Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

J&K: અનંતનાગ બેઠક પર મતદાન મોકૂફ, હવે આ તબક્કામાં થશે મતદાન...

જમ્મુ-કાશ્મીર (J&K)ની અનંતનાગ-રાજૌરી સંસદીય સીટ પર મતદાન સ્થગિત કરવામાં આવ્યું છે. આ બેઠક પર ત્રીજા તબક્કામાં 7 મી મેના રોજ મતદાન થવાનું હતું, પરંતુ હવે છઠ્ઠા તબક્કામાં 25 મી મેના રોજ મતદાન થશે. અપની પાર્ટી, જમ્મુ અને કાશ્મીર (J&K) પીપલ્સ...
j k  અનંતનાગ બેઠક પર મતદાન મોકૂફ  હવે આ તબક્કામાં થશે મતદાન

જમ્મુ-કાશ્મીર (J&K)ની અનંતનાગ-રાજૌરી સંસદીય સીટ પર મતદાન સ્થગિત કરવામાં આવ્યું છે. આ બેઠક પર ત્રીજા તબક્કામાં 7 મી મેના રોજ મતદાન થવાનું હતું, પરંતુ હવે છઠ્ઠા તબક્કામાં 25 મી મેના રોજ મતદાન થશે. અપની પાર્ટી, જમ્મુ અને કાશ્મીર (J&K) પીપલ્સ કોન્ફરન્સ, ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP) અને ભાજપે કાશ્મીર (J&K) ખીણની આ બેઠક પર 7 મેના રોજ મતદાન મોકૂફ રાખવા માટે ચૂંટણી પંચને વિનંતી કરી હતી. આ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને કહ્યું હતું કે તાજેતરની હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે અનંતનાગ અને રાજૌરીને જોડતો મુગલ રોડ બ્લોક થઈ ગયો છે, જેના કારણે ચૂંટણી પ્રચાર પર અસર પડી રહી છે.

Advertisement

અનેક પાર્ટીઓએ દવાઓને ફગાવ્યા...

જોકે, નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ આ દાવાઓને ફગાવી દીધા છે અને કહ્યું છે કે રસ્તો ખુલ્લો છે અને અનંતનાગથી રાજૌરી સુધીની મુસાફરી શક્ય છે. પંચે કહ્યું કે માત્ર અનંતનાગ સંસદીય મતવિસ્તાર માટે મતદાનની તારીખમાં સુધારો કરવામાં આવ્યો છે. નોમિનેશન ફાઇલ કરવા, સ્ક્રુટિની અને પરત ખેંચવા સહિતની તમામ વૈધાનિક પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ બેઠક માટે 20 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મતદાનની તારીખ સિવાય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Advertisement

આ પણ વાંચો : Congress નેતા સલમાન ખુર્શીદની ભત્રીજી મારિયા આલમ વિરુદ્ધ કેસ દાખલ, ‘વોટ જેહાદ’ની કરી હતી અપીલ…

આ પણ વાંચો : Bihar : BJP સાંસદ રવિશંકર પ્રસાદે કર્યો કટાક્ષ, કહ્યું- કોણ છે આ રાહુલ ગાંધી? Video

Advertisement

આ પણ વાંચો : ED : શું અરવિંદ કેજરીવાલને મળશે જામીન? SC એ ED ને પૂછ્યા તીખા પ્રશ્નો…

Tags :
Advertisement

.