Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP : રાજ્યસભામાંથી રૂપાલા-માંડવિયા આઉટ, જાણો કોણ છે ભાજપના રાજ્યસભાના 4 ઉમેદવાર...

ગુજરાત રાજ્ય સભા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી સરપ્રાઈઝ આપી છે. ભાજપે (BJP) જાહેર રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કરાયા છે.  ભાજપે (BJP) જાહેર રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર...
bjp   રાજ્યસભામાંથી રૂપાલા માંડવિયા આઉટ  જાણો કોણ છે ભાજપના રાજ્યસભાના 4 ઉમેદવાર

ગુજરાત રાજ્ય સભા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી સરપ્રાઈઝ આપી છે. ભાજપે (BJP) જાહેર રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કરાયા છે.  ભાજપે (BJP) જાહેર રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે. પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા આ યાદીમાંથી આઉટ થઈ ગયા છે.  હવે જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કરાયા છે.

Advertisement

 ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભા લડશે. લેઉવા પટેલ સમાજના લીડર અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પણ બનશે રાજ્યસભાના સાંસદ. બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાની લોટરી લાગી છે. મધ્ય ગુજરાતમાંછી ભાજપના અગ્રણી જશવંતસિંહ પરમાર પણ રાજ્યસભાના સાંસદ બનશે.

ચારેય ઝોન સાચવી લીધા

રાજ્યસભાના ચાર ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવાર ગુજરાતી છે, જ્યારે એક આયાતી એવા જે.પી.નડ્ડા છે. રાજ્યમાંથી ઝોન વાઇઝ પ્રતિનિધિત્વની વાત કરીએ તો ગોવિંદ ધોળકીયા મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હોવાથી તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે. તેમજ જશવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતનું અને મયંક નાયક ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

Advertisement

જે.પી. નડ્ડા

જે.પી.નડ્ડાનો જન્મ 2 ડિસેમ્બર 1960માં થયો હતો. તેમણે એલએલબી સુધીનો અભ્યાસ કરેલો છે. તેમનો રાજકારણમાં પ્રવેશ 1975માં થયો હતો. તેઓ 1977માં પટણા યુનિવર્સીટી વિધ્યાર્થી સંઘમાં એબીવીપીના ઉમેદવાર તરીકે સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા. 1991માં તેઓ 31 વર્ષની ઉંમરે ભારતીય જનતા પક્ષના યુવા મોરચાના રાષ્ટ્રીય અદ્યક્ષ બન્યા હતા. તેઓ હિમાચલ પ્રદેશમાંથી ત્રણ વાર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. હિમાચલ પ્રદેશ સરકારમાં તેઓ કેબિનેટ મંત્રી બન્યા હતા. ઉપરાંત તેઓ ભાજપના રાષ્ટ્રીય સેક્રેટરી અને પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્ય પણ રહ્યા હતા. નરેન્દ્ર મોદી સરકાર 1 માં તેઓ આરોગ્ય મંત્રી હતા. 2019માં તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા.

Advertisement

ગોવિંદભાઈ ધોળકિયા

ગોવિંદ ધોળકિયાનું બાળપણ સાદગીથી વીત્યું હતું.  7 નવેમ્બર 1947 ના રોજ જન્મેલા ગોવિંદ ધોળકિયાનો ઉછેર નાનકડા ઘરમાં થયો હતો. સાત ભાઈ-બહેનો સાથે ગરીબ કૃષિ પરિવારમાં ઉછરેલા, તેમણે કોઈ વિશેષ વિશેષાધિકારો અથવા ગુણવત્તાયુક્ત શિક્ષણ વિના બાળપણનો અનુભવ કર્યો. લોકો વચ્ચે તેઓ પ્રેમથી કાકા તરીકે ઓળખાઈ છે. તેમણે 1964માં 17 વર્ષની ઉંમરે જાહેર જીવનની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર નિર્માણમાં 11 કરોડનું દાન કર્યું હતું. આથી ભાજપે ગોવિંદભાઈને રાજ્યસભાની રિટર્ન ગિફ્ટ આપી છે.

મયંક નાયક

મયંક નાયક ગુજરાતના ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે. મારી માટી મારો દેશ અભિયાનના ઈન્ચાર્જ હતા. તેમણે મંડળ સ્તરથી પ્રદેશ સ્તર સુધી જવાબદારી નિભાવી. મહેસાણા ભાજપનો અગ્રણી ચહેરો ગણાય છે મયંક નાયક.

જશવંતસિંહ પરમાર?

ડૉ. જશવંતસિંહ પરમાર પંચમહાલ જિલ્લાના વતની છે. જશવંતસિંહ પરમાર ગોધરા શહેરના જાણીતા ડોક્ટર છે. તેઓ પંચમહાલના બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય પણ રહી ચૂક્યા છે. બારીયા બક્ષી પંચ સમાજમાંથી અગ્રણી ઉમેદવાર છે. ગોધરામાં 60 હજારથી વધુ બારીયા બક્ષી પંચ સમાજ પર પ્રભુત્વ ધરાવે છે.

આ પણ વાંચો : BJP એ રાજ્યસભા માટે બીજી યાદી જાહેર કરી, જેપી નડ્ડા અને અશોક ચવ્હાણને ઉમેદવાર બનાવ્યા…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.