Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

West Bengal માં ફરી ઘાતકી હુમલો, BJP ના કાર્યકરની ગોળી મારી કરાઈ હત્યા...

પશ્ચિમ બંગાળ (West Bengal)ના નાદિયામાં BJP ના એક કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. માર્યા ગયેલા કાર્યકરની ઓળખ હફીઝુલ શેખ તરીકે થઇ છે, જે તાજેતરમાં જ BJP માં જોડાયો હતો. પોલીસ સુત્રોએ જણાવ્યું કે હફીઝુલ શેખની શનિવારે સાંજે ચાની...
west bengal માં ફરી ઘાતકી હુમલો  bjp ના કાર્યકરની ગોળી મારી કરાઈ હત્યા

પશ્ચિમ બંગાળ (West Bengal)ના નાદિયામાં BJP ના એક કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. માર્યા ગયેલા કાર્યકરની ઓળખ હફીઝુલ શેખ તરીકે થઇ છે, જે તાજેતરમાં જ BJP માં જોડાયો હતો. પોલીસ સુત્રોએ જણાવ્યું કે હફીઝુલ શેખની શનિવારે સાંજે ચાની દૂકાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને માથામાં ગોળી વાગી હતી. પીડિત BJP કાર્યકરના પરિવારે દાવો કર્યો છે કે તેની હત્યા કરવામાં આવી છે કારણ કે તે તાજેતરમાં જ BJP માં જોડાયો હતો. પોલીસે જણાવ્યું કે, આરોપી અમે પીડિતા બંને ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. મુખ્ય આરોપીની ઓળખ થઇ ગઈ છે, પરંતુ હજુ સુધી તેની ધરપકડ કરાઈ નથી.

Advertisement

થોડા સમય પહેલા TMC કાર્યકરની હત્યા કરવામાં આવી હતી...

તમને જણાવી દઈએ કે, છઠ્ઠા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા પૂર્વ મિદનાપુરમાં TMC કાર્યકરની હત્યા કરવામાં આવી હતી જ્યારે અન્ય એક TMC કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રથમ ઘટના પૂર્વ મિદનાપુરના મહિષદલની છે, જ્યાં ચૂંટણી દુશ્મનાવટના કારણે એસકે મોઇબુલ નામના TMC કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. મૃતક ટીએમવાયસીના ઉપપ્રમુખ હતા. TMC એ આરોપ લગાવ્યો છે કે મોઇબુલ ગઇકાલે રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે BJP ના કેટલાક લોકોએ તેની હત્યા કરી હતી. આ સંદર્ભે મહિષદલ પોલીસ સ્ટેશને BJP ના 5 કાર્યકરોની ધરપકડ કરી હતી.

22 મેના રોજ નંદીગ્રામમાં BJP કાર્યકરની હત્યા કરવામાં આવી હતી...

તમને જણાવી દઈએ કે આ પહેલા પશ્ચિમ બંગાળ (West Bengal)ના નંદીગ્રામમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક મહિલા BJP કાર્યકરનું મોત થયું હતું. આ અથડામણમાં BJP ના 7 કાર્યકરો પણ ઘાયલ થયા છે. આ ઘટના 22 મેના રોજ મોડી રાત્રે નંદીગ્રામના સોનચુરામાં બની હતી. અહીં BJP અને TMC કાર્યકર્તાઓ એકબીજા સાથે અથડામણ કરી. TMC કાર્યકર્તાઓ પર BJP ના કાર્યકરો પર ધારદાર હથિયારોથી હુમલો કરવાનો આરોપ છે. અથડામણમાં મૃત્યુ પામેલી મહિલા BJP કાર્યકરનું નામ રતિબાલા આદી છે.

Advertisement

આ પણ વાંચો : Arvind Kejriwal 21 દિવસ બાદ આજે ફરી Tihar જેલમાં જશે, દિલ્હી સરકાર જેલમાંથી જ ચાલશે…

આ પણ વાંચો : ધ્યાનના 45 કલાક પૂર્ણ, ‘મારા શરીરનો દરેક કણ દેશ માટે છે’, ધ્યાન બાદ PM મોદીનો સંદેશ…

Advertisement

આ પણ વાંચો : Lalu Prasad Yadav એ એવું તો શું કર્યું કે ચૂંટણી પંચે નોંધી ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો…

Tags :
Advertisement

.