ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

AICC National Convention : ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસની પ્રાર્થના સભા પૂર્ણ, જાણો આવતીકાલનાં કાર્યક્રમ અંગે

07:10 AM Apr 08, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Congress National Convention, Gujarat, Congress leaders, Ahmedabad, AICC, Rahul Gandhi, Mallikarjun Kharge @ Gujarat First

AICC National Convention :  64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું છે. અમદાવાદમાં 8 એપ્રિલના રોજ સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની CWCની બેઠક મળી હતી, જે પૂર્ણ થઈ છે. 4 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ. બેઠક બાદ તમામ CWC સભ્યોને PATEL A LIFE બુક આપવામાં આવી હતી. બાદમાં સરદાર સ્મારક બહાર નેતાઓનું ફોટો સેશન થયું હતું. અગાઉ CWC ની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે એ જણાવ્યું હતું કે, કોંગ્રેસ 140 વર્ષનાં ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી, તેમાં ગુજરાત અવ્વલ છે. આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. અમારી અસલી શક્તિ દેશની એકતા-અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે. 

આવતીકાલે કોંગ્રેસ પાર્ટીનું મુખ્ય અધિવેશન યોજાશે

જણાવી દઈએ કે, આવતીકાલે એટલે કે 9 એપ્રિલનાં રોજ કોંગ્રેસ પાર્ટીનું મુખ્ય અધિવેશન યોજાશે, જેમાં દેશભરમાંથી 1,700 થી વધુ કોંગ્રેસ સમિતિનાં પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કાર્યક્રમ સાબરમતી તટ ખાતે યોજાશે. અહીં, એક VVIP ડોમ બનાવવામાં આવ્યો છે. આ અધિવેશનની થીમ છે, 'ન્યાયપથ: સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ.' આ અધિવેશન ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા અને 2027 ની વિધાનસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું હશે.

CWC ની બેઠક બાદ ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસની પ્રાર્થના સભા, 138 સભ્યો હાજર

April 8, 2025 6:41 pm

અમદાવાદનાં ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસની પ્રાર્થના સભા યોજાઈ રહી છે, જેમાં CWC ના 138 સભ્યો પ્રાર્થના સભામાં હાજર છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ પ્રાર્થના સભામાં જોડાયા છે. માહિતી અનુસાર, પ્રાર્થના સભા શરૂ થતા પહેલા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આટી પહેરાવવામાં આવશે, ત્યાર બાદ ભજનો ગાવામાં આવશે. હૃદય કુંજની મુલાકાત પણ લેવામાં આવશે અને રાહુલ ગાંધી દ્વારા રેટિયો કાટવામાં પણ આવશે.

આજની બેઠકમાં કોંગ્રેસને વધુ મજબૂત કરવાની ચર્ચા થઈ : યશોમતિ ઠાકુર

April 8, 2025 5:41 pm

કોંગ્રેસ વર્કિંગ કમિટીના સદસ્ય યશોમતિ ઠાકુરે કહ્યું કે, મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ પર આવવાનો અવસર મળ્યો. આ બંને નેતાની તાકાત પર કોંગ્રેસ પાર્ટી ચાલી રહી છે. આજની બેઠકમાં કોંગ્રેસને વધુ મજબૂત કરવાની ચર્ચા થઈ છે. સંવિધાન અને સર્વધર્મ બચાવવા નિકળ્યા છીએ.

અમે ગુજરાત મુદ્દે ખૂબ જ ગંભીર છીએ : કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ

April 8, 2025 2:51 pm

કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ જણાવ્યું કે, ગુજરાતમાં 2027 ની ચૂંટણી અમારે જીતવાની છે અને અમે ગુજરાત મુદ્દે ખૂબ જ ગંભીર છીએ. તેમણે કહ્યું કે, અમારા માટે આ ક્ષણ ઐતિહાસિક છે. ત્યારે અમે બે મહાન હસ્તી 'મહાત્મા ગાંધી' અને 'સરદાર પટેલ' ને યાદ કરીએ છીએ. અમારી દેશભક્તિમાં, રાષ્ટ્રવાદમાં એકતા અને સદભાવનાની જવાબદારી છે. સંવિધાનનું સંરક્ષણ કરવું એ પરમ કર્તવ્ય છે. તેમણે કહ્યું કે, ગુજરાતનાં લોકો પ્રત્યે શ્રદ્ધા છે. સમગ્ર રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ સાથે છે.

