Foreign Delegation in India: વિદેશી પાર્ટીઓના નેતાઓ ભારતની મુલાકાતે, PM Modi ની જનસભા જોઈને કહ્યું કે...
Foreign Delegation in India: દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહીં છે. જેમાં બીજેપી દ્વારા પણ જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, વિદેશી પાર્ટીના નેતાઓ ભારત આવ્યા અને બીજેપી કાર્યોની પણ માહિતી મેળવી હતી. નોંધનીય છે કે, આ વિદેશી નેતાઓ ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસાર અંગે જાણવા ભારત આવ્યા છે. કુલ 10 દેશમાંથી 18 રાજકીય પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ ભારતની મુલાકાતે આવ્યા અને ભારતમાં યોજાઈ રહેલ ચૂંટણી વિશે જાણકારી મળેવી છે.
કેન્દ્રીય મંત્રીઓ સાથે કરી ખાસ મુલાકાત
ઉલ્લેખનીય છે કે, અત્યારે બીજેપી ચૂંટણીને લઈને ગ્રાઉન્ડ લેવલથી પ્રચાર કરી રહી છે. ત્યારે વિદેશી પાર્ટીઓના પ્રધાનોએ Bjp ચૂંટણી સમયે કેવી રીતે પ્રચાર કરે છે તેની મેળવી માહિતી હતી. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને વિદેશમંત્રી એસ જયશંકર સાથે આ લોકો (Foreign Delegation)એ મુલાકાત કરી હતી. તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા, તાંજનીય, શ્રીલંકા, મોરિસીયસ અને નેપાલની વિવિધ રાજકીય પાર્ટીઓના આગેવાનો ભારત આવ્યા છે.
નરેન્દ્ર મોદીની સભામાં આ ડેલીગેટ હાજર રહ્યા હતા
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આણંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં પણ આ ડેલીગેટ હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીની સભામાં 2 લાખ લોકોની સંખ્યા જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા હતા. નોંધનીય છે કે, વિદેશી પાર્ટીઓના પ્રધાનોએ ગિફ્ટ સીટીની પણ મુલાકાત લીધી. ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોની માહિતી મેળવી અને બીજેપીના મેનિફેસ્ટોના ખુબ વખાણ પણ કર્યા હતા.
બીજેપીએ બુધવારે આ બાબતે નિવેદન જાહેર કર્યું હતું
અગાઉ 1 મેં ના રોજ અલગ અલગ આગેવાનો સાથે વાત કરવામાં આવી હતી. બીજેપીને સમર્થન આપવા માટે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોનું પણ સમર્થન મળી રહ્યું છે. નોંધનીય છે કે,ભારતીય જનતા પાર્ટી દ્વારા બુધાવારે આ બાબતે નિવેદન જાહેર કર્યું હતું.જેમાં ભારતીય જનતા પાર્ટીના ફોરેન અફેયર્સ ડિપાર્ટમેન્ટ કે ઇન્ચાર્જ વિજય ચોટિયાવાલે આ બાબતે પોતાનું નિવેદન આપ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે, ‘10 દેશોના 18 રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ ભારત આવ્યા છે. આ સાથે તેમણે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાને મુલાકાત કરી હતી છે.