Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Andhra Pradesh : MLA ની ગુંડાગીરી, મતદાન દરમિયાન તોડ્યું EVM... Video Viral

Andhra Pradesh : જનતા દ્વારા ચૂંટાયેલા નેતાઓ ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ પાડવાનું શરૂ કરશે તો નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી કરાવવાની જવાબદારી કોણ લેશે? આ પ્રશ્ન આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં ખૂબ ગૂંજી રહ્યો છે અને તેનું કારણ સત્તાધારી YSRCP ના એક ધારાસભ્ય છે,...
01:44 PM May 22, 2024 IST | Dhruv Parmar

Andhra Pradesh : જનતા દ્વારા ચૂંટાયેલા નેતાઓ ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ પાડવાનું શરૂ કરશે તો નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી કરાવવાની જવાબદારી કોણ લેશે? આ પ્રશ્ન આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં ખૂબ ગૂંજી રહ્યો છે અને તેનું કારણ સત્તાધારી YSRCP ના એક ધારાસભ્ય છે, જેમણે મતદાન દરમિયાન EVM મશીન તોડી નાખ્યું હતું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. કુલ 7 જગ્યાએથી EVM બગડવાના કેસ નોંધાયા છે.

ચૂંટણી પંચે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા...

ચૂંટણી પંચે મંગળવારે આંધ્ર પ્રદેશ પોલીસ વડાને આ મામલામાં શાસક YSRCP ધારાસભ્ય સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. જણાવી દઈએ કે 13 મેના રોજ, મતદાન મથક નંબર 202 સહિત માચેરલા મતવિસ્તારના 7 મતદાન મથકો પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) તૂટી ગયા હતા, જ્યાં સ્થાનિક ધારાસભ્ય પી રામકૃષ્ણ રેડ્ડીએ કથિત રીતે EVM ને ખેંચીને તોડ્યું હતું.

ચૂંટણી પંચે શું કહ્યું?

"માચેરલા વિધાનસભા મતવિસ્તારમાં, પીએસ નંબર (પોલીંગ સ્ટેશન નંબર) 202 સહિત સાત મતદાન મથકો પર EVM ને નુકસાન થયું હતું, જ્યાં વર્તમાન ધારાસભ્ય પી રામકૃષ્ણ રેડ્ડી દ્વારા EVM ને નુકસાન પહોંચાડવાની ઘટના વેબ કેમેરામાં કેદ કરવામાં આવી હતી, " ચૂંટણી પંચે જણાવ્યું હતું. રિટર્નિંગ ઓફિસર (CEO) મુકેશ કુમાર મંગળવારે મોડી રાત્રે મીનાની ઓફિસે પહોંચ્યા હતા. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે આ ઘટનાક્રમને ગંભીરતાથી લીધી છે અને સીઈઓને પણ સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સામે કડક ફોજદારી પગલાં લેવાનો આદેશ આપ્યો છે અને તે માટે ડીજીપી હરીશ કુમાર ગુપ્તાને સૂચના આપી છે.

પોલીસે તપાસ હાથ ધરી...

પલનાડુ જિલ્લા ચૂંટણી અધિકારીઓએ તપાસમાં મદદ કરવા માટે પોલીસને આ ઘટનાઓના ફૂટેજ આપ્યા છે. વધુમાં, ચૂંટણી પંચે પોલીસને EVM ને નુકસાનના મામલામાં સામેલ તમામ વ્યક્તિઓ સામે કડક પગલાં લેવા જણાવ્યું છે, જેથી ભવિષ્યમાં કોઈ અશાંતિ ફેલાવવાની હિંમત ન કરે. તમને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં 13 મેના રોજ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ હતી. દક્ષિણી રાજ્ય આંધ્ર પ્રદેશમાં પલનાડુ, તિરુપતિ અને અનંતપુર જિલ્લામાં અનેક સ્થળોએ ચૂંટણી સંબંધિત હિંસા જોવા મળી હતી.

આ પણ વાંચ : NAFED : બે મોટી સહકારી સંસ્થામાં સત્તાનું સુકાન ગુજરાતીના હાથમાં..!

આ પણ વાંચ : Prashant Kishor : મોદી સરકાર 3.0 માં થશે….

આ પણ વાંચ : Amit Shah નો ચોંકાવનારો દાવો, જેનાથી બધા ધ્રુજી ગયા..!

Tags :
Andhra PradeshGujarati NewsIndiaMacherla assembly constituencyNationalP Ramakrishna Reddy caught on cameraP Ramakrishna Reddy damaged EVMYSRCP MLA P Ramakrishna ReddyYSRCP MLA VIDEO
Next Article