Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election 2024 : જેલમાં રહીને પણ આ ઉમેદવારોએ હાંસલ કરી જીત, એક છે ખાલિસ્તાની સમર્થક...

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) ના પરિણામ સામે આવી રહ્યા છે. આ પરિણામમાં હેરાન કરતી વાત એ છે કે, અનેક ઉમેદવાર જેલમાં હોવા છતાં તેઓ લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) જીતી ચૂક્યા છે. આમા બે ઉમેદવારોના નામ...
lok sabha election 2024   જેલમાં રહીને પણ આ ઉમેદવારોએ હાંસલ કરી જીત  એક છે ખાલિસ્તાની સમર્થક

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) ના પરિણામ સામે આવી રહ્યા છે. આ પરિણામમાં હેરાન કરતી વાત એ છે કે, અનેક ઉમેદવાર જેલમાં હોવા છતાં તેઓ લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) જીતી ચૂક્યા છે. આમા બે ઉમેદવારોના નામ છે જેના ચૂંટણી પરિણામોને બધાને અચંભિત કર્યા છે. પ્રથમ નામ રાશિદ શેખ છે જેમણે જમ્મુ-કાશ્મીરમાં બે વારના પૂર્વ CM ઉમર અબ્દુલ્લાએ હરાવ્યા છે. ત્યારે બીજું નામ કટ્ટર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહનું છે.

Advertisement

જાણો કોણ છે રાશિદ શેખ...

સૌથી પહેલા વાત કરીએ જમ્મુ-કાશ્મીરના બારામૂલા બેઠક પર દમદાર જીત હાંસલ કરનાર ઉમેદવાર રાશિદ શેખ વિશે. ઇન્જિનીયર રાશિદ શેખે બારામૂલા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક પર તેમને કુલ 4 લાખ 69 હજાર 574 મતો મળ્યા છે. રાશિદે તેમના વિરોધી ઉમર અબ્દુલ્લાને 2 લાખ 32 હજાર 73 મતોથી હરાવ્યા છે. આ ચૂંટણીમાં ઉમર અબ્દુલ્લાને 2 લાખ 66 હજાર 301 વોટ મળ્યા છે. ઉમર અબ્દુલ્લાએ પોતાની હાર સ્વિકારી લીધી છે. તમને જણાવી દઈએ કે, રાશિદ શેખ હાલ જેલમાં બંધ છે અને તે જેલમાં રહીને ચૂંટણી લડી અને જીત હાંસલ કરી. ચૂંટણીમાં જીતનાર રાશિદ પર ટેરર ફંડિંગનો આરોપ છે. રાશિદ શેખના જેલમાં હોવાથી તેમનો ચૂંટણી પ્રચાર તેમના દીકરાઓએ સંભાળ્યો હતો.

Advertisement

ખડુર સાહિબથી જીત્યા અમૃતપાલ સિંહ...

અમૃતપાલ સિંહની વાત કરીએ તો તેઓ પણ જેલમાં બંધ છે. આ ઉમેદવાર પંજાબની ખડુર સાહિબ લોકસભા સીટ પરથી જીત્યા છે. આ ઉમેદવાર અમૃતપાલ સિંહ છે, જે કટ્ટરપંથી શીખ ઉપદેશક અને ખાલિસ્તાની તરફી જૂથ 'વારિસ પંજાબ દે'ના વડા છે. ખડુર સાહિબ લોકસભા સીટ પરથી અમૃતપાલ સિંહ લગભગ 1 લાખ 90 હજાર મતોથી જીત હાંસલ કરી છે. અમૃતપાલ સિંહે પણ આ ચૂંટણી અપક્ષ તરીકે લડી હતી. હાલ તે આસામની જેલમાં બંધ છે. અમૃતપાલની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. અમૃતપાલ સિંહે જેલમાં રહીને મોટી જીત હાંસલ કરી છે.

Advertisement

આ પણ વાંચો : Lok Sabha Election Result પર કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ, BJP પર કર્યા પ્રહાર…

આ પણ વાંચો : UP : ઉત્તર પ્રદેશની વોટિંગ પેટર્નમાં મોટો ફેરફાર, BJP ના વોટબેંકમાં ભારે નુકસાન, જાણો શું છે કારણ…

આ પણ વાંચો : Lok Sabha Election : Rahul Gandhi એ કર્યું Tweet, જાણો જનતા વિશે શું કહ્યું…

Tags :
Advertisement

.