Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM Modi: વારાણસીમાં રોડ શો બાદ બાબા વિશ્વનાથના દરબારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી પૂજા

PM Modi in Varanasi: લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પ્રચાર કરી રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રોડ શો કર્યા હતા. આ રોડ શો પછી બાબા વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા.અહીં પીએમ મોદીએ ભોલેનાથની...
10:33 PM May 13, 2024 IST | VIMAL PRAJAPATI
PM Modi in Varanasi

PM Modi in Varanasi: લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પ્રચાર કરી રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રોડ શો કર્યા હતા. આ રોડ શો પછી બાબા વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા.અહીં પીએમ મોદીએ ભોલેનાથની પૂજા કરી અને તેમના આશીર્વાદ લીધા હતા. રોડ શો કરતા પહેલા તેમણે મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન લોકોએ ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે, પીએમ મોદી મંગળવારે વારાણસી લોકસભા સીટ પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. પરંતુ તે પહેલા તેમણે કાશી હિંદુ યુનિવર્સિટીના મુખ્ય દ્વાર પર સ્થિત મહામના મદન મોહન માલવીયની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી.

નોંધનીય છે કે, પીએમ મોદીના સ્વાગત માટે સંત સમુદાય અને કિન્નર સમુદાયના લોકો પણ પહોંચ્યા છે. હર્ષોલ્લાસ અને શંખના ફૂંક વચ્ચે લોકો આગળ વધતા કાફલા પર ફૂલોની વર્ષા કરતા જોવા મળ્યા હતા. રોડ શો દરમિયાન માર્ગમાં એક સ્વાગત સ્થળે કિન્નર સંત મહામંડલેશ્વર કૌશલ્યાનંદ ગિરીએ તેમના શિષ્યો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુલાબની પાંખડીઓથી સ્વાગત કર્યું હતું. સંત મહામંડલેશ્વર કૌશલ્યાનંદ ગિરીએ કહ્યું કે, ‘અગાઉની કોઈપણ સરકારે વ્યંઢળ સમુદાય માટે કંઈ કર્યું નથી, પરંતુ સમાજના દરેક વર્ગની જેમ મોદી સરકારે તેમના સમુદાયને તમામ સુવિધાઓનો લાભ આપ્યો છે.’

તમને જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદી કેસરી કુર્તા અને સફેદ સાદરી સાથે રોડ શોમાં આવ્યા હતા. આ રોડ શ તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સવાર હતા. સોમવારે સાંજે મોદીનો રોડ શો માલવિયા સ્ક્વેરથી સંત રવિદાસ ગેટ થઈને આગળ વધ્યો હતો. પીએમ મોદી હાથ જોડીને લોકોના અભિવાદનનો જવાબ આપી રહ્યા હતા. લોકોએ ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું.

શોની શરૂઆતમાં જ માતા-પિતાના સમૂહ સિવાય બાળકો, વડીલો અને વૃદ્ધો મોદીનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. રોડ શોમાં પાંચ હજારથી વધુ મહિલાઓ મોદીના વાહનની આગળ પગપાળા મુસાફરી કરતી જોવા મળી હતી. ભાજપે પીએમ મોદીને વારાણસી સંસદીય ક્ષેત્રમાંથી ત્રીજી વખત પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યાં 1 જૂને લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં મતદાન થશે.

આ પણ વાંચો: મુંબઈમાં મુશળધાર વરસાદ વચ્ચે પત્તાની જેમ હોર્ડિંગ્સ થયા ઢેર, જુઓ આ ભયાનક Video

આ પણ વાંચો: MONSOON : આનંદો..નિયત સમય કરતા આગળ ચાલી રહ્યું છે ચોમાસું..!

આ પણ વાંચો: ગુસ્સે ભરાયા તેજ પ્રતાપ યાદવ, પોતાની જ પાર્ટીના નેતાને માર્યો ધક્કો, Video

Tags :
national newsPM Modi in Varanasipm modi latest newspm modi newsPM Modi VaranasiPM Modi Varanasi newsPM Modi Varanasi visitvaranasi Latest NEwsVimal Prajapati
Next Article