CSK Vs MI : ચેન્નાઈની શાનદાર જીત, ઋતુરાજ ગાયકવાડ-રચિન રવિન્દ્રએ ફટકારી અદધી સદી
CSK vs MI: IPL 2025 ની ત્રીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ રહી છે. આ બંને ટીમો લીગની સૌથી સફળ ટીમો છે. આવી સ્થિતિમાં, ચાહકોને આશા છે કે તેમને એક રોમાંચક મેચ જોવા મળશે. હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો, અત્યાર સુધીમાં CSK અને MI વચ્ચે કુલ 37 મેચ રમાઈ છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે 20 જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે 17 મેચ જીતી છે. ગયા સિઝનમાં જ્યારે બંને ટીમો ટકરાઈ હતી, ત્યારે CSK મુંબઈમાં 20 રનથી જીત્યું હતું.
15 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર
March 23, 2025 10:48 pm
15 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર 5 વિકેટે 119 રન છે. ચેન્નાઈને જીતવા માટે હવે 30 બોલમાં 37 રન બનાવવા પડશે. રચિન રવિન્દ્ર 41 અને રવિન્દ્ર જાડેજા 02 રન બનાવીને રમી રહ્યો છે.
વિલ જેક્સે સેમ કરનને કર્યો બોલ્ડ
March 23, 2025 10:48 pm
મેચ અચાનક પલટાઈ ગઈ. વિલ જેક્સે 15મી ઓવરમાં સેમ કરનને બોલ્ડ આઉટ કર્યો. હવે ચેન્નાઈએ 116 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે. સેમ કુરન 9 બોલમાં ફક્ત 4 રન બનાવી શક્યો.
ઋતુરાજ ગાયકવાડે ફટકારી અડધી સદી
March 23, 2025 10:20 pm
વિલ જેક્સે 7મી ઓવર ફેંકી. આ ઓવરમાં 12 રન બન્યા. ઋતુરાજ ગાયકવાડે કવર ઉપર શાનદાર સિક્સર ફટકારી. 7 ઓવર પછી, ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 74/1 છે. ઋતુરાજ ગાયકવાડ 22 બોલમાં 50 રન બનાવીને રમી રહ્યો છે. તેને 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. રચિન રવિન્દ્ર 17 બોલમાં 2 ચોગ્ગા સાથે 21 રન બનાવીને રમી રહ્યો છે.
6 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર
March 23, 2025 10:20 pm
ઋતુરાજ ગાયકવાડે મિચેલ સેન્ટનરની બોલિંગમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. 6 ઓવર પછી, ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 62/1 છે. ઋતુરાજ ગાયકવાડ 19 બોલમાં 42 રન બનાવીને રમી રહ્યો છે. તેને 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. રચિન રવિન્દ્ર 14 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 16 રન બનાવીને રમી રહ્યો છે.
4 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર
March 23, 2025 10:00 pm
દીપક ચહર ચોથી ઓવર ફેંકી રહ્યો છે. આ ઓવરમાં ઋતુરાજ ગાયકવાડે 1 સિક્સ ફટકારી. 4 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર 1 વિકેટે 35 રન છે. રચિન રવિન્દ્ર 12 બોલમાં 14 અને ગાયકવાડ 9 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યો છે.
3 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર
March 23, 2025 10:00 pm
ટ્રેન્ટ બોલ્ટ ત્રીજી ઓવર ફેંકી રહ્યો છે. આ ઓવરમાં ઋતુરાજ ગાયકવાડે બે ચોગ્ગા ફટકાર્યા. 3 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર 1 વિકેટે 24 રન છે. રચિન રવિન્દ્ર 9 બોલમાં 9 અને ગાયકવાડ 6 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યો છે.
ચેન્નાઈની પહેલી વિકેટ પડી
March 23, 2025 10:00 pm
ચેન્નાઈની પહેલી વિકેટ બીજી ઓવરમાં 11 રનના સ્કોર પર પડી ગઈ. દીપક ચહરે રાહુલ ત્રિપાઠીને વિકેટ પાછળ કેચ અપાવ્યો. તે 3 બોલમાં ફક્ત 2 રન જ બનાવી શક્યો. બે ઓવર પછી, ચેન્નાઈનો સ્કોર એક વિકેટે 12 રન છે.
