ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok sabha Elecion 2024: મૌલાના નોમાનીએ રાહુલને લખ્યો પત્ર, કહ્યું - કોંગ્રેસ પોતાના ભાષણોમાં ‘મુસ્લિમ’ શબ્દોનો ઉપયોગ ભાગ્યે જ કર્યો

Lok sabha Elecion 2024: લોકસભા ચૂંટણીને લઈને અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. નોંધનીય છે કે, રાજકીય પાર્ટીઓ અત્યારે ધર્મ અને જાતિને મત માંગી રહ્યાં છે. ખાસ વાત અત્યારે એ સામે આવી છે કે, આ જંગમાં અત્યારે ધર્મગુરૂઓ પણ...
04:55 PM Apr 03, 2024 IST | VIMAL PRAJAPATI
Maulana Nomani wrote a letter to Rahul

Lok sabha Elecion 2024: લોકસભા ચૂંટણીને લઈને અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. નોંધનીય છે કે, રાજકીય પાર્ટીઓ અત્યારે ધર્મ અને જાતિને મત માંગી રહ્યાં છે. ખાસ વાત અત્યારે એ સામે આવી છે કે, આ જંગમાં અત્યારે ધર્મગુરૂઓ પણ જોતરાઈ ગયા છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા મૌલાના ઉર રહમાન સજ્જાદ નોમાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. મળતી વિગતો પ્રમાણે નોમાનીએ મુસ્લિમનોની હાલતને લઈને રાહુલ ગાંધીને આકરા સવાલો કર્યાં છે.

મૌલાના નોમાનીએ પત્ર લખી કોંગ્રેસને આકરા સવાલો કર્યો

નોંધનીય છે કે, અત્યારે લોકસભાની ચૂંટણી (Lok sabha Elecion 2024) ઘરદ્વારે આપીને ઊભી છે. ત્યારે વિશ્વ વિખ્યાત ઈસ્લામિક વિદ્વાને રાહુલ ગાંધીને લખેલા પત્રમાં તેમણે તમામ ધર્મનિરપેક્ષ પક્ષો સાથે એક થવાની અને બંધારણ વિરોધી અને લોકશાહી વિરોધી શક્તિઓ સામે લડવાની સલાહ આપી છે. નોમાનીએ કહ્યું કે, ‘તમે દેશને નકારાત્મક શક્તિઓથી બચાવવા માટે તમારા સંઘર્ષમાં ઘણો આગળ નીકળી ગયા છો. સૌથી મહત્વની વાત તો એ છે કે, હું તમને OBC પ્રતિનિધિત્વ અને ભાગીદારીનો મુદ્દો ઉઠાવવા બદલ અભિનંદન આપું છું.’

કોંગ્રેસ પોતાના ભાષણોમાં મુસ્લિમ શબ્દોનો ઉપયોગ ભાગ્યે જ કર્યોઃ મૌલાના

મૌલાના નોમાનીએ પોતાના પત્રમાં કહ્યું કે, કમનસીબે મારે કહેવું પડશે કે મને ડર છે કે કોંગ્રેસ પાર્ટીના તમામ સભ્યો દેશના વિકાસ માટે તમારા સર્વગ્રાહી અને સર્વસમાવેશક અભિગમ સાથે જોડાયેલા નથી. જે રાહુલ ગાંધી આપણા દેશના તમામ વર્ગો અને સમુદાયો માટે ધરાવે છે. કદાચ આ તમારી આસપાસના કેટલાક કમનસીબ લોકોની મર્યાદિત સંકુચિત માનસિકતાનું પરિણામ છે, જેમણે તમને દેશના સૌથી મોટા લઘુમતી સમુદાયના મુદ્દાઓથી પોતાને દૂર રાખવાની સલાહ આપી હશે. તમે તમારા અસંખ્ય ભાષણોમાં 'મુસ્લિમ' શબ્દનો ભાગ્યે જ ઉલ્લેખ કર્યો છે.

તમારી પાસે કોઈ અનુચિત સમર્થન નથી માંગી રહ્યાંઃ મૌલાના

પ્રસિદ્ધ ઇસ્લામી વિદ્વાન મૌલાના સજ્જાદ નોમાનીએ કહ્યું કે, ‘અમારો મતલબ એવો નથી કે, રાહુલ ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વિચાર કર્યા વગર કોઈ મુસલમાનનો સાથ આપ્યો હોય. અમારી માંગ છે કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ ન્યાય, સ્વતંત્રતા, ભાઈચારો, ગૌરવ અને જીવનના દરેક ક્ષેત્રોમાં સમાન ભાગીદારી અને પ્રતિનિધિત્વના આધાર પર મુસલમાનોની તરફેણમાં આગવી રીતે ઊભા રહો.જેવી રીતે તમે અન્ય સમુદાયો અને સમાજ સાથે ઊભા રહે છે. અમે તમારી પાસે કોઈ અનુચિત સમર્થન નથી માંગી રહ્યાં.’

