Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

JP Nadda: કોંગ્રેસના મેનિફેસ્ટો મુદ્દે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્યા આકરા પ્રહારો

BJP National President JP Nadda: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ કોંગ્રેસના મેનિફેસ્ટો અંગે આકરા પ્રહારો કર્યો છે. જેપી નડ્ડાએ આ બાબાતે કહ્યું કે, દેશના સંસાધનો પર પહેલો હક ગરીબોનો છે. વધુમાં તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ કહે છે કે, દેશના સંસાધનો...
jp nadda  કોંગ્રેસના મેનિફેસ્ટો મુદ્દે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્યા આકરા પ્રહારો
Advertisement

BJP National President JP Nadda: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ કોંગ્રેસના મેનિફેસ્ટો અંગે આકરા પ્રહારો કર્યો છે. જેપી નડ્ડાએ આ બાબાતે કહ્યું કે, દેશના સંસાધનો પર પહેલો હક ગરીબોનો છે. વધુમાં તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ કહે છે કે, દેશના સંસાધનો પર પહેલો હક મુસલમાનોનો છે.’ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા (JP Nadda)એ કોંગ્રેસ અને INDI ગઠબંધનનો છુપાયેલો અજન્ડા એવો છે કે, SC, ST અને OBC ના અધિકારોને છીનવી લઈને મુસ્લિમનો આપવા માંગે છે. કોંગ્રેસ કહે છે કે દેશના સંસાધનો પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે, જ્યારે વડાપ્રધાન મોદી કહે છે કે સંસાધન પર પહેલો અધિકાર ગરીબોનો છે.

Advertisement

ભાજપે મનમોહન સિંહને એક જૂનો વીડિયો શેર કર્યો

જેપી નડ્ડાએ કહ્યું કે, મનમોહન સિહે આ નિવેદન ભૂલથી નહોતું આપ્યું. તેમણે જાણી જોઈને આ કર્યું. એપ્રિલ 2009માં એક પ્રશ્નનો જવાબ આપતાં તેમણે પોતાના નિવેદન પર અડગ રહીને કહ્યું હતું કે લઘુમતીઓને, ખાસ કરીને મુસ્લિમોને પ્રાથમિકતા આપવી જોઈએ અને દેશના સંસાધનો પર તેમનો પ્રથમ અધિકાર હોવો જોઈએ.આ વચ્ચે ભાજપે સોશિયલ મીડિયા પર મનમોહન સિંહને એક જૂનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેઓ એવું કહેતા જણાવી કહ્યા છે કે, દેશના સંસાધનો પર મુસ્લિમનો પહેલો હક છે.

Advertisement

Advertisement

કોંગ્રેસ પર ભાજપ અધ્યક્ષે કર્યા આકરા પ્રહારો

ભાજપા પ્રમુખે કહ્યું કે, સચ્ચર કમિટીના રિપોર્ટ દ્વારા ખોટા નિવેદનો કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે મુસ્લિમોની હાલત દલિતો કરતા પણ ખરાબ છે. મતલબ કે કોંગ્રેસ પહેલા જ મુસ્લિમોને એસસી જાહેર કરી ચૂકી છે અને તેમને એસસી અનામત આપી ચૂકી છે. જેપી નડ્ડાએ કહ્યું કે, કોંગ્રેસ એસસી, એસટી અને ઓબીસીને નફરત કરે છે કારણ કે તેઓ દેશની બહુમતી વસ્તી ધરાવે છે અને આ કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો છે.

કર્ણાટકમાં કોંગ્રેસે મુસ્લિમોને OBC બનાવ્યાઃ જેપી નડ્ડા

આ સાથે તેમણે કહ્યું કે, કોંગ્રેસની અનામત પર ધાડ પાડવાની આદત જૂની રહીં છે અને પંડિત નહેરૂ હંમેશા મુસ્લિમોના પક્ષમાં રહેતા હતા. તેમના કાળમાં તો AMUમાં અનામત છીનવવા કોંગ્રેસ કાયદો લાવી રહીં છે. નોંધનીય છે કે, કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ મેનિફેસ્ટોમાં આ વાતની ચર્ચા કરવામાં આવી છે. જેપી નડ્ડાએ કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસે મુસ્લિમોને OBC બનાવ્યા છે. કોંગ્રેસને SC/ST અને OBCથી નફરત છે.

આ પણ વાંચો: Lok Sabha Election 2024 2nd Phase Voting LIVE : બીજા તબક્કાનું મતદાન શરૂ, 88 બેઠકો પર જનતા આપશે Vote

આ પણ વાંચો: LOKSABHA ELECTION : આવતી કાલે 88 બેઠકો પર ઉમેદવારોના ભવિષ્ય EVM માં કેદ થશે

આ પણ વાંચો: BJP ના સ્ટાર પ્રચારક CM યોગી આદિત્યનાથની ડિમાન્ડ વધી

Tags :
Advertisement

Trending News

.

×