ગુજરાતની જમીનમાં કોંગ્રેસના મૂળ મજબૂત : કોંગ્રેસ નેતા સચિન પાયલોટ

April 8, 2025 2:11 pm

ગુજરાતની જમીનમાં કોંગ્રેસના મૂળ મજબૂત : કોંગ્રેસ નેતા સચિન પાયલોટ કોંગ્રેસ નેતા સચિન પાયલોટએ જણાવ્યું છે કે ગુજરાતની જમીનમાં કોંગ્રેસના મૂળ મજબૂત છે. હાલ ખુલ્લા મને ચર્ચા થઈ રહી છે. આજના સમયમાં દબાણની, તકરારની રાજનીતિ થઈ રહી છે. 2025નું વર્ષ સંગઠન માટે સમર્પિત હશે. બુથથી લઈને સંગઠન સુધીનું કામ કરીશું. તમામ વર્ગ માટે અમે વિચારી રહ્યા છીએ. દેશની સાંપ્રત સ્થિતિ અંગે વિચાર કરી રહ્યા છીએ. જિલ્લા પ્રમુખોની નવા રૂપે મેદાનમાં ઉતરીશું. આવતીકાલે પણ અમે વિસ્તારથી ચર્ચા કરવાના છીએ.

આજે આપણે ફરીથી અહીં પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ : કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે

April 8, 2025 1:47 pm

આજે આપણે ફરીથી અહીં પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ : કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદમાં આજે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આજે આપણે ફરીથી અહીં પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ અને સંઘ પરિવારના લોકો ગાંધીજી સાથે સંકળાયેલી સંસ્થાઓ પર કબજો કરી રહ્યા છે અને આપણા રાષ્ટ્રીય નાયકો સામે એક સુનિયોજિત ષડયંત્ર ઘડવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે અમે પાર્ટી સામેના પડકારોની ચર્ચા કરીશું અને આગળનો રસ્તો પણ શોધીશું.

સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ખાતે કોંગ્રેસની વિસ્તૃત CWC ની એક મહત્વપૂર્ણ બેઠક

April 8, 2025 1:45 pm

આજે સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ખાતે કોંગ્રેસની વિસ્તૃત CWC ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.

કોંગ્રેસ 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે

April 8, 2025 1:08 pm

કોંગ્રેસ 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદમાં આજથી કોંગ્રેસની CWCની બેઠકનો પ્રારંભ થયો છે. જેમાં CWCની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું કે, કોંગ્રેસ 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ છે. આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ.

આ બે દિવસ કોંગ્રેસ માટે નહીં દેશ માટે મહત્વના: પવન ખેરા

April 8, 2025 1:05 pm

આ બે દિવસ કોંગ્રેસ માટે નહીં દેશ માટે મહત્વના: પવન ખેરા અમદાવાદમાં કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક મળી છે. જેમાં અધિવેશનને લઇ કોંગ્રેસના નેતા પવન ખેરાનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે પવન ખેરાએ જણાવ્યું છે કે આ બે દિવસ કોંગ્રેસ માટે નહીં દેશ માટે મહત્વના છે. આ બે દિવસ દેશની રાજનીતિની દિશા નક્કી થશે. સમગ્ર દેશ કોંગ્રેસ તરફ આશાની નજરે જોઇ રહ્યો છે.

સોનિયા - રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડ઼ગે નવસર્જનના મુડમાં

April 8, 2025 12:04 pm

સોનિયા - રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડ઼ગે નવસર્જનના મુડમાં દેશભરમાં કોંગ્રેસને બેઠી કરવા ગુજરાતમાં મંથન શરૂ થયુ છે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડ઼ગે નવસર્જનના મુડમાં જોવા મળ્યા છે. તેમજ પ્રિયંકા ગાંધી વાડ્રાની ગેરહાજરની ચર્ચાએ વેગ પકડ્યો છે. તેમજ કોંગ્રેસના દિગ્ગજો ભાવિ રણનીતિ ઘડશે. CWCની બેઠક શરૂ થઇ છે તેમાં વિવિધ ચર્ચાઓ થઇ રહી છે.

પ્રિયંકાની ગેરહાજરીની લોકોમાં ચર્ચા થઇ રહી છે

April 8, 2025 11:59 am

પ્રિયંકાની ગેરહાજરીની લોકોમાં ચર્ચા થઇ રહી છે ગુજરાતમાં આજથી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થઈ ગયું છે. ખડગે ધોતી-કુર્તામાં, સોનિયા ગાંધી લીનનની સાડીમાં, રાહુલ વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળ્યા છે. તેમજ પ્રિયંકાની ગેરહાજરીની લોકોમાં ચર્ચા થઇ રહી છે.

