફેણમાં ઘણા મત આપતા દર્શાવવામાં આવ્યા હતા. આરોપીની ઓળખ રાજન સિંહ તરીકે થઇ છે, જેને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષી પાર્ટીઓના ઘણા નેતાઓએ ટ્વિટર પર શેર કર્યો હતો.
'BJP ના ઉમેદવારને 8 વોટ આપ્યા'
2 મિનિટના આ વીડિયોમાં મતદાર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર ઓછામાં ઓછા 8 વખત BJP ના ઉમેદવાર મુકેશ રાજપૂતને વોટ આપતા જોઈ શકાય છે. જોકે, Gujarat First આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી. રાજપૂત ઉત્તર પ્રદેશ (UP)ના ફરુખાબાદ લોકસભા મતવિસ્તારમાંથી BJP ના ઉમેદવાર છે. આ ખુલાસાઓ બાદ, ARO પ્રતિત ત્રિપાઠીણી ફરિયાદના આધારે નયા ગાંવ પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધવામાં આવી હતી. આ કેસ ભારતીય દંડ સંહિતા (IPC) અને અન્ય સંબંધિત કાયદાની કેટલીક કલમો નોંધવામાં આવી છે.
ચૂંટણી પંચે નોંધ લીધી...
ચૂંટણી પંચે પણ આ મામલાની નોંધ લીધી છે અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે પણ આ મતદાન મથક પર ફરી મતદાન કરાવવાની ભલામણ કરી છે. ઉત્તર પ્રદેશ (UP)ના મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે, 'વાઈરલ વીડિયોની નોંધ લેવામાં આવી છે. સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીને ત્વરિત અને અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ચૂંટણી પંચે અધિકારીઓને ઘટના સમયે મતદાન મથક પર હાજર તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અને તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.
અખિલેશ યાદવે વીડિયો શેર કર્યો...
કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP) દ્વારા ટ્વિટર પર આ ઘટનાનો વીડિયો શેર કર્યા બાદ અને ચૂંટણી પંચ (ECI) પાસે કાર્યવાહીની માગણી કર્યા બાદ તરત જ આ કાર્યવાહી કરવામાં આવી છે. કોંગ્રેસે લખ્યું, 'પ્રિય ચૂંટણી પંચ, શું તમે આ જુઓ છો? એક વ્યક્તિ 8 વખત મતદાન કરે છે. હવે જાગવાનો સમય છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ આ વીડિયો શેર કરીને ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માંગ કરી છે. અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, 'જો ચૂંટણી પંચને લાગે છે કે આ ખોટું છે, તો તેણે ચોક્કસ પગલાં લેવા જોઈએ, નહીંતર...BJP ની બૂથ કમિટી વાસ્તવમાં લૂંટ કમિટી છે.'
આ પણ વાંચો : યૌન શોષણ મામલે Brij Bhushan Singh નું પ્રથમ રિએક્શન, કહ્યું- ભૂલ કરી જ નથી તો સ્વીકારું કેમ…
આ પણ વાંચો : Ranchi કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું, ભાજપના આ નેતા વિશે આપ્યું હતું વિવાદિત નિવેદન…
આ પણ વાંચો : Akhilesh Rally Stampede : રેલીમાં ભીડ થઈ બેકાબુ, કાર્યકર્તાઓએ એકબીજા પર ફેંકી ખુરશીઓ