CABINET MINISTER : રાજકારણના ચાણક્ય અમિત શાહને ફરી આપવામાં આવ્યું ગૃહ મંત્રાયલ
CABINET MINISTER : નરેન્દ્ર મોદી કાલે સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.. વહેલી સવારે તેમણે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. ગુજરાતમાંથી મંત્રી (Minister) તરીકે શપથ લેવા જઈ રહેલા અમિત શાહ પર નરેન્દ્ર મોદીએ ભરોષો મૂકયો હતો. ગત ટર્મમાં પણ તેઓ ગાંધીનગર બેઠક પરથી સારી લીડ સાથે જીત્યા હતા. આ સાથે તેઓ દેશના ગૃહમંત્રી (Minister) તરીકે પણ સેવા આપતા આવ્યા છે. આ વખતે પણ તેમને ગૃહ મંત્રાયલ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તેમને લોકો રાજકારણના ચાણક્ય તરીકે ઓળખે છે.
નગર શેઠ તરીકે કામ કરતા હતા અમિત શાહના દાદા ગુલાબચંદ ગોકળદાસ શાહ
ગુજરાતના પાટનગર ગાંધીનગરથી માત્ર 20 કિલોમીટર અંતરે આવેલા માણસ નગરના શાહ પરિવારમાં 22 ઓક્ટોબર 1964ના રોજ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો જન્મ થયો હતો. અનિલ ચંદ્ર શાહને ત્યાં ચાર દીકરીઓ બાદ પૂનમની તિથિએ દીકરાનો જન્મ થતા દીકરાનું ભૂલામણુ નામ પૂનમ રાખવામાં આવ્યું હતું. પોતાનું પ્રાથમિક શિક્ષણ માણસમાં લીધા બાદ અમદાવાદને કર્મભૂમિ બનાવી અને આજે દુનિયાની સૌથી મોટા લોકશાહીના ગૃહમંત્રી બન્યા છે. અંગ્રેજોના શાસન દરમ્યાન માણસ સ્ટેટના નગર શેઠ તરીકે ભાજપ રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહના દાદા ગુલાબચંદ ગોકળદાસ શાહ કામ કરતા હતા. ગુલાબચંદની વહીવટી કુશળતાના કારણે તે રાજવી પરિવારના નિકટતમ સભ્યોમાંના એક સભ્ય હતા.
13 વર્ષની ઉંમરમાં ગલી-ગલીએ લગાડ્યા પોસ્ટર
અમિત શાહનું શિક્ષણ મહેસાણામાં થયું છે. તેમના જીવન પર તેમના દાદાની છાપ સ્પષ્ટ દેખાય છે. એક વખત પોતાનું બાળપણ યાદ કરીને અમિત શાહે કહ્યું હતું કે તેમના દાદા નરમ સ્વભાવના હતા પણ સવારે ચાર વાગ્યે ઉઠવાનું અનિવાર્ય હતું. ભારતીય વસ્ત્રોમાં આટલી વહેલી સવારે તૈયાર થઈને બેસવાનો નિયમ હતો. ત્યારથી જ તેમના મનમાં ભારતીય સંસ્કૃતિના મૂળિયા મજબૂત થયા. અમિત શાહના પરદાદા અને દાદા માણસાના નગરશેઠ હતા. બાળપણમાં તેમને શિક્ષા પરંપરાગત રીતે આચાર્ય અને શાસ્ત્રી દ્વારા મળી. અમિત શાહની ઉંમર ફક્ત 13 વર્ષની હતી જ્યારે તેઓ સરદાર પટેલની દીકરીના પક્ષમાં દીવાલો પર પોસ્ટર પણ લગાવતા હતા જે ઇન્દિરા ગાંધીના વિરુદ્ધ હતા. એ વર્ષે ઇન્દિરા વિરોધી લહેરમાં ગુજરાતની 20 લોકસભા સીટોમાં 15 સીટો જનતા પાર્ટીએ જીતી હતી.
પોલીંગ એજન્ટના રૂપમાં બીજેપીનું પહેલું કામ
શાહ 1980માં ફક્ત 16 વર્ષની ઉંમરે સંઘમાં જોડાયા હતા. એ વર્ષે બીજેપી પાર્ટીનો જન્મ થયો હતો. 1984 સામાન્ય ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક હાર બાદ બીજેપીમાં વિચારધારાથી જોડાયેલા લોકો જ આવી રહ્યા હતા. 1985માં અમિત શાહ ઓફિશ્યલી બીજેપીમાં સામેલ થયા. એક સાધારણ કાર્યકર્તાના રૂપમાં સામેલ થનારા અમિત શાહને પાર્ટીનું પહેલું કામ મળ્યું હતું અમદાવાદ નારણપુરા વોર્ડ ચૂંટણીમાં પોલીંગ એજન્ટનું. એના થોડા દિવસો બાદ તેઓ વોર્ડના સચિવ બની ગયા. અહીંથી તેમની રાજકીય સફર શરુ થઈ.
નરેન્દ્ર મોદી સાથે સંપર્ક કઈ રીતે થયો?
