Pahalgam Terror Attack : પહેલગામ હુમલા પર સર્વપક્ષીય બેઠક પૂર્ણ, સરકારના દરેક એક્શન પર વિપક્ષનું સમર્થન
મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 27 લોકોના મોત નિપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Pahalgam Attack_Gujarat_First Gujarat
સુરતના શૈલેષ કળથિયાના મૃતદેહને રાત્રે સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. જ્યારે ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા અહીંથી ભાવનગર લઈ જવામાં આવ્યા હતા.
Pahalgam Terror Attack: કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં 3 ગુજરાતીના મોત
બે લોકોના ભાવનગરમાં અને એકના સુરતમાં અંતિમ સંસ્કાર કરાશે. ભાવનગરના પિતા-પુત્રના અંતિમ સંસ્કારમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજરી આપી.
પહેલગામ હુમલાને લઈને સંસદ ભવન સર્વપક્ષીય બેઠક
April 24, 2025 2:51 pm
પહેલગામ હુમલાને લઈને સંસદ ભવન સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સહિતના નેતાઓ સંસદ ભવનમાં હાજર છે.
પાકિસ્તાની અભિનેતાની ફિલ્મની રિલીઝ પર રોક
April 24, 2025 2:19 pm
પાકિસ્તાની અભિનેતાની ફિલ્મની રિલીઝ પર રોક લગાવાઇ છે. જેમાં ભારતમાં રિલીઝ નહીં થાય 'અબીર ગુલાલ' ફિલ્મ. તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોના હવાલેથી ખબર આવી છે. પાકિસ્તાની અભિનેતા ફવાન ખાનની ફિલ્મ છે. 9 મેના રોજ ભારતમાં ફિલ્મ રિલીઝ થવાની હતી
ભારતીય નૌકાદળની પાકિસ્તાનને કડક ચેતવણી
April 24, 2025 1:44 pm
ભારતીય નૌકાદળની પાકિસ્તાનને કડક ચેતવણી છે. જેમાં અરબ સાગરમાં MRSAM મિસાઈલનું પરીક્ષણ છે. તેમાં INS સુરત પરથી ગાઈડેડ મિસાઈલ ફાયર કરી છે. સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવા તરફ પગલું છે.
આતંકવાદીઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે - PM Modi
April 24, 2025 1:06 pm
પહેલગામ હુમલા બાદ ગુરુવારે બિહારના મધુબની પહોંચેલા પીએમ મોદીએ કહ્યું કે પહેલગામના ગુનેગારોનો દફનાવવાનો સમય આવી ગયો છે. આતંકવાદીઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે.
વડાપ્રધાન મોદીની આતંકના આકાઓને સ્પષ્ટ ચેતવણી
April 24, 2025 1:05 pm
વડાપ્રધાન મોદીની આતંકના આકાઓને સ્પષ્ટ ચેતવણી છે. જેમાં PM Modiએ જણાવ્યું છે કે ભારતની આત્મા પર હુમલો કરવાનું દુ:સાહસ કર્યું છે. કલ્પના પણ નહીં કરી હોય એવી સજા આપીશું. PM મોદીએ કહ્યું કે આતંકીઓને સજા મળશે જ. આતંકીઓની વધીઘટી જમીન મિટ્ટીમાં મિલાવીશું. આતંકના આકાઓની કમર તોડીને જ રહીશું. બિહારની ધરતી પરથી સમગ્ર દુનિયાને PMનો સંદેશ છે. જેમાં દરેક આતંકી અને આકાઓની ઓળખ કરીશું.
પહલગામ હુમલા વચ્ચે પાકિસ્તાનની નવી કરતૂત
April 24, 2025 1:03 pm
પહલગામ હુમલા વચ્ચે પાકિસ્તાનની નવી કરતૂત, પાકિસ્તાનના દૂતાવાસ પર મંગાવાઈ કેક? કેક લઈને જતાં નજરે આવ્યા પાક. અધિકારી જેમાં પાકિસ્તાનની કરતૂત સામે ઉઠ્યા અનેક સવાલ. દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસ બહાર પ્રદર્શન
દેશનું સૌથી મોટું નક્સલી વિરૂદ્ધનું ઓપરેશન
April 24, 2025 12:27 pm
દેશનું સૌથી મોટું નક્સલી વિરૂદ્ધનું ઓપરેશન જેમાં છત્તીસગઢમાં નક્સલીઓ વિરૂદ્ધ મોટું ઓપરેશન છે. સુરક્ષાદળોએ 1000 નક્સલઓની ઘેરાબંધી કરી છે. તેમાં અત્યાર સુધીમાં 5 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. મેગા ઓપરેશનમાં 20 હજાર સુરક્ષાકર્મી જોડાયા છે. કર્રેગટ્ટા, નડપલ્લી, પુજારી કાંકેરમાં મોટું ઓપરેશન છે. તેમાં હિડમા, દામોદર જેવા મોટા નક્સલીઓ ઘેરાયા છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે
April 24, 2025 12:10 pm
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ગુજરાત સહિત દેશભરમાં અલગ અલગ સ્થાનો પર ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ ઉપરાંત ગુજરાતની અલગ અલગ યુનિવર્સિટી અને કોલેજ કેમ્પસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. અમદાવાદ શહેરની GLS યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશ ગેટની બહાર પાકિસ્તાનના ઝંડાને નીચે રસ્તા પર મૂકવામાં આવ્યો અને તેના પર ઉભા રહી સૂત્રોચાર કરી બાદમાં પૂતળા દહન કરવામાં આવ્યો અને પૂતળા દહનમાં પાકિસ્તાનના ધ્વજને સળગાવવામાં આવ્યો.