ગુજરાતમાં કોંગ્રેસ CWC ની બેઠક શરૂ, સોનિયા-ખડગે-રાહુલ હાજર, ભવિષ્યની રણનીતિ શું હશે?

April 8, 2025 11:42 am

ગુજરાતમાં કોંગ્રેસ CWC ની બેઠક શરૂ, સોનિયા-ખડગે-રાહુલ હાજર, ભવિષ્યની રણનીતિ શું હશે? ગુજરાતમાં આજથી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થઈ ગયું છે. સત્રના પહેલા દિવસે CWC ની બેઠક યોજાઈ રહી છે. CWC પહેલા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સરદાર પટેલના સ્મારક પર પહોંચ્યા અને લોખંડી પુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી.

Congress નો કાર્યકર ક્યારેય ડર્યો નથી, ડરશે પણ નહીં : શક્તિસિંહ ગોહિલ

April 8, 2025 11:40 am

Congress નો કાર્યકર ક્યારેય ડર્યો નથી, ડરશે પણ નહીં : શક્તિસિંહ ગોહિલ - AICCની બેઠકને લઇ ગુજરાતમાં કોંગ્રેસના મોટા નેતાઓનો જમાવડો - અધિવેશનને લઇ શક્તિસિંહ ગોહિલનું નિવેદન - ગુજરાતમાં કોંગ્રેસ વધુ મજબૂત થવા જઇ રહી છે: શક્તિસિંહ - જ્યારે પણ અધિવેશન થયા, દેશહિતમાં કામો થયા: શક્તિસિંહ

રાહુલ-સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સરદાર સ્મારક પહોંચ્યા

April 8, 2025 11:21 am

રાહુલ-સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સરદાર સ્મારક પહોંચ્યા છે. જેમાં રાહુલ ગાંધી ખડગેનો હાથ પકડી સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે લઈ ગયા છે. તેમજ ત્રણેય નેતા સૌપ્રથમ મ્યુઝિયમમાં જશે.

કેન્દ્ર સરકારે જે પગલાં લેવા જોઈતા હતા તે લીધા નથી: કોંગ્રેસના નેતા ટીએસ સિંહ દેવ

April 8, 2025 10:38 am

કેન્દ્ર સરકારે જે પગલાં લેવા જોઈતા હતા તે લીધા નથી: કોંગ્રેસના નેતા ટીએસ સિંહ દેવ અમદાવાદ, ગુજરાત: અમેરિકા દ્વારા ટેરિફ લાદવા અંગે કોંગ્રેસના નેતા ટીએસ સિંહ દેવ કહે છે કે, "કેન્દ્ર સરકારે જે પગલાં લેવા જોઈતા હતા તે લીધા નથી. જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે તેઓ સતત કહી રહ્યા હતા કે તેઓ અમેરિકાના હિતમાં ટેરિફ વધારશે... તમારી પાસે આટલો સમય હતો. તમે શું પહેલ કરી? ... કેન્દ્ર સરકારના મંત્રીઓ અને નેતાઓ સમયસર જે પગલાં લેવા જોઈતા હતા તે લેવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે..."

અમદાવાદમાં આજે સરદાર પટેલ સ્મારક સાથે CWC ની બેઠક

April 8, 2025 10:30 am

અમદાવાદમાં આજે સરદાર પટેલ સ્મારક સાથે CWC ની બેઠક અમદાવાદમાં આજે સરદાર પટેલ સ્મારક સાથે CWC ની બેઠક યોજાશે. જેમાં કોંગ્રેસ માટે આ બેઠક મહત્વની છે. કોંગ્રેસે જણાવ્યું છે કે ગુજરાત અને ભારતની જનતા પીડામાંથી પસાર થઈ રહી છે. દરેક વખતે કોંગ્રેસને નવી દિશા ચીંધી છે. સંગઠનની આંતરિક ચર્ચા બેઠકમાં થશે.

અમદાવાદમાં આજે સરદાર પટેલ સ્મારક સાથે CWC ની બેઠક

April 8, 2025 10:30 am

અમદાવાદમાં આજે સરદાર પટેલ સ્મારક સાથે CWC ની બેઠક અમદાવાદમાં આજે સરદાર પટેલ સ્મારક સાથે CWC ની બેઠક યોજાશે. જેમાં કોંગ્રેસ માટે આ બેઠક મહત્વની છે. કોંગ્રેસે જણાવ્યું છે કે ગુજરાત અને ભારતની જનતા પીડામાંથી પસાર થઈ રહી છે. દરેક વખતે કોંગ્રેસને નવી દિશા ચીંધી છે. સંગઠનની આંતરિક ચર્ચા બેઠકમાં થશે.

