Labor Ministry: મનસુખ માંડવિયાને આપવામાં આવ્યું શ્રમ મંત્રાલય, જાણો તેમની રાજકીય સફર
Labor Ministry: નરેન્દ્ર મોદી ગઈ કાલે સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. વહેલી સવારે તેમણે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. મોદી સરકાર 3.0 માં મનસુખ માંડવિયાને શ્રમ મંત્રાલય (Labor Ministry) સોંપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, મનસુખ માંડવિયાને શ્રમ અને રોજગાર મંત્રી તથા યુથ અને રમતગમત મંત્રી બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા બેઠક પરથી મોટી લીડથી જીત્યા છે. આ વખતે તેમને કેન્દ્રીય મંત્રી (MINISTER) બનાવવામાં આવ્યા છે. મોદી સરકાર 3.0માં તેમને શ્રમ મંત્રી (MINISTER) બનાવવામાં આવ્યા છે.
મનસુખ માંડવિયાની રાજકીય સફળર
આ વખતે મનસુખ માંડવિયાને ભાજપે પોરબંદરથી ટીકીટ આપી હતી. અહીં તેમની સાથે કોંગ્રેસે લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા હતા. આ સીટ પર મનસુખ માંડવિયાની 383360 મતોથી જીત થઈ હતી. તેમને કુલ 633118 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના લલિત વસોયાને કુલ 249758 મત મળ્યા હતા.મનસુખ માંડવિયાનો જન્મ 1 જુલાઈ, 1972ના રોજ ભાવનગર, ગુજરાત ખાતે થયો હતો. તે એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા અને તેના પિતા વ્યવસાયે ખેડૂત હતા. માંડવીયા પાટીદાર સમાજના લેઉઆ સમુદાયના છે, જેને ગુજરાતના રાજકારણમાં મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. મનસુખભાઈ શરૂઆતથી જ સારો અભ્યાસ કર્યો છે અને તેના પરિવારમાં સૌથી નાના છે. તેને કુલ ચાર ભાઈઓ છે, જેમાંથી તે સૌથી નાનો હોવાનું કહેવાય છે. બીજેપીના અન્ય નેતાઓની જેમ મનસુખભાઈએ પણ પ્રારંભિક જીવન એબીવીપી અને સંઘ સાથે વિતાવ્યું છે.
પોરબંદર બેઠક
રાજકીય સમીકરણની વાત કરીએ તો આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે, 1991થી અત્યાર સુધી કોંગ્રેસ અહીં માત્ર 2009માં જ જીતી શકી હતી. હાલમાં અહીંથી સાંસદ રમેશ ભાઈ ધડુક હતા જેમણે કોંગ્રેસના લલિત વસોયાને હરાવ્યા હતા. 1977માં પહેલીવાર અહીં ચૂંટણી યોજાઈ હતી, પહેલીવાર જનતા પાર્ટીના ઉમેદવાર આ બેઠક પરથી જીત્યા હતા. આ પછી 1980 અને 1984માં અહીંથી કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. આ બેઠક 1991માં ભાજપે કબજે કરી હતી અને અત્યાર સુધી આ બેઠક પર છે, 2009માં કોંગ્રેસના વિઠ્ઠલ રાદડિયા અહીંથી જીત્યા હતા, પરંતુ 2013માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત્યા હતા. આ બેઠક ગોંડલ, જેતપુર ધોરાજી, પોરબંદર કુતિયાણા માણાવદર અને કેશોદ વિધાનસભા બેઠકોની બનેલી છે. અહીંની વસ્તી 21 લાખ છે, જેમાંથી 60 ટકા શહેરોમાં રહે છે. આ બેઠક પાટીદાર મતદારોની છે. તેઓ નક્કી કરે છે કે આ સીટ કયો ઉમેદવાર જીતશે. એવું માનવામાં આવે છે કે અહીં પાટીદાર મતદારો પર ભાજપની પકડ વધુ છે.