Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદીએ આ Lok Sabha Election માં કેટલી રેલી અને કેટલા રોડ શો કર્યા, જાણો સંપૂર્ણ આંકડો...

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર ગુરુવારે સાંજે થંભી ગયો હતો. PM નરેન્દ્ર મોદીએ પંજાબના હોશિયારપુરમાં રેલી સાથે તેમના ચૂંટણી પ્રચારનું સમાપન કર્યું. આ સાથે તેમણે 16 માર્ચે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી ત્યારથી તેમણે કુલ...
pm મોદીએ આ lok sabha election માં કેટલી રેલી અને કેટલા રોડ શો કર્યા  જાણો સંપૂર્ણ આંકડો
Advertisement

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર ગુરુવારે સાંજે થંભી ગયો હતો. PM નરેન્દ્ર મોદીએ પંજાબના હોશિયારપુરમાં રેલી સાથે તેમના ચૂંટણી પ્રચારનું સમાપન કર્યું. આ સાથે તેમણે 16 માર્ચે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી ત્યારથી તેમણે કુલ 206 જાહેર સભાઓ અને રોડ શો કર્યા હતા. PM મોદીએ અગાઉ 2019 ની ચૂંટણી દરમિયાન લગભગ 145 રેલીઓ અને રોડ શોમાં ભાગ લીધો હતો.

2019 ની સરખામણીએ આ વખતે વધુ રેલીઓ યોજાઈ હતી...

તમને જણાવી દઈએ કે, આ વખતે તેમણે વધુ ચૂંટણી પ્રચાર કર્યો અને જાહેર સભાઓને સંબોધી. આ વખતે ચૂંટણી પ્રચારનો સમય 76 દિવસનો હતો જ્યારે પાંચ વર્ષ પહેલા ચૂંટણી 68 દિવસ હતા. જ્યારે ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરી ત્યારે PM મોદી દક્ષિણ ભારતના રાજકીય પ્રવાસે હતા. આ દરમિયાન, તેમણે 15 માર્ચથી 17 માર્ચ વચ્ચેના ત્રણ દિવસમાં દક્ષિણ ભારતના તમામ પાંચ રાજ્યોને આવરી લીધા હતા.

Advertisement

Advertisement

ભાજપનું ફોકસ દક્ષિણ ભારત પર વધુ...

BJP આ ચૂંટણીમાં તમિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ત્રણ રાજ્યોમાં ભાજપ 2019 ની ચૂંટણીમાં એક પણ સીટ જીતી શક્યું નથી. આ ચૂંટણીમાં પાર્ટી કર્ણાટકમાં પોતાની તાકાત જાળવી રાખવા અને તેલંગાણામાં પોતાની તાકાત વધારવાની કોશિશ કરી રહી છે. વર્ષ 2019 માં BJP એ કર્ણાટકની 28 માંથી 25 બેઠકો જીતી હતી જ્યારે તેલંગાણામાં ચાર બેઠકો પોતાના નામે કરી હતી.

PM મોદીએ 80 ઈન્ટરવ્યૂ આપ્યા...

PM એ આ ચૂંટણીમાં કુલ 80 મીડિયા ઈન્ટરવ્યૂ પણ આપ્યા હતા. મતદાન શરુ થયું ત્યારથી સરેરાશ તેમણે દરરોજ એક કરતા વધુ ઈન્ટરવ્યૂ આપ્યા છે. મોદી ગુરુવાર સાંજથી 1 જૂન સુધી કન્યાકુમારીમાં ધ્યાન માટે રહેશે. આ દરમિયાન તેઓ સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલા સ્થાન પર ધ્યાન કરશે.

Prime Minister Narendra Modi will fill the nomination form from Varanasi seat on May 14

pm modi

4 જૂને પરિણામ જાહેર થશે...

PM મોદીના કોરદાર ચૂંટણી પ્રચારની જનતા પર શું અસર થશે તે તો 4 જૂને ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે જ ખબર પડશે. 73 વર્ષની ઉંમરે તેમણે યોજેલી બેઠકોની સંખ્યા અને તેમણે કાપેલા અંતરના સંદર્ભમાં કોઈ મોદીની નજીક પણ આવી શકતા નથી. તેઓ પોતાની પાર્ટી માટે મતદારો માટે સૌથી મોટું આકર્ષણ હતા. આ દરમિયાન આપવામાં આવેલા ભાષણો માટે ટીકાકારોએ તેમની ટીકા કરી હતી, ત્યારે ભાજપના ઉત્સાહી સમર્થકોનો ઉત્સાહ પણ વધી ગયો હતો.

આ પણ વાંચો : Lok Sabha Election : લોકસભા ચૂંટણી 2024 સાતમી અને અંતિમ મતદાન માટે ચૂંટણી પ્રચાર સમાપ્ત…

આ પણ વાંચો : Kanniyakumari : PM મોદી કન્યાકુમારી પહોંચ્યા, ભગવતી અમન મંદિરમાં પૂજા કરી…

આ પણ વાંચો : Lok Sabha Election : કાશીના લોકો માટે PM મોદીનો ભોજપુરીમાં ખાસ સંદેશ, કરી આ અપીલ…

Tags :
Advertisement

Trending News

.

×