Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rahul gandhi: રાહુલ ગાંધીનું વડાપ્રધાન પર નિશાન, કહ્યું - PM ઈચ્છે છે કે તમે ‘જ્ય શ્રીરામ બોલો ઔર ભૂખે મર જાઓ’

Rahul gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અત્યારે મધ્ય પ્રદેશમાં પહોંચી છે. આજે મંગળવારે રાહુલ ગાંધીનો કાફલો રાઠોગઢથી શરૂ થઈને શાજાપુર પહોંચ્યો હતો. અહીં લોકોને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ વિવાદિત નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, અહીં...
rahul gandhi  રાહુલ ગાંધીનું વડાપ્રધાન પર નિશાન  કહ્યું   pm  ઈચ્છે છે કે તમે ‘જ્ય શ્રીરામ બોલો ઔર ભૂખે મર જાઓ’

Rahul gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અત્યારે મધ્ય પ્રદેશમાં પહોંચી છે. આજે મંગળવારે રાહુલ ગાંધીનો કાફલો રાઠોગઢથી શરૂ થઈને શાજાપુર પહોંચ્યો હતો. અહીં લોકોને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ વિવાદિત નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, અહીં તેમણે રોડ શો કર્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘પીએમ ઈચ્છે છે કે તમે તમારો મોબાઈલ જુઓ, જય શ્રી રામ બોલો અને ભૂખે મરો.’ તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાતિવાદ અને ધર્મવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે અને લોકોને એકબીજામાં લડવા માટે ઉશ્કેરે છે.

Advertisement

રાહુલ ગાંધીએ સભાને સંબોધતા મોદી પર કર્યા પ્રહાર

શહેરની ધોબી ચૌરાહાથી યાત્રા રોડ શો તરીકે જૂના હાઇવે પરથી થઇને ટંકી ચૌરાહા પહોંચી હતી, જ્યાં રાહુલ ગાંધીએ શેરી સભાને સંબોધી હતી. અહીં લોકોને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, ભાજપ ભાષાને ભાષાથી ડરાવે છે. ધર્મને ધર્મથી લડાવે છે, જાતિને જાતિથી લડાવે છે. આ મુદ્દાના વિરોધમાં અમે અત્યારે ભારત જોડો ન્યાય યાત્રા નીકાળી રહ્યાં છીએ. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રીલ્સે દેશના યુવાનોને બેરોજગાર બનાવી દીધા છે. તેઓ આખો દિવસ બેસીને રીલ્સ સ્ક્રોલ કરે છે. મારી મુલાકાતનો હેતુ આ યુવાનોને ન્યાય આપવાનો છે.

Advertisement

લોકસભાની ચૂંટણીને લઈને રાહુલ ગાંધી કરી રહ્યા છે પ્રચાર

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ મધ્ય પ્રદેશમાં છે. આજે એટલે કે મંગળવારે તેમનો કાફલો રાઠોગઢથી શરૂ થઈને શાજાપુર પહોંચ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમની સાથે પૂર્વ સાંસદ સીએમ દિગ્વિજ્ય સિંહ, કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારી હાજર હતા. રાહુલ ગાંધી અત્યારે 2024 ની લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર કરવા માટે ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યાં છે.

રાહુલ ગાંધી મંદિરના ગર્ભગૃહમાં જઈ શક્યા ન હતા

ત્યાર બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ આજે ​​બાબા મહાકાલની મુલાકાત લીધી હતી અને ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પણ હાજર હતા. જોકે, રાહુલ ગાંધી મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં જઈ શક્યા ન હતા. મળતી વિગતો પ્રમાણે મહાશિવરાત્રિના કારણે મહાકાલ મંદિર સમિતિએ નિર્ણય લીધો છે કે ગર્ભગૃહમાં કોઈને પ્રવેશ ન કરવો જોઈએ. જેના કારણે રાહુલ ગાંધી પણ મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં જઈ શક્યા ન હતા.

Advertisement

આ પણ વાંચો: Congress MLA resigns : સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને લાગી શકે વધુ એક ઝટકો 

આ પણ વાંચો: Gujarat Congress : વધુ એક નેતાએ પાર્ટીને કહ્યું ‘રામ રામ’, કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

આ પણ વાંચો: ઝારખંડમાં Rahul Gandhi સામે જય શ્રીરામ અને મોદી-મોદીના નારા લાગ્યા

Tags :
Advertisement

.