Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Brijendra Singh: લ્યો બોલો! બ્રિજેન્દ્ર સિંહ ભાજપને છોડી કોંગ્રેસમાં જોડાયા

Brijendra Singh: લોકસભાની ચૂંટણીને હવે ગણ્યા દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. કોંગ્રેસમાંથી તો અનેક લોકો ભાજપમાં જોડાયા છે, પરંતુ અત્યારે સમાચાર એવા આવ્યાં છે કે, ભાજપમાંથી એક નેતા કોંગ્રેસમાં જોડાયા છે. હિસારથી બીજેપીના...
brijendra singh  લ્યો બોલો  બ્રિજેન્દ્ર સિંહ ભાજપને છોડી કોંગ્રેસમાં જોડાયા

Brijendra Singh: લોકસભાની ચૂંટણીને હવે ગણ્યા દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. કોંગ્રેસમાંથી તો અનેક લોકો ભાજપમાં જોડાયા છે, પરંતુ અત્યારે સમાચાર એવા આવ્યાં છે કે, ભાજપમાંથી એક નેતા કોંગ્રેસમાં જોડાયા છે. હિસારથી બીજેપીના સાંસદ બ્રિજેન્દ્ર સિંહ ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા છોડીને કોંગ્રેસની સદસ્યતામાં જોડાઈ ગયા છે. બીજેપીથી અલગ થયા બાદ બ્રિજેન્દ્ર સિંહે જણાવ્યું કે, તેઓ ભાજપથી કેમ અલગ થયા છે. તેમણે કહ્યું કે, ‘હું ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું. કેટલાક રાજકીય કારણોસર મારે આ નિર્ણય લેવો પડ્યો.’

Advertisement

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રાજીનામું આપ્યું

આ સાથે પોતાનું રાજીનામું આપતા વધુમાં તેમણે કહ્યું હતું કે, ‘ભાજપ છોડવા પાછળ ઘણા કારણો હતા, જેના પર હું સહમત નહોતો. આમાં હું ખેડૂતો, અગ્નિવીર અને મહિલા કુસ્તીબાજોના મુદ્દાઓ પર સહમત નથી.’ ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને બ્રિજેન્દ્ર સિંહે પોતાના રાજીનામાની વાત કરી હતીં. બ્રિજેન્દ્ર સિંહે માહિતી આપી હતી કે, ‘મેં અનિવાર્ય રાજકીય કારણોસર ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. હું પાર્ટી અને રાષ્ટ્રીય અધ્યક્ષનો આભાર વ્યક્ત કરું છું. મને હિસારથી સંસદ સભ્ય તરીકે સેવા આપવાની તક આપવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કરું છું.’

Advertisement

બ્રિજેન્દ્ર સિંહના પિતા પૂર્વ કેન્દ્રીય મંત્રી રહેલા છે.

મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો આજે રવિવારે બપોરે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને વરિષ્ઠ કોંગ્રેસ નેતા અજય માકનની હાજરીમાં બ્રિજેન્દ્ર સિંહે કોંગ્રેસમાં જોડાયા હતાં. બ્રિજેન્દ્ર સિંહની વાત કરતામાં આવે તો તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી બિરેન્દ્ર સિંહના દીકરા છે અને IAS ઓફિસર પણ રહીં ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, તેમણે બે દશક સુધી એક અધિકારી તરીકે સેવા આપી છે.

જેજેડી સાથે ગઠબંધનથી નારાજ હતાં Brijendra Singh

ઉલ્લેખનીય છે કે, બ્રિજેન્દ્ર સિંહના પિતા બિરેન્દ્ર સિંહ જાટ સમુદાયના નેતા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભારતીય જનતા પાર્ટી અને જેજેપીના ગઠબંધનથી તેઓ અસહમત અને નારાજ હતા. જેથી તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને અત્યારે તેઓ કોંગ્રેસના જોડાઈ ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલા દરેક પાર્ટીઓમાં અત્યારે ઉથલપાથલ જોવા મળી રહીં છે.

Advertisement

આ પણ વાંચો: Brijendra Singh : હરિયાણામાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, હિસારના સાંસદ બ્રિજેન્દ્ર સિંહે પાર્ટી છોડી… 
આ પણ વાંચો: Arun Goel Resigns : ચૂંટણી કમિશનરની નિમણૂક પર વિવાદ અને હવે રાજીનામું… શું CEC એકલા લોકસભાની ચૂંટણી કરાવી શકે?
આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીની આઝમગઢને ભેટ, અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું…
Tags :
Advertisement

.