Lok Sabha Election : BJP ના મુખ્યાલયમાં પુરી-સબ્જી અને કોંગ્રેસના મુખ્યાલયમાં છોલે-ભટુરે બનાવવામાં આવ્યા...
આજે સમગ્ર દેશમાં સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી માટે નિર્ણય લેવાનો સમય છે. આજે સવારે 8 વાગ્યાથી તમામ મતગણતરી શરુ થઇ ગઈ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન BJP અને કોંગ્રેસ સહિત તમામાં પક્ષોએ પોતપોતાની જીતના દવાઓ કર્યા છે. જોકે આજે પરિણામ આવે તે પહેલા જ દિલ્હીમાં બંને પક્ષના મુખ્યાલયમાં ઉજવણીની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. એક તરફ BJP હેડક્વાર્ટરમાં પૂરી, શબ્જી અને મીઠાઈ જેવી વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ મુખ્યાલયમાં છોલે-ભટુરેની તૈયારીઓ થઇ રહી છે. બંને પક્ષોના કાર્યાલયોમાંથી બહાર પાડવામાં આવેલા વીડિયો પરથી જાણવા મળે છે કે બંને પક્ષો પોતપોતાની જીત અંગે પૂરેપૂરા આત્મવિશ્વાસમાં છે.
Chhattisgarh: Raipur BJP to distribute 201 kg laddus of 11 types to celebrate victory in LS polls
Read @ANI Story | https://t.co/JhBa1Wm6z6#Chhattisgarh #Raipur #loksabhapoll #BJP pic.twitter.com/nPDGLTuGIX
— ANI Digital (@ani_digital) June 4, 2024
છત્તીસગઢમાં BJP 201 કિલો લાડુનું વિતરણ કરશે...
BJP એ દિલ્હીમાં તેના મુખ્યાલયમાં મીઠાઈ વહેંચવાનો કાર્યક્રમ જ આયોજિત કર્યો છે એટલું જ નહીં, છત્તીસગઢના રાયપુરમાં પણ ઉજવણીની તૈયારીઓ કરી છે. BJP રાયપુરમાં 11 પ્રકારના 201 કિલો લાડુનું વિતરણ કરશે.
જયપુરના BJP કાર્યાલયમાં શણગાર...
#WATCH | BJP party office in Rajasthan's Jaipur is decorated ahead of the Lok Sabha polls result, today.
Vote counting of #LokSabhaElections to begin at 8 am.
(Video Source: BJP, Rajasthan) pic.twitter.com/pq8MuZEemD
— ANI (@ANI) June 4, 2024
રાજસ્થાનના જયપુરમાં BJP ના કાર્યાલયને મતગણતરીના દિવસે રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. અહીં પણ BJP જીત બાદ મોટા પાયે ઉજવણી કરશે તેવી ચર્ચા છે. જયપુરમાં BJP કાર્યાલય પર સવારથી કાર્યકરો એકઠા થયા છે અને મતગણતરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. માત્ર દિલ્હી, રાયપુર અને જયપુરમાં જ નહીં પરંતુ દેશમાં અલગ-અલગ જગ્યાએ BJP અને કોંગ્રેસે ઉજવણીની તૈયારીઓ કરી છે. નોંધનીય છે કે NDA 400 થી વધુ સીટોનો લક્ષ્યાંક હાંસલ કરવાનો દાવો કરી રહી છે જ્યારે INDI ગઠબંધન 295 સીટો મેળવવાનો દાવો કરી રહ્યું છે. જો કે બંનેમાં કોણ જીતશે અને કોણ હારશે તે તો પરિણામ બાદ જ સ્પષ્ટ કહી શકાશે.
આ પણ વાંચો : સ્મૃતિ ઈરાનીથી લઈને મેનકા ગાંધી સુધી, UP ના આ મોટા ચહેરાઓ ચૂંટણીની લડાઈમાં પાછળ…
આ પણ વાંચો : Lok Sabha Election : જાણો 2014 અને 2019 માં કઇ પાર્ટીને કેટલા વોટ મળ્યા હતા…
આ પણ વાંચો : ECI એ ભૂપેશ બઘેલને લીધા આડેહાથ, કહ્યું- EVM બદલવાના આરોપમાં કોઈ હકીકત નહીં…