Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Elections 2024: કોંગ્રેસને મળી રાહત! પાર્ટીને હવે IT ટ્રિબ્યુનલે બુધવાર સુધીનો સમયગાળો આપ્યો

Election 2024: આઈટી વિભાગ દ્વારા કોંગ્રેસ સાથે જોડાયેલા ખાતાઓને આઈટી ટ્રિબ્યુનલ તરફથી મોટી રાહત મળી છે. પાર્ટીના નેતા વિવેક ટંખાએ કહ્યું કે, ‘કોંગ્રેસના ખાતા પરનો પ્રતિબંધ બુધવાર સુધી હટાવી લેવામાં આવ્યો છે. તંખાએ કહ્યું કે મેં હમણાં જ દિલ્હીમાં ITAT...
elections 2024  કોંગ્રેસને મળી રાહત  પાર્ટીને હવે it ટ્રિબ્યુનલે બુધવાર સુધીનો સમયગાળો આપ્યો

Election 2024: આઈટી વિભાગ દ્વારા કોંગ્રેસ સાથે જોડાયેલા ખાતાઓને આઈટી ટ્રિબ્યુનલ તરફથી મોટી રાહત મળી છે. પાર્ટીના નેતા વિવેક ટંખાએ કહ્યું કે, ‘કોંગ્રેસના ખાતા પરનો પ્રતિબંધ બુધવાર સુધી હટાવી લેવામાં આવ્યો છે. તંખાએ કહ્યું કે મેં હમણાં જ દિલ્હીમાં ITAT બેન્ચ સમક્ષ કોંગ્રેસનો પક્ષ રજૂ કર્યો છે. અમે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના તમામ ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.’

Advertisement

તંખાએ વધુમાં જણાવ્યું કે, અદાલતે મારી વાત સાંભળી. અમે કહ્યું કે આમારી પાસ સબૂત છે અને અમને અપ્રમાણસર સજા કરી શકાય નહીં. તંખાએ કહ્યું કે અમારા પર 115 કરોડનો ટેક્સ કેવી રીતે વસૂલવામાં આવે છે? તેના પર અમે મેરિટ પર ચર્ચા કરવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે કોર્ટે સુનાવણી બાદ અમને રાહત આપી અને હવે કોંગ્રેસ પાર્ટી બેંક ખાતાનો ઉપયોગ કરી શકશે. આગામી સુનાવણી બુધવારે થશે.

આ પહેલા પાર્ટીના વરિષ્ઠ નેતા અજય માકને દાવો કર્યો હતો કે, ના તો કર્મચારીઓનો પગાર નીકાળી શકીએ છીએ કે, ના તો બિલો ભરી શકીએ છીએ. માકનનું કહેવું છે કે, કોંગ્રેસની સાથે સાથે યુથ કોંગ્રેસના એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. અજય માકને પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાણકારી આપી હતી.

Advertisement

અજય માકને કહ્યું હતું કે, ‘કોંગ્રેસ પાર્ટીના ખાતાઓ ફ્રીઝ થઈ ગયા,દેશ લોકડાઉન હેઠળ છે. લોકશાહી ફ્રીઝ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી (elections 2024)નું આગામી ટૂંક સમયમાં એલાન થવાનું છે. તેવામાં આ કાર્યવાહી કરીને સરકાર શું સાબિત કરવા માંગે છે. દેશની મુખ્ય પાર્ટીઓના ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે રૂ. 210 કરોડની રિકવરી માંગી છે.’

Advertisement

2018-19 ની ઈનકમ ટેક્ટની ફાઈલોનો આધાર...

કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, 2018-19 ની ઈનકમ ટેક્ટની ફાઈલોનો આધાર રાખીને કરોડો રૂપિયા માંગવામાં આવી રહ્યા છે. તે ખુબ જ શરમની વાત છે, આ લોકતંત્રની હત્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા અમારા ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટી સદસ્યતા અભિયાન દ્વારા યુથ કોંગ્રેસ પાસેથી નાણાં એકત્ર કરે છે અને તે પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.

45 દિવસનો વધારે સમય આપવામાં આવ્યો પરંતુ...

માકને કહ્યું કે, પાર્ટીને રિટર્ન ફાઈલ ભરતા વખત લાગી ગયો હતો. પરંતુ 45 દિવસનો વધારે સમય આપવામાં આવ્યો હતો. પરંતુ તેનો મતલબ એ નથી કે ખાતા જ ફ્રીઝ કરી દેવામાં આવે! તેમણે વધુમાં કહ્યું કે, બધું જ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. તેમની પાસે ના તો પગાર કરવાના પૈસા છે કે,ના તો વીજળીના બિલ ભરવાના પૈસા છે. બેંકમાં પૈસા જમા પણ નથી કરાવી શકતા અને બેંકમાંથી ઉપાડી પણ નથીં શકતા.

કાલે જ કોર્ટે મોટો નિર્ણય કર્યો હતો

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડની માન્યતાને ગેરબંધારણીય ગણાવીને રદ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે. તેથી ચૂંટણી બોન્ડ માન્ય ગણી શકાય નહીં. એટલું જ નહીં, કોર્ટે હવે ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે અને SBIને બોન્ડની સંપૂર્ણ વિગતો ચૂંટણી પંચને આપવા જણાવ્યું છે. કોર્ટે ચૂંટણી પંચને વિગતો જાહેર કરવાનો આદેશ પણ આપ્યો હતો.

આ પણ વાંચો: ‘વિકસિત ભારત વિકસિત રાજસ્થાન’ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી, PM Modi ના કોંગ્રેસ પર વાક્ પ્રહાર

Tags :
Advertisement

.