Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election 2024 : ચોથા તબક્કાનું મતદાન શરૂ, 10 રાજ્યોમાં 96 બેઠકો પર થશે મતદાન...

દેશમાં આજે (સોમવારે) લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના ચોથા તબક્કા માટે મતદાન થશે. આ તબક્કામાં, 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ની 96 બેઠકો પર 17 કરોડથી વધુ મતદારો મતદાન કરશે. ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની 25 સીટો, બિહારની 40 સીટોમાંથી પાંચ...
lok sabha election 2024   ચોથા તબક્કાનું મતદાન શરૂ  10 રાજ્યોમાં 96 બેઠકો પર થશે મતદાન

દેશમાં આજે (સોમવારે) લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના ચોથા તબક્કા માટે મતદાન થશે. આ તબક્કામાં, 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ની 96 બેઠકો પર 17 કરોડથી વધુ મતદારો મતદાન કરશે. ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની 25 સીટો, બિહારની 40 સીટોમાંથી પાંચ સીટો, ઝારખંડની 14 સીટોમાંથી 4 સીટો, મધ્યપ્રદેશની 29 સીટોમાંથી 8 સીટો અને મહારાષ્ટ્રની 48 સીટોમાંથી 11 સીટો માટે મતદાન થશે. આ ઉપરાંત ઓડિશાની 21 માંથી 4 બેઠકો, તેલંગાણાની 17 માંથી 17 બેઠકો, ઉત્તર પ્રદેશની 80 માંથી 13 બેઠકો, પશ્ચિમ બંગાળની 42 માંથી 8 બેઠકો અને જમ્મુ કાશ્મીરની પાંચમાંથી એક બેઠક પર મતદાન થશે.

Advertisement

આ તબક્કા દરમિયાન 1 લાખ 92 હજાર મતદાન મથકો પર 17.7 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે અને 1717 ઉમેદવારોમાંથી તેમની પસંદગીના પ્રતિનિધિની પસંદગી કરશે. આ કામ માટે 19 લાખ મતદાન કાર્યકરો તૈનાત કરવામાં આવ્યા છે. કુલ મતદારોમાંથી 8.97 કરોડ પુરુષ અને 8.73 કરોડ મહિલા મતદારો છે. કુલ 17.7 કરોડ મતદારોમાંથી 12.49 લાખ 85 વર્ષથી વધુ ઉંમરના છે. ચૂંટણી પર નજર રાખવા માટે 364 નિરીક્ષકો અને 4661 ફ્લાઈંગ સ્ક્વોડ છે. આ સિવાય 4438 સ્ટેટિક સર્વેલન્સ ટીમો પણ મતવિસ્તારમાં રહેશે. દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત આ મતવિસ્તારોમાં 1016 આંતર-રાજ્ય સરહદ અને 121 આંતર-રાષ્ટ્રીય સરહદી ચેકપોસ્ટ છે.

Advertisement

10 રાજ્યોમાં 96 બેઠકો પર મતદાન શરૂ

દેશભરના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન શરૂ થઈ ગયું છે.

જમ્મુ કાશ્મીરમાં મતદાન શરુ...

ભાજપ ઉમેદવાર માધવી લતાએ કર્યું મતદાન...

હૈદરાબાદ લોકસભા સીટ પરની ઉમેદવાદ માધવી લતાએ મતદાન કર્યું અને કહ્યું- બધાએ ચોક્કસથી મતદાન કરવું જોઈએ.

Advertisement

અભિનેતા અલ્લુ અર્જુને કર્યું મતદાન...

હૈદરાબાદ, તેલંગાણા : અભિનેતા અલ્લુ અર્જુને કહ્યું, "કૃપા કરીને તમારો મત આપો. આ આપણા બધા માટે ખૂબ જ જવાબદાર દિવસ છે... હું જાણું છું કે તે મુશ્કેલ છે પરંતુ ચાલો થોડો પ્રયાસ કરીએ. આપણા ભવિષ્ય માટે આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે.. "

મહારાષ્ટ્રના સૌથી શિક્ષિત મતદાન મથક પર સવારથી જ લાંબી કતારો

પુણે લોકસભા સીટ પર પણ મતદાન શરૂ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ શિક્ષિત મતવિસ્તાર તરીકે ઓળખાતા પુણેમાં 2014 ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) સિવાય હંમેશા 50 ટકાથી ઓછું મતદાન થયું છે. પરંતુ આ વખતે સવારથી જ વિવિધ મતદાન મથકો પર ભીડ જોવા મળી રહી છે.

બિહારના મુંગેરમાં પ્રિસાઇડિંગ ઓફિસરનું મૃત્યુ

બિહારના મુંગેરમાં મતદાન પહેલા જ પ્રિસાઇડિંગ ઓફિસરનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મુંગેરના બૂથ નંબર 210 ના પ્રિસાઇડિંગ ઓફિસર ઓમકાર ચૌધરીનું અવસાન થયું છે. મળતી માહિતી મુજબ મુંગેર લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ને લઈને ચકાસીમ ઈબ્રાહિમ શંકરપુર મિડલ સ્કૂલમાં પ્રિસાઇડિંગ ઓફિસર ફરજ પર હતા.

તેલંગાણામાં મતદાનનો સમય લંબાયો

તેલંગાણામાં વધુને વધુ મતદારોને મતદાન કેન્દ્ર પર લાવવા માટે ચૂંટણી પંચે મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી એક કલાક વધારી દીધો છે. કાળઝાળ ગરમી અને ગરમીના મોજાને જોતા ચૂંટણી પંચે ઘણા દિવસો પહેલા આની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : PM Modi Patna Road Show: પહેલીવાર પટનામાં રોડ શો કરનાર વડાપ્રધાન બન્યા પીએમ મોદી

આ પણ વાંચો : Lok Sabha Election Telangana: કેન્દ્રીય ગૃહ મંત્રીએ કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના નિવેદનનો જડબાતોડ જવાબ આપ્યો

આ પણ વાંચો : PM Modi At Bengal: બંગાળના ચિત્રકારોએ વડાપ્રધાનની આંખો ભીની કરી માતૃ દિવસ પર

Tags :
Advertisement

.