ફરી એકવાર ગુજરાતના લોકો કોંગ્રેસને તાકાત આપશે: કોંગ્રેસ નેતા મીરા કુમાર

April 8, 2025 10:27 am

ફરી એકવાર ગુજરાતના લોકો કોંગ્રેસને તાકાત આપશે: કોંગ્રેસ નેતા મીરા કુમાર અમદાવાદ, ગુજરાત: કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠક અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) નું સત્ર 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાશે. કોંગ્રેસ નેતા મીરા કુમાર કહે છે કે, "આ મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે. કોંગ્રેસ પાર્ટીનું સત્ર અહીં યોજાવા જઈ રહ્યું છે. ગુજરાતે કોંગ્રેસને તાકાત આપી છે અને હવે ફરી એકવાર ગુજરાતના લોકો કોંગ્રેસને તાકાત આપશે."

આપણી રાજનીતિ આગાહીઓ પર ચાલતી નથી : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ

April 8, 2025 10:23 am

આપણી રાજનીતિ આગાહીઓ પર ચાલતી નથી : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અમદાવાદ, ગુજરાત: ઇન્ડિયા એલાયન્સ પર, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કહે છે, "તમે જોયું હશે કે જ્યારે રાજ્યસભા અને લોકસભામાં મતદાન થયું ત્યારે ઇન્ડિયા એલાયન્સને અમારા ગઠબંધન કરતાં વધુ મત મળ્યા. તેથી, આ રાષ્ટ્રીય સ્તરે એક મજબૂત ગઠબંધન છે..." જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ ગુજરાતમાં AAP સાથે ગઠબંધન કરશે, ત્યારે તેઓ કહે છે, "જ્યારે સમય આવશે, ત્યારે અમે તમને જણાવીશું. હરિયાણામાં અમારી સરકાર બનવાની હતી, અમે ગઠબંધન ઇચ્છતા હતા, અમે કેટલીક બેઠકો ઓફર કરી હતી, આમ આદમી પાર્ટી સંમત થઈ ન હતી. સમય આવશે ત્યારે અમે તમારી સાથે વાત કરીશું...આપણી રાજનીતિ આગાહીઓ પર ચાલતી નથી..."

રાહુલ-સોનિયા ગાંધી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટથી હોટલ હયાત જશે

April 8, 2025 9:25 am

રાહુલ-સોનિયા ગાંધી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટથી હોટલ હયાત જશે રાહુલ-સોનિયા ગાંધી અમદાવાદ પહોંચ્યા છે. જેમાં એરપોર્ટથી હોટલ હયાત જશે. ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે. જેમાં ગાંધી પરિવાર સહિતના દિગ્ગજો અમદાવાદમાં આવી રહ્યાં છે. CWCની બેઠક સાથે અધિવેશનનો આજથી પ્રારંભ થયો છે. તેમાં પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી મળી શકે છે. સાબરમતી આશ્રમ ખાતે સાંજે પ્રાર્થના સભા યોજાશે. રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર પર સાંજે સાંસ્કૃત્તિક કાર્યક્રમ થશે. આવતીકાલે સવારે રાષ્ટ્રીય અધિવેશન શરૂ થશે.

થોડીવારમાં રાહુલ-સોનિયા ગાંધી અમદાવાદ પહોંચશે

April 8, 2025 8:40 am

થોડીવારમાં રાહુલ-સોનિયા ગાંધી અમદાવાદ પહોંચશે થોડીવારમાં રાહુલ-સોનિયા ગાંધી અમદાવાદ પહોંચશે. જેમાં પ્રિયંકા ગાંધી હાલ નહિ આવે તેમજ 80 નેતા બે ચાર્ટર્ડ પ્લેનમાં આવશે. તથા CWCની બેઠક બાદ સાંજે રાહુલ-સોનિયા ગાંધી સાબરમતી આશ્રમ જશે.

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી 9 વાગે અમદાવાદમાં આવશે

April 8, 2025 7:46 am

બે ચાર્ટર્ડ પ્લેનમાં ગાંધી પરિવાર સહીત કોંગ્રેસના મુખ્ય નેતાઓ આવશે અમદાવાદ પ્રથમ વખત અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશ યોજાશે. જેમાં કોંગ્રેસ અધિવેશનમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અમદાવાદ આવશે. બે ચાર્ટર્ડ પ્લેનમાં ગાંધી પરિવાર સહીત કોંગ્રેસના મુખ્ય નેતાઓ અમદાવાદ આવશે. 80 જેટલા કોંગ્રેસી નેતાઓ 2 ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ આવશે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી 9 વાગે અમદાવાદમાં આવશે. 2 દિવસ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અમદાવાદમાં રહેશે તથા અધિવેશન અને CWC ની બેઠકમાં હજારી આપશે. 11:30 એ સરદાર સ્મારક ખાતે CWC ની બેઠક યોજાશે. રાજ્યોના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, CWCના સભ્યો, વિધાયક દળના નેતા, CLP નેતા CWC બેઠકમાં જોડાશે. નેતાઓના આગમન પૂર્વે એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. 1500 પોલીસ કર્મી અને અધિકારી ખડેપગે બંદોબસ્તમાં છે. અમદાવાદ એરપોર્ટથી હોટેલ સુધી ઠેર ઠેર સાંસ્કૃતિક નૃત્યની ઝાંખી થશે. નેતાઓને આવકારવા એરપોર્ટ ખાતે પણ આદિવાસી નૃત્યની ઝાંખી પ્રદર્શિત કરાશે.

આ અધિવેશન ઐતિહાસિક રહશે: પવન ખેરા

April 8, 2025 7:44 am

આ અધિવેશન ઐતિહાસિક રહશે: પવન ખેરા કોંગ્રેસના નેતા પવન ખેરાની ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત થઇ છે. જેમાં પવન ખેરાએ જણાવ્યું છે કે આ અધિવેશન ઐતિહાસિક રહશે. દેશની આઝાદીમાં ગુજરાતનું આગવું મહત્વ છે. દેશની રાજનીતિને નવી દિશાની જરૂર છે. કોંગ્રેસ રાજનીતિને સાચા માર્ગે લાવશે. ગુજરાતથી અમે પ્રેરણા લઈને જઈશું.

અધિવેશનને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન

April 8, 2025 7:44 am

અધિવેશનને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઇ રહ્યું છે. જેમાં અધિવેશનને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યુ છે. તેમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે 64 વર્ષ બાદ અધિવેશનનું આયોજન છે. શિર્ષ નેતૃત્વ ગુજરાત પધારશે.અમે વિપક્ષ તરીકે લોકો વચ્ચે જઈશુ.

રાષ્ટ્રીય સંમેલન - ભવ્ય સ્વાગતની ઝલક!

April 8, 2025 7:21 am

રાષ્ટ્રીય સંમેલન - ભવ્ય સ્વાગતની ઝલક! 8 અને 9 તારીખે યોજાયેલા રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપવા આવેલા મહેમાનોનું અમદાવાદ એરપોર્ટ પર મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલ, ઉપપ્રમુખ કલ્પનાબેન, અમદાવાદ શહેર પ્રમુખ જીલબેન શાહ, ઉપપ્રમુખ અમૃતાબેન ગુપ્તા અને અન્ય કાર્યકર બહેનો દ્વારા ખૂબ જ ઉમંગથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કળશ ધારણ કરતી બહેનો અને મહિલા કોંગ્રેસની બહેનોએ મહેમાનોનું ચંદનનું તિલક અને ફૂલોથી સ્વાગત કર્યું. આ સ્વાગત સ્ત્રીત્વના ગૌરવ અને સંસ્કૃતિથી ભરેલું હતું.

સાબરમતીના કિનારે યોજાનાર AICC સત્રની તૈયારીઓની કેટલીક ઝલક

April 8, 2025 7:11 am

સાબરમતીના કિનારે યોજાનાર AICC સત્રની તૈયારીઓની કેટલીક ઝલક #NyayPath #AICCSession2025

કોંગ્રેસના અધિવેશનને (AICC National Convention) લઈ તમામ તૈયારીઓ પૂર્ણ

April 8, 2025 7:10 am

કોંગ્રેસના અધિવેશનને (AICC National Convention) લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. AICC નાં મેમ્બર અમદાવાદ આવી રહ્યા છે. 9 એપ્રિલનાં રોજ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની ન્યાય પથ સંકલ્પ સમર્પણ સંઘર્ષન બેઠક યોજાશે. અમદાવાદ (Ahmedabad) સાબરમતી નદીનાં તટે મળનારું આ રાષ્ટ્રીય અધિવેશનમાં 2 હજારથી વધારે દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે (Mallikarjun Kharge), નેતા વિપક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi), સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસનાં અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.