આતંકી હુમલાની ઘટનાને રાજભા ગઢવીએ વખોડી
April 24, 2025 12:09 pm
Pahalgam Terror Attack: નજર સામેજ પતિ-પુત્રને ઘરબી ગોળી, પત્નીનું સીએમ સામે હૈયાફાટ રુદન
April 24, 2025 12:08 pm
સુરતમાં મૃતક શૈલેષ કળથિયાની પત્નીએ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની સમક્ષ ઠાલવ્યો રોષ
April 24, 2025 11:33 am
પહલગામ હુમલામાં 3 મૃતકના અંતિમ સંસ્કાર
April 24, 2025 11:05 am
પહલગામ હુમલામાં 3 મૃતકના અંતિમ સંસ્કાર થયા છે. અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટ્યા છે. તથા મૃતક શૈલેષના પુત્રએ ઘટનાનું શબ્દ: વર્ણન કર્યું; પાલીતાણા સ્વયંભુ બંધ
દિલ્હીમાં ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરીય બેઠક
April 24, 2025 11:03 am
દિલ્હીમાં ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ છે. જેમાં ગૃહ સચિવ ગોવિંદ મોહનની અધ્યક્ષતામાં બેઠક થઇ છે. દેશની આંતરિક સુરક્ષાને લઈને લઇ ચર્ચા થઇ છે. જેમાં હુમલા બાદની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે. IB અન રૉના વડા બેઠકમાં ઉપસ્થિત રહ્યાં છે.
જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં એક જવાન શહીદ
April 24, 2025 10:31 am
જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં એક જવાન શહીદ થયા છે. જેમાં ઉધમપુરના બસંતગઢમાં આતંકીઓ સાથે અથડામણ થઇ છે. તેમાં સુરક્ષાદળોએ 3-4 આતંકવાદીઓની ઘેરાબંધી કરી છે. ગુપ્ત જાણકારીના આધારે ઓપરેશન હાથ ધરાયું હતું. તેમાં સમગ્ર વિસ્તારમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન છે.
ડિપ્લોમેટિક બાદ પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક
April 24, 2025 10:06 am
ડિપ્લોમેટિક બાદ પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક શરૂ થઇ છે. જેમાં ભારતમાં પાકિસ્તાન સરકારનું X એકાઉન્ટ બ્લોક થયુ છે. આઈટી મંત્રાલયના અનુરોધ પર Xની કાર્યવાહી છે. પહલગામ એટેક બાદ પાકિસ્તાન પર સકંજો કસાયો છે. જેમાં રાજનીતિક, આર્થિક અને કૂટનીતિક મોર્ચે ઘેરાબંધી
Pahalgam Terror Attack: પિતા-પુત્રની અણધારી વિદાય, પરિવાર ઘેરા શોકમાં
April 24, 2025 10:04 am
દક્ષિણ કાશ્મીરમાં 250 લોકોની કરાઈ પૂછપરછ
April 24, 2025 10:02 am
જમ્મુ કાશ્મીરમાં આતંકના સફાયા માટે એક્શન શરૂ તેમાં સમગ્ર કાશ્મીરમાંથી 1500થી વધુની અટકાયત કરાઇ છે. જેમાં દક્ષિણ કાશ્મીરમાં 250 લોકોની પૂછપરછ કરાઇ છે. આતંકી રેકોર્ડ ધરાવતા OWG શંકાના ઘેરામાં છે. તથા પહલગામ હુમલા બાદ સુરક્ષાદળ એલર્ટ મોડમાં છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકના સફાયા માટે એક્શન
April 24, 2025 9:25 am
ઉધમપુરમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઘેર્યા છે. જેમાં દુદુ-બસંતગઢમાં આતંકીઓ સાથે અથડામણ થઇ છે. સુરક્ષદળોએ 4 આતંકવાદીની કરી ઘેરાબંધી કરી છે. તથા સમગ્ર વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી
April 24, 2025 9:05 am
પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા કાનપુરના શુભમ દ્વિવેદીની અંતિમવિધિ કરવામાં આવી છે. આતંકી હુમલા અંગે શુભમના પરિજનોએ કરૂણતા વર્ણવી હતી. પરિજનોએ કહ્યું કે આતંકવાદીએ તેના ધર્મ વિશે પૂછ્યા બાદ ગોળી મારી હતી. શુભમના મૃતદેહને વતન હાથીપુર ગામ લવાયો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી.
