Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election 2024: ઈન્દોરમાં પણ થઈ સુરતવાળી! શું અહીં પણ BJP બિનહરીફ ચૂંટણી જીતશે?

Congress candidate Akshay Bam: લોકસભાની ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન થઈ ગયું છે, આ દરમિયાન મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને ફરી એક મોટો ઝટકો પડ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીના હોમ ટાઉન ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય બમે પોતાનું નામ પાછું ખેંચી લીધું...
lok sabha election 2024  ઈન્દોરમાં પણ થઈ સુરતવાળી  શું અહીં પણ bjp બિનહરીફ ચૂંટણી જીતશે

Congress candidate Akshay Bam: લોકસભાની ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન થઈ ગયું છે, આ દરમિયાન મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને ફરી એક મોટો ઝટકો પડ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીના હોમ ટાઉન ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય બમે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. એટલે કે તેઓ ચૂંટણી મેદાનમાંથી બહાર નીકળી ગયા છે, જેના કારણે અહીં ભાજપની જીતનો રસ્તો સાફ માનવામાં આવે છે.

Advertisement

કોંગ્રેસે આવતે લોકસભા ચૂંટણી માટે આપી હતી ટિકિટ

કોંગ્રેસ ઉમેદવાર અક્ષમ બમ સોમવારે ભાજપના ધારાસભ્ય રમેશ મેંદોલા સાથે કલેક્ટર કાર્યાલય પહોંચ્યા અને પોતાનું ઉમેદાવાર તરીકેનું નામ પાછું લઈ લીધું છે. નોંધનીય છે કે, હવે ઈન્દોરમાં ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી સામે કોઈ મોટો પડકાર નથી. મળતી વિગતે પ્રમાણે આ પહેલા વિધાનસભાની ચૂંટણીમાં અક્ષયે કોંગ્રેસ પાસે ટિકિટ માગં હતી. પરંતુ ત્યારે કોંગ્રેસે તેમને ટિકિટ નહોતી આપી. લોકસભા ચૂંટણીમાં અત્યારે કોંગ્રેસે અક્ષયને પોતાના ઉમેદાવાર બનાવ્યા હતા.

ઉમેદવારી પાછી ખેંચવાથી કોંગ્રેસના નેતાઓ નારાજ

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમ સોમવારે સવારે કલેક્ટરની ઓફિસે પહોંચ્યા હતા. તેમની સાથે ભાજપના ધારાસભ્ય રમેશ મેંદોલા અને એમઆઈસી મેમ્બર જીતૂ યાદવ પણ જોવા મળ્યા હતા. અક્ષયે પોતાનું નામ પાછું ખેંચી લીધું અને પછી મેન્ડોલા સાથે ઓફિસની બહાર નીકળી ગયો. થોડા સમય પછી મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ અક્ષય સાથેનો ફોટો ફેસબુક પર પોસ્ટ કર્યો અને લખ્યું કે અક્ષયનું ભાજપમાં સ્વાગત છે. તે અક્ષય સાથે સીધો બીજેપી ઓફિસ ગયો. બીજી તરફ બામ દ્વારા અચાનક ઉમેદવારી પાછી ખેંચવાથી કોંગ્રેસના નેતાઓ નારાજ છે, તેઓ તેમના ઘરની બહાર વિરોધ કરવા આવી રહ્યા છે.

Advertisement

કૈલાશ વિજયવર્ગીયએ એક્સ પર પોસ્ટ કરી તસવીર

નોંધનીય છે કે, કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમે નામાંકન પાછું લીધા બાદ કૈલાશ વિજયવર્ગીયએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘કોંગ્રેસના લોકસભાની ઉમેદવાર અક્ષય ક્રાંતિ બનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવ અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.’

Advertisement

ઈન્દોર હવે કોંગ્રેસ મુક્ત થયુંઃ ભાજપ પ્રવક્તા

આ બાબતે ભાજપના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીના હોમ ટાઉન ઈન્દોર કોંગ્રેસ મુક્ત છે. કોંગ્રેસ મેદાનમાંથી ગાયબ થઈ ગઈ. કોંગ્રેસના ઉમેદવાર પાછા. દેશ અને રાજ્ય વિશે મોટા મોટા દાવા કરનારા પટવારીએ ઈન્દોરમાં કોંગ્રેસની સ્થિતિ જોવી જોઈએ. આ પછી જીતુ પટવારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

આ પણ વાંચો: LOKSABHA : ચૂંટણી પ્રચારમાં ચા-નાસ્તા પાછળ ખર્ચાયા બેશુમાર રૂપિયા, નેતાઓએ ખાલી કરી તિજોરી…

આ પણ વાંચો: રાહુલ ગાંધી બાદ પરેશ ધાનાણીનો વાણીવિલાસ, પટેલ અને ક્ષત્રિય સમાજ વિશે કહ્યું…

આ પણ વાંચો: Rajnath Singh in Gujarat : ભાવનગર અને ખંભાતમાં મહાજનસભા, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર કર્યાં આકરા પ્રહાર

Tags :
Advertisement

.