Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election Result 2024 : રાહુલ ગાંધીની મહેનત રંગ લાવી! 2019ની સરખામણીએ મળી શકે છે ડબલ સીટો

Lok Sabha Election Result 2024 : લોકસભાની ચૂંટણી 2024 નું પરિણામ ટ્રેન્ડ બતાવવામાં આવ્યો હતો તેનાથી બિલકુલ વિપરીત જોવા મળી રહ્યો છે. હાલમાં NDA ના આંકડાઓ ભલે આગળ દેખાઇ રહ્યા હોય પણ INDIA ગઠબંધનના આંકડાઓ પણ ચોંકાવનારા જોવા મળી રહ્યા...
03:31 PM Jun 04, 2024 IST | Hardik Shah
Lok Sabha Election Result 2024

Lok Sabha Election Result 2024 : લોકસભાની ચૂંટણી 2024 નું પરિણામ ટ્રેન્ડ બતાવવામાં આવ્યો હતો તેનાથી બિલકુલ વિપરીત જોવા મળી રહ્યો છે. હાલમાં NDA ના આંકડાઓ ભલે આગળ દેખાઇ રહ્યા હોય પણ INDIA ગઠબંધનના આંકડાઓ પણ ચોંકાવનારા જોવા મળી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની જો વાત કરીએ તો હાલમાં સામે આવી રહેલી આંકડાઓ જોતા પાર્ટીને 2019 ની સરખામણીએ ડબલ સીટો મળતી દેખાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી હાલમાં જે સ્થિતિમાં દેખાઈ રહી છે તેની પાછળ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને ઘણો શ્રેય જાય છે. આ યાત્રા દ્વારા રાહુલે દેશના ખૂણે ખૂણેથી લોકોને પોતાની પાર્ટી તરફ ખેંચવાનો પ્રયત્ન કર્યો અને હાલમાં દેખાઈ રહેલા આંકડાઓ પ્રમાણે તે સફળ પણ થયા હોય તેવું જોવા મળી રહ્યું છે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા

આ વખતે લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાં કોંગ્રેસ ચોંકાવનારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. કોંગ્રેસે છેલ્લા 10 વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તે 2014માં માત્ર 44 સીટો અને 2019માં 52 સીટો જ જીતી શકી હતી, પરંતુ આ વખતે તે સદી ફટકારતી જોવા મળી રહી છે. ટ્રેન્ડ મુજબ કોંગ્રેસને 100થી વધુ સીટો પર લીડ મળી રહી છે. કોંગ્રેસના આ પ્રદર્શનનું કારણ દેશભરમાં રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા નીકાળવામાં આવી તે કહેવાય છે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા અને પછી ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. 14મી જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થયેલી આ યાત્રા દ્વારા તેમણે 63 દિવસ સુધી 6600 કિલોમીટરની મુસાફરી કરી હતી. મણિપુરથી શરૂ થયેલી યાત્રા મુંબઈમાં પૂરી થઈ. રાહુલે આ યાત્રા દ્વારા 110 જિલ્લાઓને આવરી લીધા. તેમણે 70 સ્થળોએ જનતાને સંબોધિત કર્યા હતા. આ યાત્રા પહેલા રાહુલ ગાંધીએ ભારત ભારત જોડો યાત્રા કરી હતી. આ બંને અભિયાન કોંગ્રેસ માટે જીવાદોરી સમાન સાબિત થયા હતા.

રાહુલ ગાંધીનું ચોંકાવનારું પગલું

કોંગ્રેસના આ પ્રદર્શનનું એક મોટું કારણ રાહુલ ગાંધીનું સાહસિક પગલું માનવામાં આવે છે. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક 'ચોંકાવનારું' નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો INDIA ગઠબંધન સરકાર બનશે તો દર મહિને પૈસા આપવામાં આવશે. જુલાઈથી દર મહિને તેમના ખાતામાં 8500 રૂપિયા આવશે. તેમના નિવેદનની ભાજપ દ્વારા પણ ટીકા કરવામાં આવી હતી, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીની ચાલાકી કામ કરી ગઈ છે.

યુપીમાં રાહુલ અને અખિલેશે સાથે મળી ભાજપને ઘેરી

યુપીમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે મળીને ભાજપને ઘેરી લીધું. એક તરફ અખિલેશે મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો તો બીજી તરફ રાહુલ ગાંધીએ અગ્નિપથ યોજનાનો મુદ્દો ઉઠાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે જો INDIA સરકાર બનશે તો અગ્નિપથ યોજનાને ખતમ કરી દેવામાં આવશે. સેનામાં ભરતીની રાહ જોઈ રહેલા યુવાનોમાં આ ચલણ લોકપ્રિય થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું.

આ પણ વાંચો - Lok Sabha Election 2024 Result : મહારાષ્ટ્રમાં INDIA ગઠબંધન આગળ

આ પણ વાંચો - Lok Sabha Election 2024 Result : રાયબરેલી અને વાયનાડ, આ બે બેઠકો પર રાહુલ ગાંધી આગળ કે પાછળ?

Tags :
Bharat Jodo YatraBJPCongressCongress Seats Lok Sabha Election 2024congress vs bjpINDIA allianceLok Sabha Election Result 2024Lok Sabha Election Result 2024 Live UpdatesNDArahul-gandhi
Next Article