અલ્પસંખ્યક સમુદાયને પણ ધ્યાનમાં રાખવો જોઈએઃ મૌલાના નોમાની

વધુમાં મોલાના નોમાનીએ કહ્યું કે, હું તમને નિવેદન કરૂ છે કે, અલ્પસંખ્યક સમુદાય પર નવી શરુઆત કરીને ધ્યાન આપો. તમે જોશો કે મુસ્લિમો માત્ર મૌખિક રીતે જ સકારાત્મક શક્તિઓને સમર્થન આપતા નથી, પરંતુ તેઓ આપણા દેશના સર્વાંગી વિકાસ માટે તમારી સાથે સહકાર આપવા માટે ઘણી હદ સુધી જઈ શકે છે. સૌથી મોટી લઘુમતી માત્ર તમને નૈતિક અને શારીરિક રીતે યોગદાન આપી શકે છે, પરંતુ તેઓ તમને બૌદ્ધિક અને આર્થિક રીતે પણ મદદ કરી શકે છે. તેમના સંસાધનો સીમિત હોવા છતાં દેશ માટે બલિદાન આપવાની તેમની પાસે ખૂબ હિંમત છે.

મૌલાનાએ રાહુલ ગાંધીને આપી આવી સલાહ?

તેમણે વધુમાં કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે મોડું થઈ ગયું છે પરંતુ હજી વધારે મોડું નથી થયું. તમે આ સમુદાય પ્રત્યે તમારા વિચારો બદલી લ્યો. હવે સમય આવી ગયો છે કે તમે આ સમુદાય પ્રત્યેના તમારા અભિગમમાં જરૂરી સુધારા કરો અને તમામ સમુદાયોની વધુ સારી અને સમાવેશી ભાગીદારીની ખાતરી કરો.

‘મોહબ્બત કી દુકાન’ માં દરેક વર્ગને સામેલ કરોઃ મૌલાના

મૌલાના સજ્જાદ નોમાનીએ કહ્યું કે, ‘આ આપણા દેશના હિતમાં રહેશે કે, પોતાની ‘મોહબ્બત કી દુકાન’ માં દલિક, આદિવાસી, મુસ્લિમ, અલ્પસંખ્યક અને ઓપીસી સહિત સમાજના દરેક વર્ગોને સામેલ કરવામાં આવે. આપણા દેશને ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાનથી બચાવવાનો આ એકમાત્ર રસ્તો છે. હું આ બાબતે વિગતવાર ચર્ચા કરવા આતુર છું અને વધુ સારા સહયોગ, પ્રતિનિધિત્વ અને સમાવિષ્ટ પ્રયાસોની ખાતરી કરવા માટે તમને રૂબરૂમાં વધુ માહિતી આપવા માટે આતુર છું. આ ક્ષણ અત્યારે ઐતિહાસિક છે અને આ મહત્વની ઘડી પર ના તો હારવું જોઈએ કે, ના કોઈ ભૂલ કરવી જોઈએ. કારણ કે,ઇતિહાસ આપણને આપણી ક્રિયાઓ અને ભૂલો માટે જવાબદાર ઠેરવશે, ભલે આપણે તેને સ્વીકારવા માંગતા ન હોય.’

આ પણ વાંચો: Big Breaking : જેની રાહ જોવાતી હતી તે ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક શરુ

આ પણ વાંચો: Rahul Gandhi Files Nomination : રાહુલ ગાંધીએ વાયનાડથી નોમિનેશન ભર્યું, બહેન પ્રિયંકા સાથે કર્યો રોડ શો…

આ પણ વાંચો: Parshottam Rupala : અમદાવાદમાં આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે સમાજની બેઠક

Tags :
Elecion 2024Elecion 2024 NewsElecion 2024 UpdateLok sabha Elecion 2024Lok sabha Elecion 2024 NewsLok sabha Elecion 2024 UpdateLok sabha Elecion NewsMaulana NomaniMaulana Nomani wrote a letter to Rahulmaulana sajjad nomanimaulana sajjad nomani Newsrahul gandhi news
Next Article