Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi: જગત મંદિર દ્વારકામાં નમો...નમો; ધજા ચડાવી પાદુકા પૂજન કર્યું

PM Modi Dwarka: પીએમ નરેન્દ્ર મોદી આજે દ્વારકાની પાવન તીર્થ ભૂમિમાં પધાર્યા છે. અહીં તેમણે બેટ દ્વારકામાં પૂજા-અર્ચના કરી અને પાદુકાની પણ પૂજા કરી હતીં. આજે દ્વારકાના જગત મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ તેઓ ગોમતીના નીરમાં ડૂબકી પણ લગાવશે. અહીં બનેલા...
pm modi  જગત મંદિર દ્વારકામાં નમો   નમો  ધજા ચડાવી પાદુકા પૂજન કર્યું

PM Modi Dwarka: પીએમ નરેન્દ્ર મોદી આજે દ્વારકાની પાવન તીર્થ ભૂમિમાં પધાર્યા છે. અહીં તેમણે બેટ દ્વારકામાં પૂજા-અર્ચના કરી અને પાદુકાની પણ પૂજા કરી હતીં. આજે દ્વારકાના જગત મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ તેઓ ગોમતીના નીરમાં ડૂબકી પણ લગાવશે. અહીં બનેલા ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજનું પણ પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કર્યું છે. મળતી વિગતો પ્રમાણે આ કેબલ બ્રિજ ઓખા અને બેટ દ્વારકાને જોડતો બ્રિજ 980 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન દ્વારકા જગત મંદિરના પૂજારીએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ તમામ કાર્યક્રમ બાદ વડાપ્રધાને દ્વારકાના જગત મંદિરના દર્શન કર્યા હતાં.અહીં તેઓ ભક્તિમય થઈ ગયા અને દ્વારકાધીશા પાસે જગત કલ્યાણની પ્રાર્થન કરી હતી.

Advertisement

બેટ દ્વારકા મંદિરના પૂજારીએ પણ કર્યા પીએમ મોદીના વખાણ

જગત મંદિરના પૂજારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુબ વખાણ કર્યા હતાં. બેટ દ્વારકા મંદિરના પૂજારી જિજ્ઞેશ જોષી કહે છે, ‘આ પહેલીવાર છે જ્યારે પીએમ મોદી દ્વારકામાં દર્શન માટે આવશે. સૌથી સુંદર વાત એ છે કે જે પુલ ખુલ્લો મુકાશે તે ભગવાનના શસ્ત્ર 'સુદર્શન'ના નામે છે. દરેકને આ યાદ હશે. અમે બધા મોદીજીના આભારી છીએ. અમે અમારી ખુશીને શબ્દોમાં પણ વર્ણવી શકતા નથી. તમામ પૂજારીઓ તરફથી PM મોદીને ઘણી શુભેચ્છાઓ.’

પહેલીવાર કોઈ પ્રધાનમંત્રી દ્વારકાના દર્શને આવ્યાઃ પૂજારી જિજ્ઞેશ જોષી

વધુમાં પૂજારી જિજ્ઞેશ જોષીએ કહ્યું કે, અનેક પ્રધાનમંત્રીઓ ભારતમાં થઈ ગયા છે. પરંતુ આ પહેલીવાર છે કે, કોઈ પ્રધાનમંત્રી દ્વારકાના દર્શને આવી રહ્યા છે. અહીં ઠાકુરજી સામે પૂજા કરશે અને પરિસરના દર્શન કરશે. અહીં બનેલા બ્રિજનું નામ સુદર્શન સેતું રાખવામાં આવ્યું છે, જે પ્રભુ શ્રી કૃષ્ણનું શસ્ત્ર છે. બ્રિજનું નામ ખુબ જ સુંદર રાખવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીના અમે ખુબ જ આભારી છીએ, એટલી ખુશી છે કે, અમે તેને વ્યક્ત કરી શકીએ તેમ નથી. અમારા દરેક પૂજારીજણ તરફી પ્રધાનમંત્રીને ખુબ ખુબ શુભેચ્છાઓ છે.’

Advertisement

અહીં કરવામાં આવશે કરોડના વિકાસ કર્યોનો શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Modi) આજે ગુજરાતમાં રૂ. 52,250 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જેમાં આરોગ્ય, માર્ગ, રેલવે, ઉર્જા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, પ્રવાસન જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. PM આજે રાજકોટ, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી અને મંગલાગીરી એઈમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. PM નરેન્દ્ર મોદી નવી મુંદ્રા-પાનીપત પાઈપલાઈન પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. તેઓ રાજકોટ-ઓખા, રાજકોટ-જેતલસર-સોમનાથ અને જેતલસર-વાંસજાળીયા રેલ વિદ્યુતીકરણ પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.

Advertisement

આ પણ વાંચો: PM Modi એ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી અને સુદર્શન બ્રિજનું કર્યું ઉદ્ઘાટન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.