કળિયાબિડ સ્થિત નિવસસ્થાનેથી નીકળી અંતિમયાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડાયા
April 24, 2025 9:02 am
Pahalgam Terror Attack: Surat બન્યું શોકમગ્ન, આતંકી હુમલાના મૃતક શૈલેષ કળથિયાની અંતિમવિધિ
April 24, 2025 8:56 am
રાહુલ ગાંધી અમેરિકાનો પ્રવાસ ટૂંકાવીને પરત ફર્યા છે
April 24, 2025 8:55 am
પહલગામ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ગમ અને આક્રોશનો માહોલ છે ત્યારે મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક બોલાવાઈ છે. રાહુલ ગાંધી અમેરિકાનો પ્રવાસ ટૂંકાવીને પરત ફર્યા છે અને આજે બેઠકમાં હાજરી આપશે. મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળનારી CWCની બેઠકમાં પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા ક્રૂર આતંકવાદી હુમલાનો સંપૂર્ણ કડકાઈથી સામનો કરવા માટે દેશની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરશે અને ગુનેગારો તેમજ સરહદ પારના આતંકવાદ સામે કડક કાર્યવાહી માટે અવાજ ઉઠાવશે.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી
April 24, 2025 8:26 am
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંસદ એનેક્સીમાં બેઠક મળશે. સરકાર તરફથી ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશમંત્રી એસ જયશંકર સર્વપક્ષીય બેઠકમાં માહિતી આપશે.. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથ સિંહ આ મુદ્દે વિવિધ પક્ષોના નેતાઓ સાથે વાત કરી હતી. કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી પક્ષોએ માંગ કરી હતી કે સરકારે આ મુદ્દા પર તમામ પક્ષોની બેઠક બોલાવવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલાના પગલે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
મૃતકોને આપણે શું શ્રદ્ધાંજલિ અર્પિશું આપણી સેના આપશે : રાજભા ગઢવી
April 24, 2025 8:15 am
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના મામલે જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ ડાયરામાં ઘટનાને વખોડી છે. જેમાં રાજભા ગઢવીએ જણાવ્યું છે કે આ નરાધમોનું રાક્ષશી કૃત્ય છે. મૃતકોને આપણે શું શ્રદ્ધાંજલિ અર્પિશું આપણી સેના આપશે. મોદી સાહેબએ સિંધુનું પાણી બંધ કર્યું પાકિસ્તાનનું દુતાવાસ બંધ કરવાનો નિર્ણય લીધો એ નિર્ણય બરાબર છે.
મુસ્લિમોને કંઇ ન કર્યુ ને જેટલા હિન્દુ હતા એ બધાને ગોળી મારી દીધી : મૃતકની પત્ની
April 24, 2025 8:08 am
મુસ્લિમોને કંઇ ન કર્યુ ને જેટલા હિન્દુ હતા એ બધાને ગોળી મારી દીધી અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો હતો. કાશ્મીરનું નામ બદનામ કરો છો પણ કાશ્મીરમાં કંઇ વાંધો નથી, વાંધો આપણી સરકાર અને સિક્યુરિટીમાં છે. આટલા ટુરિસ્ટ હતા પણ કોઇ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોષો રાખીને ફરવા ગયા હતા એજ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો. આપણા દેશની જ આર્મી આવું કહેશે તો બીજુ કોણ બોલશે.
Pahalgam Terror Attack: Bhavnagar ના પરમાર પરિવારનો માળો વિખેરાયો હુમલો
April 24, 2025 8:05 am
Pahalgam Terror Attack: કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં 3 ગુજરાતીના મોત
April 24, 2025 8:04 am
કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં 3 ગુજરાતીના મોત
April 24, 2025 8:04 am
ભાવનગરમાં મૃતક સ્મિતના ઘરે સ્કૂલના શિક્ષકો- વિદ્યાર્થીઓ પહોંચ્યાં, થોડીવારમાં CM આવશે
April 24, 2025 7:53 am
ભાવનગરમાં મૃતક સ્મિતના ઘરે સ્કૂલના શિક્ષકો- વિદ્યાર્થીઓ પહોંચ્યાં, થોડીવારમાં CM આવશે
આંતકવાદીઓ તમને નિર્દોષને મારીને શું મળ્યું?
April 24, 2025 7:52 am
રડતા-રડતા પરિવારજનોએ કહ્યું કે, તમે એક મારશો તો અમે 1000 મારીશું....આંતકવાદીઓ તમને નિર્દોષને મારીને શું મળ્યું?
શૈલેષભાઈની અંતિમયાત્રા નિવાસસ્થાનેથી નીકળી
April 24, 2025 7:07 am

શૈલેષભાઈની અંતિમયાત્રા નિવાસસ્થાનેથી નીકળી
શૈલેષ કળથિયાના મૃતદેહને ઘરે લવાયો
April 24, 2025 6:54 am
શૈલેષ કળથિયાના મૃતદેહને ઘરે લવાયો છે. જેમાં રાત્રે શૈલેષ કળથીયાનો મૃતદેહ પ્લેન મારફતે સુરત પહોંચ્યો હતો. રાત્રે દરમિયાન મૃતદેહ સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રખાયો હતો. પરિવારજનો આક્રદ કરતા જોવા મળ્યા છે. મોટા વરાછાના નિવાસ્થાને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. થોડા જ સમયમાં શાસ્ત્રોક વિધિ બાદ મૃતદેહને સ્મશાન લઈ જવામાં આવશે. મૃતદેહ સ્મીમેરથી મોટા વરાછા નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે.
ભાવનગર સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ લગાડી દેવામાં આવી
April 24, 2025 6:41 am
ભાવનગર સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ લગાડી દેવામાં આવી છે. જેમાં પોલીસ બંદોબસ્ત સાથે બન્ને મૃતદેહ કાળિયા બિડ તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવશે.
શૈલેષના મૃતદેહને હવાઈમાર્ગે સુરત લાવવામાં આવ્યો
April 24, 2025 6:41 am
મૂળ સુરતના અને હાલમાં મુંબઈમાં રહેતા શૈલેષ કળથિયાનું આતંકી હુમલામાં મોત થતા તેમના મૃતદેહને શ્રીનગરથી દિલ્હી અને દિલ્હીથી સુરત હવાઈમાર્ગે લાવવામાં આવ્યો હતો. શૈલેષ કળથિયાની અંતિમયાત્રા મોટા વરાછા વિસ્તારમાં આવેલા કસ્તુરી બંગ્લોઝમાં રહેતા તેમના પિતરાઈ ભાઈના ઘરેથી નીકળશે. કઠોર સ્મશાન ગૃહમાં અંતિમસંસ્કાર કરાશે.
વહેલી સવારે 7 કલાકે બન્ને મૃતદેહને તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવશે
April 24, 2025 6:41 am
વહેલી સવારે 7 કલાકે બન્ને મૃતદેહને તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવશે. સવારે 8.30 કલાકે પિતા-પુત્રની સિંધુનગર સ્મશાન ખાતે અંતિમવિધિ થશે. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, ચેરમેન રાજુભાઈ રાબડીયા, કલેકટર ડો.મનીષ બંસલ તથા નગરસેવકો સહિત અધિકારીઓ પદાધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના યુવકનાં મોત થયા હતા
April 24, 2025 6:34 am
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે(22 એપ્રિલે) થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં ત્રણ ગુજરાતીઓના પણ મોત થયા હતા. ભાવનગરથી જમ્મુ કાશ્મીરમાં ફરવા ગયેલા યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનું મોત નિપજ્યું હતું. જ્યારે મૂળ સુરતના અને હાલ મુંબઈમાં રહેતા શૈલેષ કળથિયાનું પણ મોત નિપજ્યું હતું. જેમના મૃતદેહને મોડી રાત્રે માદરે વતન લાવ્યાં છે. સર્ટી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ રૂમમાં પિતા -પુત્રના મૃતદેહ રખવામાં આવ્યા છે. સર્ટી હોસ્પિટલ ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા મૃતદેહ
April 24, 2025 6:34 am
ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા
April 24, 2025 6:33 am
મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 27 લોકોના મોત નિપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરતના શૈલેષ કળથિયાના મૃતદેહને રાત્રે સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. જ્યારે ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા અહીંથી ભાવનગર લઈ જવામાં આવ્યા હતા.બે લોકોના ભાવનગરમાં અને એકના સુરતમાં અંતિમ સંસ્કાર કરાશે. ભાવનગરના પિતા-પુત્રના અંતિમ સંસ્કારમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે.