Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Acharya Pramod Krishnam ના કોંગ્રેસને લઈને તીખા શબ્દો, રાહુલ ગાંધીને કર્યા આકરા સવાલો

Acharya Pramod Krishnam: કોંગ્રેસને અત્યારે એકબાદ એક મોટા ઝટકા લાગી રહ્યાં છે. અત્યારે કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પાર્ટી અને નેતા રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પર પ્રહાર અને કટાક્ષ કરતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ...
acharya pramod krishnam  ના કોંગ્રેસને લઈને તીખા શબ્દો  રાહુલ ગાંધીને કર્યા આકરા સવાલો

Acharya Pramod Krishnam: કોંગ્રેસને અત્યારે એકબાદ એક મોટા ઝટકા લાગી રહ્યાં છે. અત્યારે કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પાર્ટી અને નેતા રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પર પ્રહાર અને કટાક્ષ કરતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધીને પૂછ્યુ કે, પાર્ટી કર્યા દફનાવો છો? એટલું જ નહીં પરંતુ આચાર્ય પ્રમોદ કૃષ્ણમે વડાપ્રધાનના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી હતી. નોંધનીય છે કે, રામ મંદિર મામલે બોલવા પર કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી કાઢી મુક્યા હતા. અત્યારે તેમણે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યો છે.

Advertisement

આચાર્ય પ્રમોદે વડાપ્રધાનના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધીન તીખા સવાલો પૂછ્યા કે, બાબરની કબર જશો અને અયોધ્યાથી દૂર રહેશો, તો એ પણ જણાવી દો કે, પાર્ટીને ક્યારે દફનાવાના છો? બીજી પોસ્ટમાં તેણે પીએમ મોદીના સમર્થનમાં લખ્યું કે મોદીએ નકલી સેક્યુલરિઝમનો ચહેરો બેનકાબ કરી દીધો છે. નોંધનીય છે કે, કોંગ્રેસ છોડ્યા પછી તેઓ લગાતાર વડાપ્રધાને સમર્થન કરી રહ્યા છે અને કોંગ્રેસની ભારે ઠેકડી પણ ઉડાવી રહ્યાં છે.

Advertisement

આ ત્રણ નેતાઓ પોતાની પાર્ટીને મત નહીં આપેઃ આચાર્ય પ્રમોદ

તમને જણાવી દઈએ કે,આ પહેલા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ (Acharya Pramod Krishnam)એ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર પણ આકરા સવાલો કર્યો હતાં. તેમણે કહ્યું કે, આ ત્રણ નેતાઓ પોતાની પાર્ટીને મત નહીં આપે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે લખ્યું કે, ‘આ વખતે સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પોતે તેમની પાર્ટીને મત નહીં આપે કારણ કે તેમના નિવાસસ્થાન અને ઓફિસ હોય ત્યાં કોંગ્રેસના ઉમેદવાર નથી. હવે તેને નેતૃત્વની નાદારી કહો કે કોંગ્રેસના ભાગ્યની વિડંબના, પણ સમાચાર તદ્દન સાચા છે.’

Advertisement

આચાર્ય પ્રમોદે વડાપ્રધાન મોદીની પણ પ્રશંસા કરી હતી

ઉલ્લેખનીય છે કે, પ્રમોદ કૃષ્ણમ ઘણ સમયથી કોંગ્રેસ સામે પોતાના નિવેદનો આપી રહ્યાં છે. પોર્ટી સાથે હમણાંથી તેમને બનતું નથી તેથી કોંગ્રેસ વિરુદ્ધ બોલતા જોવા મળ્યા છે. નોંધનીય છે કે, રામ મંદિર મામલે આચાર્ય પ્રમોદે વડાપ્રધાન મોદીની પણ પ્રશંસા કરી હતી. જેના કારણે કોંગ્રેસે તેમને તેમની પાર્ટીમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢ્યા હતા. ત્યારથી તેઓ કોંગ્રેસની એક પછી એક પોલ ખોલી રહ્યાં છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે BJP પહોંચી ચૂંટણી પંચ

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા, જાણો કોને મળ્યા પુરસ્કાર…

આ પણ વાંચો: Kannauj: આગરા-લખનઉ એક્સપ્રેસ હાઈવે પર એક ગંભીર અકસ્માત; 4 લોકોના મોત, અનેક ઘાયલ

Tags :
Advertisement

.