BJP એ રાજ્યસભા માટે બીજી યાદી જાહેર કરી, જેપી નડ્ડા અને અશોક ચવ્હાણને ઉમેદવાર બનાવ્યા...
ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યસભાના ઉમેદવારોની નવી યાદી બહાર પાડી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર હશે જ્યારે તાજેતરમાં જ પાર્ટીમાં જોડાયેલા અશોક ચવ્હાણને મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાની ટિકિટ મળી છે. જેમાં ગુજરાતમાંથી ભાજપ (BJP) અધ્યક્ષ જેપી નડ્ડાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપ (BJP)માં જોડાયેલા અશોક ચવ્હાણને મહારાષ્ટ્રમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય ભાજપે (BJP) મહારાષ્ટ્રમાંથી મેધા કુલકર્ણીને પણ પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મહત્વનું છે કે, થોડા સમય પહેલા જ ભાજપે (BJP) રાજ્યસભાણી ચૂંટણી માટે પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
આ નેતાઓ મધ્યપ્રદેશથી રાજ્યસભામાં જશે
ભાજપે (BJP) મધ્યપ્રદેશમાંથી કેન્દ્રીય મંત્રી ડો.એલ. મુરુગન, ઉમેશનાથ મહારાજ, માયા નરોલિયા અને બંસીલાલ ગુર્જરને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ નેતાઓ પણ ટૂંક સમયમાં ઉમેદવારી નોંધાવશે. તેમના નોમિનેશનમાં ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહી શકે છે.
આ પણ વાંચો : BJP એ રાજ્યસભાની ચૂંટણી માટે 5 ઉમેદવારો જાહેર કર્યા, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને ઓડિશાથી ટિકિટ મળી…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