Brijendra Singh : હરિયાણામાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, હિસારના સાંસદ બ્રિજેન્દ્ર સિંહે પાર્ટી છોડી...
લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો લાગ્યો છે. હિસારના સાંસદ બ્રિજેન્દ્ર સિંહે (Brijendra Singh) પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના કોંગ્રેસમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. હિસારના સાંસદે સોશિયલ મીડિયા પર પોતાના રાજીનામાની જાણકારી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, મેં અનિવાર્ય રાજકીય કારણોસર ભાજપની પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યું છે. મને હિસારથી સંસદ સભ્ય તરીકે સેવા આપવાની તક આપવા બદલ હું નરેન્દ્ર મોદી, અમિત શાહ અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કરું છું.
મળતી માહિતી મુજબ, બ્રિજેન્દ્ર સિંહ (Brijendra Singh) અને તેમના પિતા પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહ આજે જ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તમને જણાવી દઈએ કે, બિરેન્દ્ર સિંહ 2014 માં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા, ત્યારબાદ તેમને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા હતા અને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા.
I have resigned from the primary membership of BJP,due to compelling political reasons.
I extend gratitude to the party, National President Sh. JP Nadda, Prime Minister Sh. Narendra Modi, & Sh Amit Shah for giving me the opportunity to serve as the Member of Parliament for Hisar.— Brijendra Singh (@BrijendraSpeaks) March 10, 2024
JJP સાથે ગઠબંધનથી નારાજ
કહેવામાં આવી રહ્યું છે કે JJP સાથે ગઠબંધન ચાલુ રાખવાથી બીરેન્દ્ર સિંહ નાખુશ હતા. વાસ્તવમાં ભાજપે JJPને પણ મહાગઠબંધનમાં સામેલ કરી છે, ત્યારબાદ બ્રિજેન્દ્ર સિંહે (Brijendra Singh) ભાજપ છોડવાની જાહેરાત કરી છે. આ વખતે બ્રિજેન્દ્ર સિંહ (Brijendra Singh)ની ટિકિટ કેન્સલ થવાની પણ શક્યતા છે. હિસાર લોકસભા સીટ પરથી પૂર્વ નાણામંત્રી કેપ્ટન અભિમન્યુ, પૂર્વ સાંસદ કુલદીપ બિશ્નોઈ અને ડેપ્યુટી સ્પીકર રણબીર ગંગવાર વચ્ચે એકને મેદાનમાં ઉતારવાની તૈયારી ચાલી રહી છે.
10 વર્ષ બાદ કોંગ્રેસમાં વાપસી
બિરેન્દ્ર સિંહ 10 વર્ષ બાદ ફરી કોંગ્રેસમાં વાપસી કરવા જઈ રહ્યા છે. 2014ની ચૂંટણી પહેલા જ તેઓ તેમના પિતા સાથે ભાજપમાં જોડાયા હતા. આ પછી તેમને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા. 2019ની ચૂંટણીમાં ભાજપે તેમને હિસાર લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. જો કે હવે ફરી એકવાર તેઓ કોંગ્રેસ પાર્ટીમાં પરત ફરવાના છે.
આ પણ વાંચો : UN માં ભારતે સંભળાવી ખરી-ખોટી, કહ્યું- એક દાયકાથી વધુ સમય વીતી ગયો પરંતુ…
આ પણ વાંચો : Farmers Protest : આજે ખેડૂતોનું ‘રેલ રોકો’ આંદોલન, અંબાલામાં કલમ 144 લાગુ…
આ પણ વાંચો : Arun Goel Resigns : ચૂંટણી કમિશનરની નિમણૂક પર વિવાદ અને હવે રાજીનામું… શું CEC એકલા લોકસભાની ચૂંટણી કરાવી શકે?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