Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Arun Goyal: ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે આપ્યું રાજીનામું, સર્જાઈ રહ્યા છે અનેક તર્ક વીતર્ક

Arun Goyal: આગામી લોકસભાની ચૂંટણી પહેલા જ આજે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. ભારતના ચૂંટણી પંચમાં પહેલેથી જ એક જગ્યા ખાલી હતી અને હવે માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર...
arun goyal  ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે આપ્યું રાજીનામું  સર્જાઈ રહ્યા છે અનેક તર્ક વીતર્ક

Arun Goyal: આગામી લોકસભાની ચૂંટણી પહેલા જ આજે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. ભારતના ચૂંટણી પંચમાં પહેલેથી જ એક જગ્યા ખાલી હતી અને હવે માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ આ પદ સાથે બાકી રહેશે. સૂત્રો દ્વારા મળતી વિગત પ્રમાણે વાત કરવામાં આવે તો આગામી સપ્તાહે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા છે. ગોયલના રાજીનામાની તેની સમયમર્યાદા પર કોઈ અસર પડશે કે કેમ અંગે અત્યાકે કોઈ વિગત સામે આવી નથી.

Advertisement

ચૂંટણી કમિશનરે પોતાના પદેથી રાજીનામું આપ્યું

ઉલ્લેખનીય છે કે, આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીના એલાન થવાનું છે, તે પહેલા જ ચૂંટણી કમિશનર અરુણ ગોયલે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. મળતી વિગતો પ્રમાણે હજુ તેમના કાર્યકાળ પૂર્ણ થવામાં ત્રણ વર્ષ જેવો લાંબો સમય બાકી હોવા છતાં ચૂટણી કમિશનરે રાજીનામું આપ્યું છે. જેને લઈને અત્યારે અનેક તર્ક વીતર્ક સર્જાઈ રહ્યાં છે. ત્રણ કમિશનરના પંચમાં એક કમિશનરની પોસ્ટ ખાલી છે, ત્યારે કમિશનર રાજીનામું આપી દેતા હવે પંચમાં માત્ર ચીફ કમિશનર રાજીવકુમાર જ રહ્યા છે.

બે કમિશનરની ત્વરિત કરવી નિમણૂકો કરવી પડશે

નોંધનીય છે કે, 2024 ની ચૂંટણીની તારીખનું આવતા સપ્તાહમાં એલાનની અટકળો છે, જેથી અત્યારે બે કમિશનરની ત્વરિત કરવી નિમણૂકો કરવી પડશે. ગુજરાતમાંથી પણ કોઈ પણ એક અધિકારી ઇલેક્શન કમિશનમાં જઈ રહ્યાની ચર્ચા થઈ રહીં છે. અરુણ ગોયલના રાજીનામાંનો રાષ્ટ્રપતિ દ્વારા સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભાની ચૂંટણી ભારતની સૌથી મોટી અને અગત્યની ચૂંટણી છે જેમાં ચૂંટણી કમિશનરની પોસ્ટ માટે ત્વરિત કરવી નિમણૂકો કરવી પડશે. ભારતના ચૂંટણી પંચમાં પહેલેથી જ એક જગ્યા ખાલી હતી અને હવે માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ આ પદ સાથે બાકી રહેશે.

Advertisement

આ પણ વાંચો: BREAKING : આ તારીખોમાં થઇ શકે લોકસભા ચૂંટણીનું એલાન
આ પણ વાંચો: Uttar Pradesh: ધાર્મિક વ્યક્તિના હાથમાં સત્તા આવે તો પરિણામ સારા આવે, ન્યાયાધીશે કર્યા સીએમ યોગીના વખાણ
આ પણ વાંચો: ELECTION : શું 19 એપ્રિલે મતદાન અને 22 મેના રોજ મતગણતરી..? સાચું શું છે ?
Tags :
Advertisement

.