Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ECI એ ભૂપેશ બઘેલને લીધા આડેહાથ, કહ્યું- EVM બદલવાના આરોપમાં કોઈ હકીકત નહીં...

લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો આજે સ્પષ્ટ થઈ જશે અને ખબર પડશે કે કોને બહુમતી મળી. બેલેટ પેપર દ્વારા યોજાયેલી ચૂંટણીની મત ગણતરી શરૂ થઈ ગઈ છે. આ સાથે જ વલણો આવવા લાગ્યા છે. આ દરમિયાન વિપક્ષી પાર્ટીઓ પણ આરોપો...
eci એ ભૂપેશ બઘેલને લીધા આડેહાથ  કહ્યું  evm બદલવાના આરોપમાં કોઈ હકીકત નહીં

લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો આજે સ્પષ્ટ થઈ જશે અને ખબર પડશે કે કોને બહુમતી મળી. બેલેટ પેપર દ્વારા યોજાયેલી ચૂંટણીની મત ગણતરી શરૂ થઈ ગઈ છે. આ સાથે જ વલણો આવવા લાગ્યા છે. આ દરમિયાન વિપક્ષી પાર્ટીઓ પણ આરોપો લગાવવામાં પાછળ નથી. ફરી એકવાર EVM સાથે છેડછાડના દાવા કરવામાં આવ્યા છે. આ વખતે આ આરોપો છત્તીસગઢના પૂર્વ CM અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલે લગાવ્યા છે. તેમનું કહેવું છે કે રાજનાદગાંવ લોકસભા સીટ પર EVM માં ​​ફેરફાર કરવામાં આવ્યા છે અને તેના કારણે હજારો મતો પર અસર થશે. તેમણે આ અંગે ચૂંટણી પંચ (ECI) પાસે કાર્યવાહીની માંગ કરી હતી. આ બાબતની નોંધ લેતા, EC એ દાવાઓને નકારી કાઢ્યા છે અને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા પણ આપી છે.

Advertisement

ભૂપેશ બઘેલનો દાવો...

ભૂપેશ બઘેલે પોતાની એક્સ પોસ્ટમાં લખ્યું છે કે, 'ચૂંટણી પંચે (ECI) ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા મશીનોના નંબર આપ્યા હતા. જેમાં બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને VVPAT સામેલ છે. મારા મતવિસ્તાર રાજનાદગાંવમાં મતદાન કર્યા પછી ફોર્મ 17C માં આપવામાં આવેલી માહિતી અનુસાર, ઘણી મશીનોના નંબર બદલાઈ ગયા છે. જે બૂથના નંબર બદલાયા છે તેના કારણે હજારો મતોને અસર થઈ છે. અન્ય ઘણી લોકસભા મતવિસ્તારોમાં પણ આવી જ ફરિયાદો મળી છે. અમે રાજ્યના ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી રહ્યા છીએ. ચૂંટણીપંચે જવાબ આપવો જોઈએ કે કયા સંજોગોમાં મશીનો બદલાયા અને ચૂંટણી પરિણામો પર અસર માટે કોણ જવાબદાર રહેશે? બદલાયેલ નંબરોની યાદી ઘણી લાંબી છે પણ તમારા અવલોકન માટે એક નાની યાદી જોડાયેલી છે.

Advertisement

ચૂંટણી પંચની સ્પષ્ટતા...

ચૂંટણી પંચ (ECI), ઉત્તર પ્રદેશે કહ્યું કે, 'ભૂપેશ બઘેલના આરોપો સાચા નથી અને છત્તીસગઢના CEO દ્વારા પહેલાથી જ તેનું ખંડન કરવામાં આવ્યું છે.' ચૂંટણી પંચ (ECI), છત્તીસગઢે કહ્યું, 'પીસી રાજનાંદગાંવના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા કરવામાં આવેલા આરોપો સાચા નથી અને આરઓ રાજનાંદગાંવ દ્વારા પહેલાથી જ તેનું ખંડન કરવામાં આવ્યું છે.'

Advertisement

આ પણ વાંચો : ‘એક આઝાદી એ અમારો અધિકાર…’ વોટિંગ પહેલા સીટો અંગે Akhilesh Yadav નો મોટો દાવો…

આ પણ વાંચો : UP : Mirzapur માં મતગણતરી કેન્દ્રની દીવાલ તોડવાની અફવા, CEO એ સમગ્ર સત્ય જણાવ્યું…

આ પણ વાંચો : Lok Sabha Election : લોકસભાના પરિણામો બાદ કેટલાક રાજ્યોમાં હિંસાનો ભય, ચૂંટણી પંચે લીધો આ મોટો નિર્ણય…

Tags :
Advertisement

.