Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નાગપુરમાં RSS ની મહત્વપૂર્ણ બેઠક યોજાશે, લોસભાની ચૂંટણીને લઈને થશે ચર્ચા

RSS: લોકસભાની ચૂંટણીનો મહાજંગ થોડા સમયમાં ખેલાવા જઈ રહ્યો છે.જેને લઈને ભાજપ પોતાની તૈયારી પણ કરી રહ્યું છે. લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. મળતી વિગતો પ્રમાણે આરએસએસની આ બેઠક...
04:39 PM Mar 02, 2024 IST | VIMAL PRAJAPATI
RSS Propaganda Chief Sunil Ambekar

RSS: લોકસભાની ચૂંટણીનો મહાજંગ થોડા સમયમાં ખેલાવા જઈ રહ્યો છે.જેને લઈને ભાજપ પોતાની તૈયારી પણ કરી રહ્યું છે. લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. મળતી વિગતો પ્રમાણે આરએસએસની આ બેઠક નાગપુરમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે, આ ત્રણ દિવસીય બેઠક 15 માર્ચથી 17 માર્ચ સુધી વિદર્ભમાં નાગપુરમાં યોજાશે. આ બેઠકની વાત કરવામાં આવે તો, લોકસભા ચૂંટણીની સાથે સાથે આરએસએસના સંગઠન સંબંધિત કાર્યો પર પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ થવાના છે.

2023-24 માટે સંઘના કાર્યની સમીક્ષા કરાશે

આરએસએસના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું છે કે, આ બેઠકમાં વર્ષ 2023-24 માટે સંઘના કાર્યની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે આગામી વર્ષ (2024-25) માટે આરએસએસની કાર્ય યોજના પર ચર્ચા કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે RSSના વિવિધ સહયોગી સંગઠનોના લગભગ 1500 પ્રતિનિધિઓ તેમાં ભાગ લેશે. આ નિયમિત બેઠક દર વર્ષે યોજાય છે. આ બેઠક દર ત્રણ વર્ષે નાગપુરમાં RSS મુખ્યાલયમાં યોજાય છે.

સિન્હા લોકસભાની ચૂંટણી નહીં લડે તેવા સંકેતો

અત્યારે એક બીજા પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભાજપના સાંસદ જયંત સિન્હા લોકસભાની ચૂંટણી નહીં લડે તેવા સંકેતો આપ્યાં છે. જે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. જયંત સિન્હાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ચિઠ્ઠી લખીને ચૂંટણીની જવાબદારીઓમાંથી મુક્ત થવાની માંગ કરી છે. મળતી વિગતો પ્રમામે જયંત સિન્હાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરીને જેપી નડ્ડાની વિનંતી કરી છે.

આ પણ વાંચો: GUJARAT FIRST EXCLUSIVE : CM ભૂપેન્‍દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓએ રામલલ્લાના દર્શન કર્યા, ભવ્ય રામમંદિરનાં નિર્માણકાર્યને નિહાળ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
gujaratrssnational newspolitical newsRSS Propaganda Chief Sunil AmbekarRSS Sunil AmbekarSunil Ambekar
Next Article