Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election 2024 : ભાજપ અધ્યક્ષ નડ્ડાએ પાર્ટી નેતાઓને સોંપી મહત્વની જવાબદારી, જાણો કોને શું મળ્યું...?

Lok Sabha Election 2024 : કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)ને ધ્યાનમાં રાખીને અનેક નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ રાષ્ટ્રીય મહાસચિવોને મહત્વની જવાબદારીઓ સોંપી છે. મળતી માહિતી...
11:17 PM Jan 10, 2024 IST | Dhruv Parmar

Lok Sabha Election 2024 : કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)ને ધ્યાનમાં રાખીને અનેક નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ રાષ્ટ્રીય મહાસચિવોને મહત્વની જવાબદારીઓ સોંપી છે. મળતી માહિતી મુજબ વિનોદ તાવડે વિવિધ પક્ષોના નેતાઓને પાર્ટીમાં સામેલ કરવાના પ્રયાસો પર દેખરેખ રાખશે. આ સિવાય રાધામોહન દાસ અગ્રવાલ વિઝન ડોક્યુમેન્ટની તૈયારીનું નેતૃત્વ કરશે. એક સમાચાર એજન્સીએ સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.

આ નેતાઓ પર મોટી જવાબદારી

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહાસચિવ સુનીલ બંસલ પ્રચાર અને પ્રસાર અભિયાન સાથે જોડાયેલા વિવિધ પાસાઓ પર દેખરેખ રાખશે. કૈલાશ વિજયવર્ગીય, બંડી સંજય કુમાર અને તરુણ ચુગ સહિતના અન્ય મહાસચિવોની જવાબદારી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ સહિત રાજ્ય એકમો સાથે સંકલન કરવાની રહેશે જેથી લોકસભા પ્રચારના વિવિધ પાસાઓને આકાર આપી શકાય.

મંત્રીઓ સાથે મહત્વની બેઠક

તમને જણાવી દઈએ કે તાજેતરની લોકસભા ચૂંટણી ((Lok Sabha Election 2024))ને ધ્યાનમાં રાખીને નડ્ડાએ ઘણા મોરચાના પ્રમુખોની નિમણૂક કરી હતી. નડ્ડાએ મંગળવારે પાર્ટીના મહાસચિવો અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન અને અશ્વિની વૈષ્ણવ સહિત વરિષ્ઠ નેતાઓની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં તેઓએ 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટેની યોજનાઓની ચર્ચા કરી હતી. 14 જાન્યુઆરીથી એક ઝુંબેશ શરૂ કરવા અને 22 જાન્યુઆરીએ લોકોને તેમના પડોશના મંદિરોમાં પ્રાર્થના કરીને કાર્યક્રમમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા કહેવામાં આવ્યું છે.

ભાજપ 27 બેઠકો પર ચૂંટણી લડશે

I.N.D.I ગઠબંધન બાદ હવે બીજેપીએ પણ બિહાર (Bihar)માં લોકસભા સીટોની વહેંચણીના ફોર્મ્યુલા તૈયાર કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ રાજ્યની 40માંથી 27 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે બાકીની 13 બેઠકો તેના સહયોગીઓમાં વહેંચશે. ખાસ વાત એ છે કે ગઠબંધનમાં સામેલ કાકા-ભત્રીજા એટલે કે પશુપતિ પારસ અને ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની લોક જનશક્તિ પાર્ટીના બંને જૂથોને પણ બેઠકો આપશે.

આ પણ વાંચો : Bihar : ભાજપનો બિહારમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા તૈયાર, કુલ આટલી સીટો પર લડશે ચૂંટણી…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Amit ShahBhartiya Janta PartyBJPIndiaJP Naddaloksabha election 2024Narendra ModiNationalpm modi
Next Article