Loksabha Elections 2024: કોંગ્રેસને ફરી લાગશે મોટો ઝટકો, UP કોંગ્રેસ અધ્યક્ષ બીજેપીમાં જોડાઈ શકે છે
Loksabha Elections 2024: ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજય રાય પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. અજય રાયે વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અજય રાય બનારસ સિવાય અન્ય કોઈપણ વિસ્તારમાંથી ચૂંટણી લડવા ઈચ્છે છે પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડ ઈચ્છે છે કે તેઓ વારાણસીથી ચૂંટણી લડે. એવી શક્યતા છે કે ભાજપ બલિયાથી અજય રાયને ટિકિટ આપી શકે છે. આ મામલે તેઓ ભાજપના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે.
મથુરામાં અથવા દિલ્હીમાં ભાજપમાં જોડાઈ શકે છે શક્યતા
અજય રાય આજે મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે પણ જઈ શકે છે. જો તેમની ભાજપ હાઈકમાન્ડ સાથે સમજૂતી થઈ જાય તો તેઓ મથુરામાં અથવા દિલ્હીમાં બીજેપી કાર્યાલયમાં જ ભાજપમાં જોડાઈ શકે છે. એવી પણ શક્યતા છે કે પાર્ટી તેમને બલિયા સીટ પરથી પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે. કારણ કે ભાજપે હજુ સુધી બલિયા સીટ માટે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. બલિયામાં સાતમા અને અંતિમ તબક્કામાં મતદાન થવાનું છે.
અજય રાયનો પરિવાર પણ અંસારીથી પરેશાન હતો
મળતી વિગતો પ્રમાણે અજય રાયનો પરિવાર પણ મુખ્તાર અંસારીથી પરેશાન રહેતો હતો. મુખ્તારને યુપી જેલમાં પરત લાવવા માટે યુપી સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી ત્યારે અજય રાયે પંજાબ સરકારના વિરોધ સામે વાંધો ઉઠાવ્યો હતો અને પંજાબની કોંગ્રેસ સરકારનો વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે, મુખ્તાર અંસારીના મોત પર કોંગ્રેસ અધ્યક્ષ તરીકે અજય રાયે કઈ પણ કહેવાની ના પાડી દીધી હતીં. જાણકારી પ્રમાણે મુખ્તાર અંસારીને 1991માં અજય રાયના સામે જ તેના મોટા ભાઈ અવધેશ રાયની હત્યા કરી નાખી હતીં. અજય રાયે આ કેસ માટે લાંબી લડાઈ લડી હતી અને મુખ્તારને અવધેશ હત્યા કેસમાં દોષિત ઠેરવવા પર ખુશી વ્યક્ત કરી હતી. આટલું જ નહીં અજય રાયે તે પછી કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત પણ લીધી હતી.
અગાઉ 2009માં સપાએ તેમને ટિકિટ આપી હતી
વાસ્તવમાં, અજય રાય વારાણસીમાંથી સતત હારને ભૂલ્યા નથી. છેલ્લી બે લોકસભા ચૂંટણી (Loksabha Elections 2024)માં પણ કોંગ્રેસે પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતાર્યા હતા, અગાઉ 2009માં સપાએ તેમને ટિકિટ આપી હતી, પરંતુ તેઓ મુરલી મનોહર જોશી સામે હારી ગયા હતા. એટલા માટે તે એવી સીટ પરથી ચૂંટણી લડવા માંગે છે જ્યાંથી તે જીતી શકે. કદાચ તેથી જ તેઓ ભાજપમાં જોડાવા માટે રાજી થયા છે. જેથી તેઓ પણ ભાજપની લહેરમાં પોતાની બેઠક મેળવી શકે અને તેમનો રાજકીય વનવાસ ખતમ થઈ શકે.