Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rahul ની ન્યાય યાત્રા મહારાષ્ટ્ર પહોંચતા પહેલા જ Congress ને મોટો ઝટકો, મોટા નેતાએ BJP સાથે હાથ મિલાવ્યો...

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ભારત જોડો ન્યાય યાત્રા સાથે દેશના વિવિધ રાજ્યોની મુલાકાતે છે. આ ક્રમમાં તેમની યાત્રા મહારાષ્ટ્ર પણ પહોંચી છે. જો કે રાહુલ મહારાષ્ટ્ર પહોંચતા જ કોંગ્રેસ (Congress)ને વધુ એક મોટો ઝટકો...
12:44 PM Mar 13, 2024 IST | Dhruv Parmar

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ભારત જોડો ન્યાય યાત્રા સાથે દેશના વિવિધ રાજ્યોની મુલાકાતે છે. આ ક્રમમાં તેમની યાત્રા મહારાષ્ટ્ર પણ પહોંચી છે. જો કે રાહુલ મહારાષ્ટ્ર પહોંચતા જ કોંગ્રેસ (Congress)ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અગ્રણી નેતા પદમાકર વલવી (Padmakar Valvi) બુધવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, અશોક ચવ્હાણની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.

પદમાકર વલવી 3 ના વખત ધારાસભ્ય છે

પદમાકર વલવી (Padmakar Valvi) નંદુરબાર જિલ્લામાંથી 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ ઉત્તર મહારાષ્ટ્રના કોંગ્રેસના મોટા નેતા છે અને અગાઉની કોંગ્રેસ-એનસીપી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. મોટી વાત એ છે કે રાહુલ ગાંધી (Rahul Gandhi)ની ભારત જોડો ન્યાય યાત્રા ગઈ કાલે જ નંદુરબાર જિલ્લામાં પહોંચી હતી. પદ્માકર વલવી ભાજપમાં જોડાતા નંદુરબારમાં કોંગ્રેસ (Congress)ને મોટો ફટકો પડ્યો છે.

કોંગ્રેસ 50 ટકા ખાલી રહેશે

મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ (Congress)ના ઘણા નેતાઓ નારાજ છે. લોકસભાની ચૂંટણી આવે ત્યાં સુધીમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ 50 ટકા ખાલી થઈ જશે. તેમણે કહ્યું કે ઠાકરેના નેતા શિંદે શિવસેનામાં જોડાઈ રહ્યા છે. નારાજ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાશે. તેમણે કહ્યું કે જ્યારે રાહુલ ગાંધી (Rahul Gandhi) નંદુરબાર પહોંચ્યા ત્યારે ત્યાંના મોટા નેતા પદમાકર વલવી (Padmakar Valvi) આજે ભાજપમાં જોડાયા હતા. રાહુલ ગાંધી (Rahul Gandhi) મુંબઈના શિવાજી પાર્ક પહોંચશે ત્યાં સુધીમાં કોંગ્રેસ (Congress)ના ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા હશે.

સીટ શેરિંગ પર અપડેટ પણ જાહેર થયું

બીજેપી પ્રમુખ બાવનકુળેએ કહ્યું કે NDA વચ્ચે 80 ટકા સીટોની વહેંચણી થઈ ગઈ છે, 20 ટકા સીટો પર હજુ ચર્ચા થવાની બાકી છે. આ ચર્ચા આગામી 2-3 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. સીટોની વહેંચણીમાં પાર્ટનર પાર્ટીઓને પુરુ સન્માન મળશે. તેમણે કહ્યું કે બારામતી સીટ સ્વાભાવિક રીતે જ અજિત પવારના ક્વોટામાં જશે. તેમણે એમ પણ કહ્યું કે અમે નિરુપમ સાથે વાત કરી નથી. પરંતુ જે પણ ભાજપમાં જોડાવા માંગે છે, અમે તેમનું સ્વાગત કરીશું.

આ પણ વાંચો : Punjab : Congress ને લાગશે વધુ એક મોટો ઝટકો, આ નેતા થઇ શકે છે BJP માં સામેલ…

આ પણ વાંચો : Delhi : ‘અમે અમારા ઘરનું ભાડું પણ ચૂકવવા સક્ષમ નથી’, શિક્ષકોએ CM ના ઘરની બહાર કર્યું પ્રદર્શન…

આ પણ વાંચો : Lok sabha Election 2024 : ‘ભાજપ છોડો’, જાણો ઉદ્ધવ ઠાકરેએ ભાજપના કયા નેતાને આપી ઓફર…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ashok ChavanBharat Jodo Nyaya YatraBJPCongressGujarati NewsIndiamaharashtra politicsNationalPadmakar Valvipm modirahul-gandhi
Next Article