1987માં અમિત શાહ બીજેપીના યુવા યુનિટના મેમ્બર બન્યા. શરૂઆતમાં દીનદયાળ રિસર્ચ ઇન્સ્ટીટયુટમાં કોષાધ્યક્ષના રૂપમાં તેમણે સંસ્થાનને આગળ વધારવામાં બહુ યોગદાન આપ્યું. આઠ વર્ષો દરમ્યાન તેમણે વિચારધારાથી જોડાયેલી જાણકારી મેળવી અને અઢળક વાંચ્યું જે આજે તેમને રાજનીતિમાં બહુ કામ આવે છે. એ દરમ્યાન તેઓ નાનાજીને એક સ્વપ્નદ્રષ્ટા નેતા માનતા હતા. નાનાજીથી તેમને ઘણાં બોધપાઠ મળ્યા હતા. રસપ્રદ વાત છે કે એ સમયે તેઓ નરેન્દ્ર મોદીના સંપર્કમાં પણ આવ્યા. જોકે, રાજકીય માહોલ તેમને બાળપણથી જ મળી ચૂક્યો હતો. તેમના દાદા અને પિતા ગાંધીવાદી હતા. 1977માં કટોકટીમાં જ્યારે ઇન્દિરા ગાંધીની નીતિ વિરુદ્ધ જે બી કૃપલાણી, મણિબેન પટેલ સહિતના નેતાઓ જનતા પાર્ટીના સપોર્ટમાં આવ્યા ત્યારે આચાર્ય કૃપલાણી તેમના ઘરે સાત દિવસ રોકાયા હતા.
બીજેપીની દરેક મોટી ઓફિસમાં લાયબ્રેરી ખોલાવી
વાંચનપ્રેમી અમિત શાહનું માનવું હતું કે બીજેપી જેવા ખાસ વિચારધારા ધરાવતા રાજકીય દળના પ્રત્યેક પ્રદેશ તેમજ જિલ્લા કાર્યાલયમાં પુસ્તકાલય હોવું જોઈએ. તેમણે જણાવ્યું કે પ્રારંભિક દિવસોમાં જ્યારે તેઓ ગુજરાતમાં પાર્ટીના સામાન્ય કાર્યકર્તા હતા તો પાર્ટીની મીટીંગ અને કાર્યક્રમોમાં પાણી તથા ચાની સુવિધા નિશ્ચિત કરવાનું તેમનું કામ હતું. એ સમયે તેમણે બીજેપીના એક વરિષ્ઠ નેતાને પત્ર લખીને કહ્યું હતું કે રાજકીય પાર્ટીના કાર્યાલયમાં પુસ્તકાલય અવશ્ય હોવું જોઈએ જ્યાં કાર્યકર્તા અધ્યયન, ચિંતન, મનન કરીને વૈચારિક તેમજ બૌદ્ધિક ધાર તેજ કરી શકે. તેમણે લખેલા પત્ર પર ચર્ચા થઈ અને દરેક ઓફિસમાં લાયબ્રેરી ખોલવામાં આવી.
ગુજરાતમાં શાહે દેખાડી ‘ચાણક્યનીતિ’
1991માં જ્યારે બીજેપીના કદાવર નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગાંધીનગર સીટ પર નોંધણી કરી તો અમિત શાહ તેમના ચૂંટણી પ્રભારી હતા. ત્યાંથી તેમની ઓળખ બનવાની શરુ થઈ. એ સમયે ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં બીજેપી કમજોર કહેવાતું. મોદી અને શાહે મળીને કોંગ્રેસનું પ્રભુત્વ ખતમ કરવા માટે એ નેતાઓનું નેટવર્ક તૈયાર કર્યું જે પ્રધાન પદની ચૂંટણી હારી ચૂક્યા હતા. આ પગલાંથી ગુજરાતની અર્થવ્યવસ્થા પણ બદલવાની શરુ થઈ. 1999માં શાહ દેશની સૌથી મોટી કોઓપરેટિવ બેંક, અમદાવાદ ડીસ્ટ્રીક્ટ કોઓપરેટિવ બેંકના અધ્યક્ષ બન્યા અને 2014 સુધીમાં બેન્કનો પ્રોફિટ 250 કરોડ થઈ ગયો.
મોદી-શાહની જોડીએ બીજેપીને બુલંદી આપી
1997માં મોદીએ શાહને વિધાનસભાની ચૂંટણી લડવા કહ્યું. તેઓ એ વર્ષે ઉપચૂંટણી જીતી વિધાયક બન્યા. 2001માં મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી શાહે 2002માં અમદાવાદની સરખેજ સીટથી દોઢ લાખથી વધુ વોટ જીતી રેકોર્ડ જીત મેળવી. મોદી 12 વર્ષ ગુજરાતના સીએમ રહ્યા એ દરમ્યાન શાહ તેમનો જમણો હાથ બન્યા હતા. એક સમયે તો શાહ પાસે ગુજરાત સરકારમાં 12 મંત્રાલય હતા. 2013-14માં બીજેપીએ નરેન્દ્ર મોદીને કેન્દ્રની રાજનીતિમાં લાવવાનો નિર્ણય કર્યો અને શાહ ભાજપના અધ્યક્ષ બની ગયા. રાજનાથ સિંહ બાદ પાર્ટીની કમાન સંભાળનારા શાહે રાજકીય સ્તરે રણનીતિમાં પરિવર્તન લાવી બીજેપીને જીત અપાવી. આજે બીજેપી દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે.