Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ashok Bhalavi: બેતુલ બેઠકના BSP ઉમેદવારનું હાર્ટ એટેકથી થયું નિધન, પાર્ટીમાં શોકનો માહોલ

Ashok Bhalavi: લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે રાજકીય પાર્ટીઓના નેતાઓ ભારે પ્રચાર કરી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશના બેતુલના બસપાના ઉમેદવાર અશોક ભલાવી (Ashok Bhalavi)નું હાર્ટ એટેકથી નિધન થયું છે....
ashok bhalavi  બેતુલ બેઠકના bsp ઉમેદવારનું હાર્ટ એટેકથી થયું નિધન  પાર્ટીમાં શોકનો માહોલ

Ashok Bhalavi: લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે રાજકીય પાર્ટીઓના નેતાઓ ભારે પ્રચાર કરી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશના બેતુલના બસપાના ઉમેદવાર અશોક ભલાવી (Ashok Bhalavi)નું હાર્ટ એટેકથી નિધન થયું છે. મળતી વિગતો પ્રમાણે બપોરે તેમને છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો. આ પછી પરિવારજનો અશોક ભલાવીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જેના કારણે આ બેઠક પરની ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી છે.

Advertisement

અશોક ભલાવીના મોતથી પાર્ટીમાં શોકનો માહોલ

નોંધનીય છે કે, કલેક્ટર નરેન્દ્ર સૂર્યવંશીએ ચૂંટણી પંચને આ બાબતે સૂચના આપી છે. મીડિયા સાથે વાત કરતા એમપીના મુખ્ય ચૂંટણી પદાધિકારી અનુપમ રાજને કહ્યું કે, ‘સપાના ઉમેદવારના અવસાન બાદ હવે બેતુલ બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા નવેસરથી હાથ ધરવામાં આવશે. BSP આ સીટ માટે નવા ઉમેદવારનું નામ જાહેર કરે ત્યાર બાદ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.’

બુધવારે તેમનો અંતિમ સંસ્કાર સોહાગપુર ખાતે રાખવામાં આવશે

વધુમાં મળતી વિગતો પ્રમાણે હાલમાં બેતુલ લોકસભા સીટ માટે ચૂંટણી હવે આગળ વધશે. આ ઘટનાની માહિતી ચૂંટણી પંચને મોકલી દેવામાં આવી છે. આ પછી, ચૂંટણી પંચ અહીં નામાંકન અને મતદાન માટે નવી તારીખની જાહેરાત કરશે. તમને જણાવી દઈએ કે બેતુલમાં બીજા તબક્કા હેઠળ 26 એપ્રિલે મતદાન થવાનું હતું. પરંતુ આ નેતાનું નિધન થતા ચૂંટણી પાછી ખેંચાઈ શકે છે. તમને જણાવી દઈએ કે, અશોક ભલાવી (Ashok Bhalavi) સોહાગપુર ગામના રહેવાસી હતા અને શાકભાજીના વેપારી હતી. પછી તેઓ રાજકારણમાં આવ્યા હતાં. જોકે, અત્યારે તેમનું દુઃખદ અવસાન થયું છે. નોંધનીય છે કે, બુધવારે તેમનો અંતિમ સંસ્કાર તેમના ગામ સોહાગપુર ખાતે રાખવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: Ram Mandir: 21 વર્ષ બાદ ખોલવામાં આવ્યા રામ મંદિરના દરવાજા, નક્સલવાદીઓએ કરાવ્યા હતા બંધ

આ પણ વાંચો: Bihar Shocking News: આને જનેતા કહેવી કે શૈતાન! એક સોગંધ માટે પોતાની જ દીકરીની ચડાવી બલી

આ પણ વાંચો: Rajasthan: દિયરે ભાભી પર નજર બગાડી તો પરિવારે કરી નાખી હત્યા, પોલીસે જણાવી સાચી હકીકત

Tags :
Advertisement

.