સૈંન્ટનર LBW થતા મુંબઈ ઈન્ડિયન્સની આઠમી વિકેટ પડી ગઈ
March 23, 2025 9:07 pm
નાથન એલિસે સૈન્ટનરને LBW આઉટ કરી દેતા મુંબઈ ઈન્ડિયન્સની આઠમી વિકેટ પડી ગઈ
મુંબઈ ઈન્ડિયન્સને નમન ધીર આઉટ થતા સાતમો ઝાટકો લાગ્યો
March 23, 2025 9:02 pm
નમન ધીરે 12 બોલમાં 17 રન બનાવ્યા ત્યારબાદ નૂર અહમદે તેને આઉટ કરી દીધો. મુંબઈ ઈન્ડિયન્સના 17 ઓવરમાં 7 વિકેટે 120 રન
રોબિન મિંજ અને તિલક વર્મા આઉટ થતા મુંબઈ ઈન્ડિયન્સની કમરત તુટી ગઈ
March 23, 2025 8:47 pm
રોબિન મિંજ અને તિલક વર્માની વિકેટ નૂર અહેમદે લેતા મુંબઈ ઈન્ડિયન્સની કમર તુટી ગઈ
મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો ચોથો ઝાટકો, સૂર્યકુમાર યાદવ સ્ટમ્પ આઉટ થયો
March 23, 2025 8:35 pm
સૂર્યકુમાર યાદવ સ્ટમ્પ આઉટ થતા મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો ચોથો ઝાટકો, હવે મુંબઈ ઈન્ડિયન્સના 11 ઓવરમાં 4 વિકેટે થયા 91 રન
સૂર્યકુમાર અને તિલકે બાજી સંભાળી, 21 બોલમાં 30 રનની ભાગીદારી કરી
March 23, 2025 8:32 pm
સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ 21 બોલમાં 30 રનની ભાગીદારી કરી, 8 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સના 3 વિકેટે 66 રન
મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી વિકેટ વિલ જૈક્સના રૂપમાં પડી ગઈ
March 23, 2025 7:54 pm
વિલ જેક્સને માત્ર 11 રન બનાવ્યા અને અશ્નિને કર્યો આઉટ
મુંબઈ ઈન્ડિયન્સની ખરાબ શરૂઆત
March 23, 2025 7:45 pm
મુંબઈ ઈન્ડિયન્સે 1 ઓવરમાં માત્ર 4 રન કર્યા અને રોહિત શર્મા નામક 1 મહત્વની વિકેટ ખોઈ કાઢી છે
IPL 2025 માટે CSKની ટીમ
March 23, 2025 6:57 pm
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), એમએસ ધોની (વિકેટકીપર), ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, સેમ કુરન, રવિચંદ્રન અશ્વિન, મથિશા પથિરાણા, કમલેશ નાગરકોટી, નાથન એલિસ, મુકેશ ચૌધરી, રાહુલ ત્રિપાઠી, દીપક હુડા, ખલીલ અહેમદ, જેમી ઓવરટન, શેખ રશીદ, અંશુલ કંબોજ, શ્રેયસ ગોપાલ, નૂર અહેમદ, ગુરજપનીત સિંહ, રામકૃષ્ણ ઘોષ, આન્દ્રે સિદ્ધાર્થ સી અને વંશ બેદી.
IPL 2025 માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ
March 23, 2025 6:57 pm
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાયન રિકેલ્ટન (વિકેટકીપર), રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિચેલ સેન્ટનર, જસપ્રીત બુમરાહ, રીસ ટોપલી, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, મુજીબ ઉર રહેમાન, કૃષ્ણન શ્રીજીત, કર્ણ શર્મા, રોબિન મિંજ, કોર્બિન બોશ, રાજ બાવા, અર્જુન તેંડુલકર, બેવન જેકબ્સ, અશ્વિની કુમાર, સત્યનારાયણ રાજુ અને વિગ્નેશ પુથુર.
CSK Vs MI Live Score: હેડ-ટુ-હેડ રેકોર્ડ
March 23, 2025 6:57 pm
હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો, અત્યાર સુધીમાં CSK અને MI વચ્ચે કુલ 37 મેચ રમાઈ છે, જેમાંથી મુંબઈ ઈન્ડિયન્સે 20 અને ચેન્નાઈ સુપર કિંગ્સે 17 મેચ જીતી છે. ગયા વર્ષે, જ્યારે બંને ટીમો ટકરાઈ હતી, ત્યારે CSK મુંબઈમાં 20 રનથી જીત્યું હતું.