Kamalnath: મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની કમર તૂટશે, કમલનો થશે ‘નાથ’ પરિવાર!
Kamalnath: મધ્યપ્રદેશના રાજકારણમાં ભારે ઉથલ પાથલ જોવા મળી શકે છે. ચાર વર્ષ પહેલા પણ મધ્ય પ્રદેશમાં આવી જ એક પટકથા જોવા મળી હતી, તેવી પટકથા ફરી એકવાર સર્જાઈ છે. એવા એંધાર્ણ છે કે, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પોતાના દીકરા સાથે ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જો આવું થાશે તો આ કોંગ્રેસ માટે બઉ મોટો ફટકો સાબિત થશે. કોંગ્રેસ અત્યારે તૂટતુ જોવા મળી રહ્યું છે. કારણ કે, કેટલાય દિગ્ગજો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે.
2020 જેવી પટકથા સર્જાય તેવી અટકળો
ઉલ્લેખનીય છે કે, આવી જ એક પટકથા 2020 માં સર્જાઈ હતી. ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ છોડીને પોતાના 22 વિધાયકો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતો. ત્યારે કોંગ્રેસ સરકાર પડી ગઈ અને ભાજપ ફરી એક વાર સત્તામાં આવ્યું હતું. અત્યારે પણ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની હાલત બઉ ખરાબ થઈ ગઈ છે. અત્યારે તેનું પ્રદર્શન બઉ જ ખરાબ થઈ ગયું છે. મળતી વિગતો પ્રમાણે કમલનાથ ભાજપમાં જોડાઈ જશે તો કોંગ્રેસને મોટો ઝટકો વાગવાનો છે.
કમલનાથ છિંદવાડાની મુલાકાત રદ કરીને દિલ્હી પહોંચ્યા
અત્યારે ચર્ચા એવી ચાલી રહી છે કે, તેઓ ભાજપમાં જોડાઈ જશે! કમલનાથ અચાનક પોતાની છિંદવાડાની મુલાકાત રદ કરીને દિલ્હી પહોંચી ગયા છે. તેમની સાથે સાંસદ પુત્ર નકુલનાથ પણ છે. જેના કારણે તેમના ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું હતું. જો કે આ અંગે ઘણા દિવસોથી ચર્ચાઓ ચાલી રહી હતી. દિલ્હીમાં બીજેપીમાં જોડાવાના સવાલ પર કમલનાથે મીડિયાને કહ્યું કે, ‘જો કોઈ વાત હશે, ત્યારે હું તમને જણાવીશ. જે અત્યારે થઈ રહ્યું છે, તેનાથી હું ઉત્સાહિત નથી.’ પોતાના નિવેદનમાં કમલનાથે ભાજપમાં જોડાવાની ના તો ના પાડી કે ન તો સંમત થયા. આનાથી સસ્પેન્સ વધુ ઘેરાયેલું છે.
VIDEO | "If I were to take a decision in this regard, I will inform you (the media) first," says ex-Madhya Pradesh CM and senior Congress leader Kamal Nath on reports of him joining the BJP.
STORY | Kamal Nath arrives in Delhi amid speculation over switch to BJP
READ:… pic.twitter.com/57PXzNRpal
— Press Trust of India (@PTI_News) February 17, 2024
જાણો કેમ ભાજપમાં જોડાવાની તકો વધી રહી છે?
- સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે, કમલનાથ અને તેમના સાંસદ પુત્ર નકુલ નાથે છિંદવાડામાં તેમના સમર્થક નેતાઓ સાથે ભાજપમાં જોડાવા અંગે ચર્ચા કરી છે.
- છિંદવાડાના સાંસદ નકુલ નાથે સોશિયલ મીડિયા એકાઉન્ટના બાયોથી કોંગ્રેસનું નામ હટાવી દીધું છે, આ સિવાય બંને નેતાઓના ઘણા સમર્થકોએ પણ આવું કર્યું છે.
- કમલનાથ લાંબા સમયથી કોંગ્રેસના કાર્યક્રમોમાં જોવા મળ્યા નથી. તાજેતરમાં, તેઓ કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર અશોક સિંહના નામાંકન વખતે પણ હાજર ન હતા.
- આ દરમિયાન એવી પણ વિગતો સામે આવી છે કે, કમલનાથે પીએમ નરેન્દ્ર મોદીને મળવા માટે સમય પણ માંગ્યો હતો.
કમલનાથન એટલે ઈન્દિરા ગાંધીના ત્રીજા પુત્ર
પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ કોંગ્રેસના ખુબ જ મજબૂત નેતા છે, તેઓ લગભગ 56 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. ઉલ્લેખનીય છે કે, કમલનાથને ઈન્દિરા ગાંધીના ત્રીજા પુત્ર પણ કહેવામાં આવે છે. તેઓ 1980માં છિંદવાડા લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને પ્રથમ વખત સાંસદ બન્યા હતા. તેઓ નવ વખત છિંદવાડાથી સાંસદ ચૂંટાયા હતા. કમલનાથના પત્ની અલકા નાથ પણ સાંસદ રહી ચૂક્યા છે, હાલમાં તેમનો પુત્ર નકુલનાથ છિંદવાડાથી સાંસદ છે. કમલનાથે કોંગ્રેસમાં ઘણા મોટા હોદ્દા પણ સંભાળ્યા છે, તેઓ મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને વિપક્ષના નેતા સહિત અન્ય પદો પર રહી ચૂક્યા છે.