Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Haryana : ખટ્ટરના સ્થાને નાયબ સિંહ સૈની બનશે નવા CM, આજે સાંજે 5 વાગ્યે લેશે શપથ...

હરિયાણા (Haryana)ના રાજકારણમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. મનોહર લાલ ખટ્ટરે CM પદ પરથી રાજીનામું આપી દીધું છે. નાયબ સિંહ સૈની હરિયાણા (Haryana)ના નવા CM બનશે. બીજી મોટી અપડેટ એ છે કે રાજ્યમાં ડેપ્યુટી CM પણ હશે. નવા CMનો શપથ...
02:13 PM Mar 12, 2024 IST | Dhruv Parmar

હરિયાણા (Haryana)ના રાજકારણમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. મનોહર લાલ ખટ્ટરે CM પદ પરથી રાજીનામું આપી દીધું છે. નાયબ સિંહ સૈની હરિયાણા (Haryana)ના નવા CM બનશે. બીજી મોટી અપડેટ એ છે કે રાજ્યમાં ડેપ્યુટી CM પણ હશે. નવા CMનો શપથ ગ્રહણ સાંજે 5 વાગ્યે થશે.

કોણ છે નાયબ સિંહ સૈની?

નાયબ સિંહ સૈની હરિયાણા (Haryana) ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. તે ઓબીસી સમુદાયમાંથી આવે છે. વર્ષ 1996 માં સૈનીને રાજ્યમાં ભાજપ સંગઠનની જવાબદારી મળી. આ પછી, 2002 માં, તેમને BJYM ના જિલ્લા મહાસચિવ બનાવવામાં આવ્યા. વર્ષ 2012 માં સૈનીને અંબાલા બીજેપીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ પછી સૈનીનું પ્રમોશન થતું રહ્યું અને 2014માં તેઓ નારાયણગઢથી ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા. 2016માં સૈનીને ખટ્ટર સરકારમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

ખટ્ટર સાથે ગાઢ સંબંધો ધરાવે છે

નાયબ સૈની મનોહર લાલ ખટ્ટરના નજીકના માનવામાં આવે છે. વર્ષ 2019 માં તેઓ કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. તેઓ શ્રમ અંગેની સંસદની સ્થાયી સમિતિના સભ્ય પણ છે. સૈનીને 2023 માં પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી હતી. તે ઘણીવાર ખટ્ટર સાથેના કાર્યક્રમોમાં જોવા મળે છે.

ખટ્ટરે આપ્યું રાજીનામું...

આ પહેલા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સુપરત કર્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું હતું. આ સાથે જ હરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (JJP)નું ગઠબંધન તૂટી ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં સીટોની વહેંચણીને લઈને મતભેદને કારણે આ ગઠબંધન તૂટી ગયું છે. આ દરમિયાન ચંદીગઢમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ રહી છે. અપક્ષ ધારાસભ્યોએ સીએમ ખટ્ટરને મળીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.

આ પણ વાંચો : Haryana : મેં ત્રણ મહિના પહેલા…, હરિયાણામાં BJP-JJP ગઠબંધન તૂટવા પર કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા…

આ પણ વાંચો : CAA : ‘આ પહેલા થવું જોઈતું હતું’, ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતે CAA નોટિફિકેશનનું સ્વાગત કર્યું…

આ પણ વાંચો : West Bengal: ડિવોર્સી કપલ ચૂંટણી મેદાનમાં સામસામે, રોચક મુકાબલો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BJPCM Manohar Lal KhattarCM of HaryanaGujarati NewsHaryana New CMIndiaNationalNayab Singh SainiPolitics
Next Article