Lok Sabha Election : કાશીના લોકો માટે PM મોદીનો ભોજપુરીમાં ખાસ સંદેશ, કરી આ અપીલ...
લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) mમાટે સાતમાં અને છેલ્લા તબક્કાના મતદાન પહેલા PM મોદીએ વારાણસીના લોકોને ખાસ સંદેશ મોકલ્યો છે. છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. તે પહેલા PM મોદીએ કાશીના લોકોને ભોજપુરી ભાષામાં આ સંદેશ આપ્યો છે. તેમણે ગુરુવારે કહ્યું, 'લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે મતદાનનો દિવસ આવી ગયો છે. મારા માટે કાશી અને ભક્તિ, શક્તિ અને વિરક્તિની નગરી છે. કાશી વિશ્વની સંસ્કૃતિક રાજધાની છે, સંગીતની ભૂમિ છે. આ શહેરનું પ્રતિનિધિત્વ બાબા વિશ્વનાથની અપાર કૃપા અને કાશીવાસીઓના આશીર્વાદથી જ શક્ય છે.
'1 જૂને નવો રેકોર્ડ બનાવવો પડશે'
લોકોને મત આપવા માટે અપીલ કરતા PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'કાશી માટેની ચૂંટણી માત્ર નવકાશીની ચૂંટણી જ નહીં પરંતુ વિકસિત ભારતના નિર્માણ માટે પણ છે. કાશીના લોકોએ 1 લી જૂને એક નવો રેકોર્ડ બનાવવાનો છે. મને યાદ છે કે મારા નામાંકનના દિવસે યુવા પેઢી ખૂબ જ ઉત્સાહિત હતી. હવે આ ઉત્સાહ દરેક બૂથ પર જોવા મળવો જોઈએમ આ મારી વિનંતી છે.
#WATCH | Prime Minister Narendra Modi in his message for voters of Varanasi, ahead of the 7th phase of Lok Sabha Polls on June 1, says, "For me, Kashi is a city of devotion, power and detachment. Kashi is the cultural capital of the world, the land of music. Being the… pic.twitter.com/K3rrEHoKgs
— ANI (@ANI) May 30, 2024
'પહેલા મતદાન પછી નાસ્તો'
PM મોદીએ કહ્યું કે, 'હવે કાશીના વિકાસને નવી ઉંચાઈ આપવાની તક છે, આ ત્યારે જ થશે જ્યારે કાશીના લોકો 1 જૂને શક્ય તેટલું વધુ મતદાન કરશે. કાશીના યુવાનો, મહિલા શક્તિ અને ખેડૂતોને ખાસ વિનંતી છે. તમારો દરેક મત મારી શક્તિ વધારશે અને મને નવી ઉર્જા અપાશે. તમારે લોકોએ યાદ રાખવું પડશે કે પહેલા મતદાન અને પછી નાસ્તો.
આ પણ વાંચો : Pune Porsche Accident Case માં નવો વળાંક, આરોપી છોકરાની માતાએ પણ કર્યું છે ‘કૌભાંડ…’
આ પણ વાંચો : Jammu and Kashmir : પુંછ હાઈવે પર મોટો અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી, 15 ના મોત…
આ પણ વાંચો : FIRE : નોઈડામાં હાઇરાઇઝ બિલ્ડીંગમાં AC વિસ્ફોટને કારણે ભીષણ આગ